Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ભારે મંદી અને જગદવ્યાપી કહેકટી ૧૩૫૭ અને પ્રત્યેક તૂટેલી બેંકે કટોકટીમાં વધારો કર્યો અને એકંદરે પરિસ્થિતિ વિશેષે કરીને બગડી.
બેકાર બનેલાં સંખ્યાબંધ સ્ત્રીપુરુષોએ રખડપટ્ટીને ધંધે સ્વીકાર્યો અને તેઓ કામની શોધમાં એક શહેરથી બીજે શહેર એમ ભટકવા લાગ્યાં. મોટા મેટા રાજમાર્ગોને રસ્તે તેઓ પકડતાં અને ત્યાં થઈને પસાર થતા મોટરવાળાઓને તેઓ પિતાની મોટરમાં તેમને બેસાડી લઈ જવાની વિનંતી કરતાં અથવા ઘણી વાર તે તેઓ ધીમી ગતિથી જતી માલગાડીનાં બાજુનાં પાટિયાઓ ઉપર વળગી જતાં. એથીયે વિશેષ સેંધપાત્ર દશ્ય તે એ વિશાળ દેશના એક છેડાથી બીજા છેડા સુધી એકલાં અથવા નાના નાના સમૂહમાં રખડતાં તરણ વયનાં છોકરા છોકરીઓનું હતું. નાનાં નાનાં બાળકે સુધ્ધાં એ રીતે રખડતાં માલૂમ પડતાં હતાં, દરમ્યાન પુખ્ત વયના અને સશક્ત પુરૂષ કામ વિના નવરા બેઠા રહ્યા હતા અને કામ મળે એવી આશા સેવતા હતા. અને નમૂનારૂપ કારખાનાઓ પણ બંધ થઈ રહ્યાં હતાં. મૂડીવાદી વ્યવસ્થાનું સ્વરૂપ જ એવું છે કે, આમ હોવા છતાંયે, એ જ અરસામાં અંધારી, ગંદી અને લેહાનું પાણી કરનારી દુકાને ઊભી થઈ અને તેમાં બાર ને સોળ વરસનાં બાળકો પાસે નજીવી મજૂરી આપીને દિવસના દશથી બાર જેટલા કલાક કામ લેવામાં આવતું. કેટલાક માલિકોએ એ તરુણ વયનાં છોકરા છોકરીઓ ઉપરના બેકારીને જબરદસ્ત દબાણને લાભ ઉઠાવીને પિતાની મિલે તથા કારખાનાંઓમાં તેમની પાસેથી સખત અને લાંબા કલાક સુધી કામ લીધું. મંદીએ આ રીતે અમેરિકામાં બાળકોની મજૂરી ફરી પાછી દાખલ કરી અને આનો તથા બીજી ગેરરીતિઓની મનાઈ કરનારા મજૂરેને લગતા કાયદાઓને છડેચોક ભંગ થવા લાગ્યો.
એ વસ્તુ યાદ રાખજે કે અમેરિકામાં યા તે બાકીની દુનિયામાં અન્ન કે પાકા માલની તંગી નહોતી. ફરિયાદ ઊલટી એ હતી કે એ બધી વસ્તુઓ વધારે પડતી હતી; એ બધી વસ્તુઓનું ઉત્પાદન જોઈએ તે કરતાં વધારે હતું. સર હેન્રી ફ્રાકશ નામના એક મશદર અંગ્રેજ અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે, ૧૯૩૧ની સાલમાં એટલે કે, મંદીના બીજા વરસમાં દુનિયાનાં બજારમાં એટલે બધો માલ પડેલું હતું કે, ત્યાર પછી સવાબે વરસ સુધી દુનિયાભરના લેકે કશુંયે કામ ન કરે તોયે તેઓ જીવનના જે ધરણને ટેવાયેલા હતા તે ધોરણ પ્રમાણે પિતાનું ગુજરાન ચલાવી શકે. અને આમ છતાંયે, એ જ સમયે, આધુનિક ઔદ્યોગિક દુનિયાએ પહેલાં કદીયે ન અનુભવેલી એવી તંગી અને ભૂખમરે તેને વેઠ પડયો. અને એની સાથે સાથે જ, એ તંગીને પડખે જ ખાધાખોરાકીની વસ્તુઓને ખરેખાત નાશ કરવામાં આવતું હતું. પાકને ન લણતાં તેને ખેતરમાં જ સડવા દેવામાં આવતે, ફળને ઝાડે ઉપર