Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮૫ કટોકટી શાથી પેદા થઈ?
૨૧ જુલાઈ, ૧૯૩૩ મહામંદીએ દુનિયાની ગળચી પકડી અને તેણે તેની બધી પ્રવૃત્તિઓને રૂંધી નાખી અથવા તે મંદ પાડી દીધી. ઘણે ઠેકાણે ઉદ્યોગમાં ચક્ર ફરતાં બંધ થઈ ગયાં; અનાજ અને બીજા ખાદ્ય પદાર્થો પકવનારાં ખેતરે ખેડ્યા વિના પડતર પડી રહ્યાં; રબરનાં ઝાડ ઉપર રબર ઝરીને એકઠું થતું હતું પણ કોઈ તેને એકઠું કરનાર નહતુંજેમાં ચાના છેડવાઓ કાળજીપૂર્વક ઉછેરવામાં આવતા હતા તે પહાડોની બાજુમાં આવેલા ચાના બગીચાઓ જંગલના રૂપમાં ફેરવાઈ ગયા અને તેમની સંભાળ રાખનાર કેઈ રહ્યું નહોતું. આ બધાં કામે કરનારાઓ તે બેકારની પ્રચંડ સેનામાં જોડાઈ ગયા હતા. તેઓ કામધંધે મળે એની પ્રતીક્ષા કરતા બેઠા હતા પરંતુ કામ તેમને મળે એમ હતું નહિ એટલે લાચાર અને લગભગ હતાશ થઈને ભૂખમરે અને હાડમારી વેઠી રહ્યા હતા. ઘણું દેશમાં આપઘાતની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં વધવા પામી. ' મેં કહ્યું તેમ, બધાયે ઉદ્યોગ ઉપર મંદીની કારમી છાયા ફરી વળી. પરંતુ એક ઉદ્યોગ એ હતે ખરે કે જે એમાંથી મુક્ત રહ્યો. જુદા જુદા દેશોનાં લશ્કર, નૌકાસ તથા હવાઈ દળને શસ્ત્રો તથા બીજે લડાયક સરંજામ પૂરે પાડનાર યુદ્ધસરંજામ પેદા કરનારે એ ઉદ્યોગ હતો. એ ધંધો અતિશય આબાદ થયે અને તેણે પિતાના શેર ધરાવનારાઓને મોટા મોટા નફા વહેંચા. મંદીની અસર એ ઉદ્યોગ ઉપર ન થઈ કેમકે એ ધંધે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની હરીફાઈ અને સ્પર્ધા ઉપર ચાલે છે અને એ કટોકટીના કાળમાં તે એ હરીફાઈ અને સ્પર્ધા અતિશય ઉગ્ર બની ગઈ
બીજો એક માટે પ્રદેશ – વિયેટ રાજ્ય – પણ મંદીની સીધી અસરમાંથી મુક્ત રહ્યો. ત્યાં આગળ બેકારી નહતી અને પંચવષ યેજના અનુસાર ત્યાં પહેલાં કરતાંયે સખત કામ ચાલતું હતું. મૂડીવાદના નિયંત્રણ નીચેના પ્રદેશની એ બહાર હતું અને તેની અર્થવ્યવસ્થા ભિન્ન હતી. પરંતુ હું આગળ જણાવી ગમે તેમ મંદીને કારણે પરોક્ષ અથવા આડકતરી રીતે તેને સેસવું પડ્યું; કેમ કે, મંદીને લીધે તેણે પરદેશમાં વેચેલી પોતાની ખેતીની પેદાશના ભાવો તેને ઓછા મળ્યા.
આ મહામંદી – આ જગવ્યાપી કટોકટીનું કારણ શું હતું? એક રીતે તે એ કટોકટી લગભગ મહાયુદ્ધના જેટલી જ ભયંકર હતી. એને મૂડીવાદની કટોકટી કહેવામાં આવે છે, કેમકે એના ફટકાથી મૂડીવાદના વ્યાપક અને અટપટા તંત્રને સારી પેઠે નુકસાન પહોંચ્યું છે. મૂડીવાદે આ વર્તાવ કેમ રાખે? અને એ કટોકટી થોડા વખત પૂરતી જ છે? અથવા મૂડીવાદ એમાંથી ક્ષેમ