Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિસ્તૃત પ્રદેશ સંપૂર્ણપણે મૂડીવાદી દુનિયાની બહાર નીકળી ગયું. આ રીતે,
જેનું શોષણ કરી શકાય એમ હતું એવું એક મોટું બજાર નષ્ટ થયું. પૂર્વના દેશમાં રાષ્ટ્રવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેમ જ એ દેશે ઔદ્યોગિક પણ બનતા ગયા. મહાયુદ્ધ દરમ્યાન તેમ જ તે પછીનાં વરસમાં વૈજ્ઞાનિક કળામાં થયેલી અસાધારણ પ્રગતિએ પણ સંપત્તિની અસમાન વહેંચણીમાં તથા બેકારી પેદા કરવામાં ફાળો આપ્યો. યુદ્ધને અંગેનાં દેવાઓ પણ એક પ્રબળ કારણ હતું.
યુદ્ધને અંગેનાં દેવાં જબરદસ્ત હતાં અને એ ખાસ લક્ષમાં રાખવા જેવું છે કે એની પાછળ કઈ પણ પ્રકારની નક્કર સંપત્તિ રહેલી નહતી. જે કઈ દેશ રેલવે બાંધવા માટે કે નહેર ખોદવા માટે યા તે દેશને ફાયદાકારક નીવડે એવું બીજું કોઈ પણ કામ કરવા માટે નાણાં ઉછીનાં લે તે એ ઉછીનાં લીધેલાં અને ખરચેલાં નાણાંના બદલામાં કંઈક નક્કર વસ્તુ તેને પ્રાપ્ત થાય છે. ખરેખર, આ કામ દ્વારા તેમના ઉપર ખરચવામાં આવી હોય એના કરતાં વધારે સંપત્તિ પેદા થાય એમ પણ બને. એથી કરીને એને “ઉત્પાદક કોમે” કહેવામાં આવે છે. યુદ્ધકાળમાં ઉછીનાં લેવામાં આવેલાં નાણાં એવાં કઈ કાર્યમાં નહોતાં ખરચાયાં. એ કેવળ અનુત્પાદક કાર્યમાં જ નહિ પણ સંહારક કાર્યમાં વપરાયાં હતાં. યુદ્ધમાં રચાયેલી અઢળક રમે પિતાની પાછળ સંહારના અવશેષો મૂકતી ગઈ. યુદ્ધને અંગેનાં દેવાં આ રીતે કશાયે વળતર વિનાનાં અને કેવળ બજારૂપ હતાં. યુદ્ધને અંગેનાં દેવાં ત્રણ પ્રકારનાં હતાં ? (૧) જે રકમ ભરવાનું હારેલા દેશ પાસે પરાણે કબૂલ કરાવવામાં આવ્યું હતું તે નુકસાનીની રકમ. (૨) મિત્રરાજ્યની સરકારનું આપ આપસનું દેવું તથા ખાસ કરીને તે બધીનું અમેરિકાનું દેવું. અને (૩) દરેક દેશે પિતાના નાગરિક પાસે ઉછીનાં લીધેલાં નાણુનું રાષ્ટ્રીય દેવું.
આ ત્રણ જુદા જુદા પ્રકારનાં દેવાંની રકમ જબરદસ્ત હતી પરંતુ એ બધામાં પણ દરેક દેશના રાષ્ટ્રીય દેવાની રકમ સૌથી મોટી હતી. આ રીતે ઇંગ્લંડના રાષ્ટ્રીય દેવાની રકમ ૬,૫૦૦,૦૦૦,૦૦૦ પાઉન્ડના જબરદસ્ત આંકડા સુધી પહોંચી હતી. આવા દેવાનું વ્યાજ ચૂકવવું એ પણ ભારે બેજો હતો, અને એને માટે ભારે કરવેરા નાખવાની જરૂરિયાત ઊભી થતી હતી. જર્મનીએ પિતાનું આંતરિક દેવું ચલણને ફુલાવો કરીને સાફ કરી નાખ્યું. એને લીધે તેને જૂના ચલણી સિક્કો માર્ક નષ્ટ થયો. આ રીતે નાણું ધીરનાર લોકોને ભેગે જર્મની આંતરિક દેવાના બોજામાંથી મુક્ત થઈ ગયું. કાંસે પણ પિતાનું આંતરિક દેવું પતાવવા માટે ચલણને ફુલાવો કરવાની એ જ રીત અખત્યાર કરી પરંતુ એ બાબતમાં તે જર્મનીના જેટલી હદે ન ગયું. તેણે પિતાના ચલણી નાણા ક્રાંકની કિંમત ઘટાડીને લગભગ પાંચમા ભાગ જેટલી કરી નાખી