Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ભારે મંદી અને જગદુવ્યાપી કટોકટી ૧૩૫૯ અખત્યાર કરી. રોકડ નાણુને વપરાશ શરૂ થયું તે પહેલાં પ્રાચીન કાળમાં એ વસ્તુવિનિમયની પદ્ધતિ ચાલતી હતી. વસ્તુવિનિમય કરવા માટેની સેંકડ સંસ્થાઓ અમેરિકામાં શરૂ થઈ. નાણુને અભાવે વિનિમયની મૂડીવાદી પદ્ધતિ તૂટી પડી એટલે લેકેએ નાણાં વિના ચલાવવાનું શરૂ કર્યું અને તેઓ વસ્તુઓ અને સેવાઓને વિનિમય કરવા લાગ્યા. પ્રમાણપત્રો આપીને તે દ્વારા વસ્તુવિનિમયના વ્યવહારને મદદરૂપ થવા માટે વિનિમય સંસ્થાઓ ઊભી થઈ. વસ્તુવિનિમય અંગે એક ડેરીવાળાને રમૂજી દાખલ છે. પિતાનાં બાળકની કેળવણીના બદલામાં એક વિદ્યાપીઠને તે દૂધ, માખણ તથા ઈડાં આપતા હતા.
બીજા કેટલાક દેશોમાં પણ વસ્તુવિનિમયની પદ્ધતિ છેડેઘણે અંશે વિકસી હતી. આંતરરાષ્ટ્રીય વિનિમયની અટપટી પદ્ધતિ તૂટી પડી એટલે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે પણ વસ્તુવિનિમયના ઘણે દાખલા બનવા પામ્યા. આ રીતે સ્વીડન નોર્વેનું ઈમારતી લાકડું ઈંગ્લડે કેલસે આપીને લીધું; સોવિયેટ પાસેથી તેલ મેળવવાને માટે કેનેડાએ તેને એલ્યુમિનિયમ આપ્યું; યુનાઈટેડ સ્ટેટ્સ બ્રાઝિલને ઘઉં આપીને તેના બદલામાં તેની પાસેથી કૉફી મેળવી.
એ મંદીને લીધે અમેરિકાના ખેડૂતે ઉપર ભારે ફટકો પડ્યો. અને પિતાના ખેતીના બગીચાઓ ગીરે મૂકીને બેંક પાસેથી ઉપાડેલાં નાણાં તેઓ ભરપાઈ ન કરી શક્યા. આથી એ ખેતીના બગીચાઓ વેચી નાખીને બેંકોએ પિતાનું લેણું વસૂલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ખેડૂતે એમ કરવા દે એમ નહોતું અને આવા પ્રકારનાં વેચાણે અટકાવવાને માટે તેમણે અમલી પગલાં ભરવા માટેની સમિતિઓ નીમી. એનું પરિણામ એ આવ્યું કે, બેંક તરફથી કરવામાં આવતી ખેતીના બગીચાઓની હરાજીમાં માગણી કરવાની કોઈની હિંમત ચાલતી નહિ અને બેંકવાળાઓને ખેડૂતની શરતે કબૂલ રાખવાની ફરજ પડતી. ખેડૂતને આ બળવે અમેરિકાના મધ્ય પશ્ચિમના ખેતીપ્રધાન પ્રદેશમાં ફેલાયે. એ બળવાની ઘટના ભારે મહત્ત્વની હતી કેમકે, લાંબા સમય સુધી દેશના આધાર-થંભરૂપ બની રહેલા અમેરિકાના આ સ્થિતિચુસ્ત ખેડૂતોને વધતી જતી એ આર્થિક કટોકટીએ કેવી રીતે ઉત્તરોત્તર ઉદ્દામ અને ક્રાંતિકારી દષ્ટિવાળા બનાવ્યા એ વસ્તુ એ દર્શાવી આપે છે. તેમની એ ચળવળ તળપદી હતી અને સમાજવાદ કે સામ્યવાદ સાથે તેને કશેયે સંબંધ નહોતે. આર્થિક સંકટને કારણે મિલકતને માલિકી હક્ક ધરાવનારા મધ્યમ વર્ગના ખેડૂતે મટીને તેઓ કેવળ જમીન ખેડનારા અને જૂજ મિલક્ત ધરાવનારા ખેડૂતે અથવા ગણોતિયાઓ થઈ ગયા. “માનવી હક્કો એ કાયદાના તથા મિલક્તના હક્કોથી પર છે.” “ગીને પહેલે હક્ક પત્ની તથા બાળકને છે.” ઈત્યાદિ તેમના અનેક પિકારોમાંના દેડા પિકાર હતા.