Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કટોકટી શાથી પેદા થઈ?
૧૩:૩
આપણા હૃદયમાં આશાના સંચાર કરે છે. સર ઑકલૅંડ ગીડીસ નામના એક નામીચા બ્રિટિશ રાજદ્વારી પુરુષે કહ્યું છે કે, ‘વિચારવાન લેકા માને છે કે સમાજને હાસ શરૂ થઈ ચૂકયો છે. આપણે જાણીએ છીએ કે યુરોપમાં તે એક યુગના અંત નજીક આવી રહ્યો છે.'
જન લેાકા એમ માનતા કે, એ કટોકટીનું ખરું કારણ યુદ્ધની નુકસાની પેટે ભરવી પડતી રકમો છે; ખીજા ધણા લેકા એમ માનતા હતા કે, યુદ્ધ-ઋણને કારણે,— પછી તે દેશની અંદર કરેલું દેવું હોય કે પરદેશમાં કરેલું દેવું હાય ~~~ મંદી પેદા થઈ. તેમનું એવું માનવું હતું કે એ મેજો ગજા ઉપરવટના થઈ પડ્યો અને તેણે બધાયે ઉદ્યોગાને કચરી નાખ્યા. આ રીતે, દુનિયાની મુશ્કેલીને માટે પ્રધાનપણે મહાયુદ્ધને જવાબદાર ગણવામાં આવે છે. કેટલાક સંપત્તિશાસ્ત્રીઓના એવા મત હતા કે, ખરી મુસીબત નાણાંના વિચિત્ર પ્રકારના વ્યવહારને કારણે પેદા થઈ અને સેાનાની અછત થઈ જવાને કારણે વસ્તુના ભાવા અતિશય બેસી ગયા. અને સાનાની અછત, અમુક અંશે દુનિયાને જોઈ એ તેટલા પ્રમાણમાં ખાણામાંથી તે પેદા નથી થતું તેને લીધે પણ ં મુખ્યત્વે કરીને તેા જુદી જુદી સરકારા તેના સંગ્રહ કરી રહી છે તેથી થવા પામી છે. વળી ખીજા કેટલાક એમ કહેતા હતા કે, બધી મુશ્કેલીઓ આર્થિક રાષ્ટ્રવાદને કારણે — પરદેશથી આવતા માલ ઉપર ભારે જકાતો અને કરા નાંખવાની નીતિને કારણે પેદા થવા પામી છે. એ જકાતો આંતરરાષ્ટ્રીય વેપારને અટકાવી દે છે. વળી બીજા કેટલાકેએ સૂચવ્યું કે, યંત્રશાસ્ત્ર અથવા વૈજ્ઞાનિક કરામતામાં થયેલી પ્રગતિ એને માટે કારણભૂત હતી. એણે ઉત્પાદન કાર્ટીમાં જોઈતા મજૂસની સંખ્યા ઘટાડી દીધી અને એ રીતે બેકારીમાં વધારા કર્યાં.
મંદીને માટે સૂચવવામાં આવેલાં આ અને ખીજા કારણેા વિષે ઘણું ધણું કહી શકાય એમ છે, પરંતુ આ જગબ્યાપી વિષમતા પેદા કરવામાં એ બધાંયે કારણેાએ હિસ્સા આપ્યા હોય એ બનવાજોગ છે. પરંતુ એ કટોકટી માટે એમાંનાં કાઈ એક ઉપર અથવા તે સમગ્રપણે બધાંયે કારણા ઉપર દોષારોપણ કરવું વાજખી કે ન્યાયપુરઃસરનું નથી. ખરેખર, આ કહેવાતાં કારણામાંથી ઘણાં તે એ કટોકટીનાં પરિણામો હતાં. હા, એ ખરું કે એ દરેકે કટોકટીને ઉગ્ર બનાવવામાં ફાળા આપ્યા હતા. પરંતુ એ રાગનાં મૂળ ઘણાં ઊંડાં છે. લડાઈમાં હાર થવાને કારણે એ કટોકટી ઊભી નહેાતી થઈ કેમકે, વિજયી રાષ્ટ્રો પણ તેમાં સપડાયાં હતાં; રાષ્ટ્રની ગરીબાઈ પણ એને માટે કારણભૂત નહતી કેમકે દુનિયાના સૌથી ધનવાન દેશ અમેરિકા જેમને એ કટોકટીને કારણે સૌથી વધારે સાસવું પડ્યું તેમાંને એક દેશ હતો, કટોકટીને વિરત કરવામાં મહાયુદ્ધે ભારે હિસ્સા આપ્યા છે એ વાત તો નિર્વિવાદ છે,