Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૬૦
જગતના ઈતિહાસનું રેખાદર્શન યુનાઈટેડ સ્ટેટ્સની પરિસ્થિતિનું ખ્યાન મેં કંઈક વિસ્તારથી કર્યું છે કેમકે અમેરિકા એ અનેક રીતે અદભુત દેશ છે. એ સૌથી આગળ વધેલ મૂડીવાદી દેશ છે અને યુરોપ તથા એશિયાની પેઠે તેનાં મૂળ ભૂતકાળની ફયૂડલ વ્યવસ્થામાં રહેલાં નથી. આ રીતે ત્યાં આગળ ફેરફારે વધારે ત્વરાથી થાય છે. બીજા દેશે તો જનતાનાં કષ્ટો તથા હાડમારીઓથી વધારે ટેવાયેલા છે. અમેરિકામાં તે આટલા મોટા પાયા ઉપરની એ ઘટના તદ્દન નવી અને હેબતાવી મૂકે એવી હતી. અમેરિકા વિષે મેં જે કહ્યું છે તે ઉપરથી મંદીના કાળ દરમ્યાન બીજા દેશોની દુર્દશા વિષે તું કલ્પના કરી શકશે. કેટલાક દેશની સ્થિતિ તે અતિશય ખરાબ થઈ ગઈ હતી અને કેટલાક દેશની સ્થિતિ કંઈક ઠીક હતી. એકંદરે જોતાં ખેતીપ્રધાન અને પછાત દેશ ઉપર આગળ વધેલા ઔદ્યોગિક દેશે જેટલો સખત ફટકો પડ્યો નહોતો. તેમના ખુદ પછાતપણાએ જ કંઈક અંશે તેમને ઉગારી લીધા. ખેતીની પેદાશના ભાવે એકદમ અતિશય બેસી ગયા એ તેમની મુખ્ય મુશ્કેલી હતી. એને લીધે ખેડૂત વર્ગ ભારે હાડમારીમાં આવી પડ્યો. ખેતીપ્રધાન દેશ ઑસ્ટ્રેલિયા ઇંગ્લંડની બેંકનું પિતાનું દેવું આપી ન શક્યો અને ખેતીની પેદાશના ભાવે બેસી જવાને કારણે નાદાર થઈ જવાની અણી પર આવી ગયો હતો. એમાંથી ઊગરવાને માટે ઇગ્લેંડના બૅકવાળાઓની કડક શરતે તેને કબૂલ રાખવી પડી. મંદીના કાળમાં બેંકો અને શરાફે અથવા નાણાં ધીરનારાઓને વર્ગ માતબર બને છે અને બીજા વર્ગો ઉપર તે પિતાનું પ્રભુત્વ જમાવે છે.
- યુનાઈટેડ સ્ટેટ્સ ધીર બંધ કરી તેથી તેમ જ મંદીને લીધે દક્ષિણ અમે રિકામાં કટોકટી ઊભી થઈ અને તેને પરિણામે ઘણીખરી પ્રજાસત્તાક સરકારે અથવા સાચું કહેતાં ત્યાં આગળ શાસન કરતા સરમુખત્યારે ઊથલી પડ્યા. તેના આગળ પડતા દેશે આર્જેન્ટાઈન, ચિલી અને બ્રાઝિલ સહિત આખાયે દક્ષિણ અમેરિકામાં ક્રાંતિઓ થવા પામી. દક્ષિણ અમેરિકાની બધીયે ક્રાંતિઓની પિઠે એ ક્રાંતિઓ પણ રાજમહેલની ક્રાંતિઓ હતી અને એને પરિણામે માત્ર ટોચ ઉપર જ ફેરફાર થયા એટલે કે સરમુખત્યારે અને સરકારમાં પરિવર્તન થવા પામ્યું. ત્યાં આગળ લશ્કર અને પોલીસ ઉપર કાબૂ ધરાવનાર વ્યક્તિ કે વ્યક્તિસમૂહ દેશ ઉપર શાસન કરે છે. દક્ષિણ અમેરિકાની બધી જ સરકારો દેવાના ભારે બેજા નીચે હતી અને તેમાંની ઘણુંખરી સરકારે વાયદા પ્રમાણે પિતાનું દેવું ચૂકવવામાં નિષ્ફળ નીવડી હતી.