Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન જ રહેવા દેવામાં આવતાં અને ઘણી વસ્તુઓને તે ખરેખર નાશ કરવામાં આવતે. આનું એક જ ઉદાહરણ આપું : ૧૯૩૧ના જૂનથી માંડીને ૧૯૩૩ના ફેબ્રુઆરી સુધીમાં બ્રાઝિલમાં ૧૪૦,૦૦,૦૦૦ કરતાંયે વધારે કૉફીના થેલાઓને નાશ કરવામાં આવ્યું હતું. દરેક કોથળામાં ૧૩૨ રતલ કૉફી હેય છે એટલે એ રીતે ૧,૮૪,૮૦,૦૦,૦૦૦ કરતાં વધારે રતલ કેફીને નાશ કરવામાં આવે ! એ જચ્ચે આખી દુનિયાની વસ્તી માટે પૂરતું હતું. એને વહેંચવામાં આવે તે પ્રત્યેક વ્યક્તિને એક શેર કૅફી મળી રહે. અને આમ છતાંયે આપણને ખબર છે કે, કૉફીને સહર્ષ વધાવી લે એવા કરડે લેકોની કોફી ખરીદવાની ગુંજાશ નથી.
કૉફી ઉપરાંત ઘઉં અને કપાસ તેમ જ બીજી પણ અનેક વસ્તુઓને નાશ કરવામાં આવ્યું. કપાસ, રબર, ચા વગેરેનું વાવેતર મર્યાદિત કરીને ભવિષ્યમાં ઉત્પાદન ઘટાડવાનાં પગલાં પણ ભરવામાં આવ્યાં. ખેતીની નીપજની કિંમત વધારવાને માટે ઉપર્યુક્ત વસ્તુઓને નાશ કરવામાં આવ્યું હતું તેમ જ
તેમનું વાવેતર મર્યાદિત કરવામાં આવ્યું હતું. કેમકે એથી એ બધી વસ્તુઓની - તંગી પેદા થાય અને એને પરિણામે એની માગ પેદા થાય અને માગ પેદા થવાથી તેમના ભાવ ઊંચા થાય. બજારમાં પિતાને માલ વેચનાર ખેડૂતને તે એ વસ્તુ ફાયદાકારક નીવડે પરંતુ વાપરવાને માટે એ વસ્તુઓ ખરીદનારાઓની શી સ્થિતિ ? સાચે જ, આપણી આ દુનિયા અજબ જેવી છે. જે ઉત્પાદન જોઈએ તે કરતાં ઓછું થાય તે વસ્તુઓના એ ભાવ એટલા બધા વધી જાય કે મેટા ભાગના લેકે તે ખરીદી શકે નહિ અને એ રીતે તેમને હાડમારી ભેગવવી પડે. જે ઉત્પાદન વધારે પડતું થાય તે વસ્તુઓના ભાવ એટલા બધા ઘટી જાય કે ઉદ્યોગ અને ખેતી ચાલી શકે નહિ અને તેને લીધે બેકારી પેદા થાય. અને તેની પાસે ખરીદવાના પૈસા તે હોતા નથી એટલે બેકાર થયેલ માણસ કોઈ પણ વસ્તુ કેવી રીતે ખરીદી શકવાને હતે? આમ માલની અછત હોય કે તેની રેલમછેલ હોય એ બંને પરિસ્થિતિમાં આમ જનતાના નસીબમાં તે કષ્ટો અને હાડમારી જ વેઠવાનાં હોય છે.
આગળ કહી ગયો તેમ, મંદીના કાળ દરમ્યાન અમેરિકામાં કે બીજે કોઈ પણ ઠેકાણે માલની તંગી તે હતી જ નહિ. ખેડૂતે પાસે ખેતીની પેદાશ પડેલી હતી પણ તે તેઓ વેચી શકતા નહતા. અને શહેરના લેક પાસે કારખાનાંઓમાં તૈયાર થયેલે પાકે માલ પડેલું હતું પરંતુ તેઓ તેને વેચી શકતા નહોતા. અને આમ છતાંયે એકને બીજાને માલ જોઈતું હતું. ઉભય પક્ષે નાણાને અભાવ હોવાથી વિનિમયને વ્યવહાર અટકી પડ્યો. અને પછીથી, સારી પેઠે ઔદ્યોગિક બનેલા, આધુનિક સભ્યતામાં આગળ વધેલા અને મૂડીવાદી અમેરિકામાં ઘણા લેકેએ સાટાની એટલે કે વસ્તુવિનિમયની પ્રાચીન પદ્ધતિ