Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૪૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન પત્ર લખી રહ્યો છું તે કાગળે અને જેના વડે હું લખું છું તે પેન પણ તેમના વિના સંભવી ન શકે. સ્વચ્છતા રાખવા માટે, સ્વાસ્થ જાળવવા માટે તેમજ કેટલાક રોગે નિર્મૂળ કરવા માટે પણ વિજ્ઞાનને આશરો લેવો પડે છે. વ્યાવહારિક યા વિનિયુક્ત વિજ્ઞાન વિના આધુનિક દુનિયાનું કામ ચલાવવાનું બિલકુલ અશક્ય બની જાય છે. બીજાં બધાં કારણે જતાં કરીએ તેયે એક અંતિમ અને નિર્ણયાત્મક કારણ બાકી રહે છે. વિજ્ઞાનની સહાય વિના આ દુનિયાની વસ્તી માટે પૂરત ખેરાક જ પેદા ન થઈ શકે અને અધી કે તેથી વધારે વસ્તી ભૂખમરાને પરિણામે મરણ પામે. છેલ્લાં સે વરસ દરમ્યાન વસ્તી કેવી કૂદકે ને ભૂસકે વધવા પામી હતી તે હું તને કહી ગયો છું. ખોરાકની વસ્તુઓ પકવવાને તેમ જ તેમને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવાને માટે વિજ્ઞાનની સહાય લેવામાં આવે તે જ આ વધી ગયેલી વસ્તી જીવી શકે.
માનવી જીવનમાં વિજ્ઞાને જ્યારથી પ્રચંડ યંત્ર દાખલ કર્યા ત્યારથી તેમાં નિરંતર પ્રગતિ અને સુધારે થતાં જ રહ્યાં છે. દર વરસે, અરે દર મહિને એમાં નાના નાના અનેક ફેરફાર કરવામાં આવે છે અને તેને લીધે યંત્ર દિનપ્રતિદિન વધારે ને વધારે કાર્યકુશળ બનતાં જાય છે તેમ જ માનવીશ્રમ ઉપરનું તેમનું અવલંબન ઉત્તરોત્તર ઓછું થતું જાય છે. ખાસ કરીને, ૨૦મી સદીનાં છેલ્લાં ત્રીસ વરસમાં યંત્રની આ પ્રકારની સુધારણા અથવા જેને યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે તેની પ્રગતિ અતિશય ઝડપથી થવા પામી છે. છેલ્લાં થોડાં વરસો દરમ્યાન થયેલે આ ફેરફાર–હજી તે ચાલુ જ છે–એટલી બધી ત્વરાથી થવા પામ્યું છે કે, ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં ઔદ્યોગિક ક્રાંતિએ કર્યું હતું તેવું ભારે પરિવર્તન ઉદ્યોગ અને ઉત્પાદનની પદ્ધતિઓમાં તે આજે કરી રહ્યો છે. આ નવી ક્રાંતિ, પ્રધાનપણે, ઉત્પાદન કાર્યમાં દિનપ્રતિદિન વીજળીના વધતા જતા ઉપયોગને આભારી છે. આ રીતે ૨૦મી સદીમાં આપણને વીજળીની મહાન ક્રાંતિ લાધી. ખાસ કરીને અમેરિકામાં આ ક્રાંતિ થવા પામી છે. એ કાંતિને પરિણામે જીવનની બિલકુલ ભિન્ન પરિસ્થિતિ પેદા થઈ રહી છે. જેમ ૧૮મી સદીની ઔદ્યોગિક ક્રાંતિએ “યંત્રયુગ પ્રવર્તાવ્યો તે જ રીતે આ વીજળીની ક્રાંતિ આજે “શક્તિયુગ' (પાવર એઈજ) પ્રવર્તાવી રહી છે. ઉદ્યોગોમાં, રેલવેમાં અને બીજી અસંખ્ય બાબતમાં આજે વિદ્યુતશક્તિને ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુતશકિતની આજે સર્વત્ર આણ વર્તે છે. એ કારણથી જ, દીર્ધદષ્ટિ વાપરીને લેનિને સોવિયેટ રશિયામાં પાણીની મદદથી વીજળી પેદા કરવાનાં મેટાં મોટાં કારખાનાંઓ ઠેકઠેકાણે બાંધવાનું નક્કી કર્યું.
ઉદ્યોગોમાં વિદ્યુતશક્તિને ઉપયોગ કરવામાં આવતું હોવાથી તેમ જ બીજી કેટલીક સુધારણાઓ થવાને કારણે ચેડા જ ખરચથી, ઘણી વાર ભારે ફેરફાર થવા પામે છે. આમ, વીજળીથી ચાલતા યંત્રમાં સહેજ ફેરફાર કરવાથી તેનું