Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ભારે મંદી અને જગદવ્યાપી કટોકટી ૧૩૫૫ તે એકઠા થવા લાગે અને સ્વાભાવિક રીતે જ એ માલ ઉત્પન્ન કરનારાં કારખાનાંઓ બંધ કરવાં પડવાં. વેચાય નહિ તે માલ પેદા કરવાનું તેઓ ચાલુ રાખી શકે નહિ. એને પરિણામે યુરોપ અમેરિકા તથા બીજે બધે સ્થળે કદીયે ન અનુભવેલી એવી ભારે બેકારી પેદા થઈ બધાયે ઔદ્યોગિક દેશો ઉપર ભારે ફટકો પડ્યો. એ જ રીતે, દુનિયાનાં બજારમાં ઉદ્યોગોને માટે જરૂરી કા માલ તથા ખોરાકીની વસ્તુઓ પૂરાં પાડનાર ખેતીપ્રધાન દેશોને પણ ભારે ફટકો પડ્યો. આમ થોડે અંશે હિંદના ઉદ્યોગોને પણ સોસવું પડયું પરંતુ ખેતીની પેદાશના ભાવે બેસી જવાથી હિંદને ખેડૂતવર્ગ ભારે મુસીબતમાં આવી પડ્યો. સામાન્ય રીતે તે ખાધાખોરાકીની વસ્તુઓના ભાવે ઘટે એ લોકોને માટે આશીર્વાદ રૂપ ગણાય. કેમ કે તેમને તેમને રાક સંધે ભાવે મળે. પરંતુ મૂડીવાદી વ્યવસ્થા નીચેની આ ઊંધીચતી દુનિયામાં આ આશીર્વાદ શાપના રૂપમાં ફેરવાઈ ગયે. ખેડૂતોને તેમના જમીનદારને રોકડમાં ગણોત અથવા સરકારને રોકડમાં મહેસૂલ ભરવાનું હતું. એ રોકડ રકમ મેળવવા માટે તેમને પિતાની ખેતીની પેદાશ વેચી દેવી પડતી હતી. પરંતુ વસ્તુના ભાવો એટલા બધા બેસી ગયા હતા કે કેટલીક વાર તે પિતાની બધીયે પેદાશ વેચી દેવા છતાંયે તેમને એને માટે પૂરતાં નાણાં મળી રહેતાં નહિ. અને આથી ઘણી વાર તે તેમને તેમની જમીન ઉપરથી તથા તેમનાં માટીનાં ઝુંપડાઓમાંથી કાઢી મૂકવામાં આવતા અને ગણોત વસૂલ કરવા માટે તેમની જૂજ ઘરવખરીનું પણ લીલામ કરવામાં આવતું. અને આ રીતે, અનાજ અતિશય સોંઘું હતું તે વખતે પણ આ અનાજ પેદા કરનારાઓ જ ભૂખે મરતા હતા અને તેમને ઘરબાર વિનાના કરી દેવામાં આવતા હતા.
આ દુનિયાની પરસ્પરાવલંબિતાએ જ એ મંદીને જગવ્યાપી બનાવી મૂકી. બહારની દુનિયાથી અળગે રહેલે તિબેટ જેવો મુલક જ મારી ધારણા પ્રમાણે એમાંથી મુક્ત હશે! મહિને મહિને મંદી વધુ ને વધુ ફેલાતી ગઈ અને વેપાર ક્ષીણ થતો ગયો. આખીયે સમાજવ્યવસ્થામાં ધીમે ધીમે પ્રસરતા જતા અને તેને અપંગ બનાવતા પક્ષાઘાત જેવી એ સ્થિતિ હતી. કદાચ, દુનિયાના વેપારના પ્રજાસંઘે બહાર પાડેલા આંકડાઓ ઉપરથી જ એ મંદીને તેને સૌથી સરસ ખ્યાલ આવશે. એ આંકડાઓ દરેક વરસના પહેલા ત્રણ માસના છે અને તે સેનાના ડૉલરની લાખની સંખ્યામાં આપવામાં આવ્યા છે પહેલા ત્રણ માસ આયાત મૂલ્ય નિકાસ મૂલ્ય આયાત-નિકાસ મૂલ્ય ૧૯૨૯ ૭૯૭૨૦ ૭૩૧૭૦
૧૫૨૮૯૦ ૧૯૩૦ ७३६४० ૬૫૨૦૦
૧૩૮૮૪૦ ૧૯૩૧ ૫૧૫૪૦ ૪૫૩૧૦
૯૬૮૫૦ ૧૯૩૨ ૩૪૩૪૦ ३०२७०
૬૪૬૧૦ ૧૯૩૩ २८२८० ૨૫૫૨૦
૫૩૮૧૦