Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૫૦
જગતના ઇતિહાસનું રેખાદન
પરંતુ આજનું યુદ્ધ એટલે શું એ વસ્તુ કંઈક અંશે જાણી લેવી જરૂરી છે. છેલ્લા મહાયુદ્ધે ઘણા લેાકાને યુદ્ધની ભીષણતાની સારી પેઠે પ્રતીતિ કરાવી હતી. અને આમ છતાંયે, એમ કહેવામાં આવે છે કે હવે પછી થનારા યુદ્ધને મુકાબલે તા ગયું મહાયુદ્ધ કશીયે વિસાતમાં નથી. કારણ કે, છેલ્લાં ઘેાડાં વરસમાં ઔદ્યોગિક કળામાં દશગણી પ્રતિ થઈ છે તો યુદ્ધના વિજ્ઞાનમાં સેાગણી પ્રગતિ થવા પામી છે. યુદ્ધ આજે પાયદળના હુમલાની કે ઘોડેસવાર પલટણને છાપો મારવાની વસ્તુ નથી રહી. પહેલાંના સમયને પાયદળ સૈનિક કે ધોડેસવાર આજે લગભગ તીરકામઠાં જેટલા જ નકામા બની ગયા છે. આજે તે યુદ્ધ એ યાંત્રિક ટૅકા, ઍરપ્લેના અને બૅબગાળાની વસ્તુ બની ગઈ છે. એમાં ખાસ કરીને પાછલી એ વસ્તુઓ વધારે મહત્ત્વની છે. દિનપ્રતિદિન અરે પ્લેનેાની ગતિ તથા તેની કાર્યદક્ષતા વધતાં જાય છે.
જો યુદ્ધ ફાટી નીકળે તો, યુદ્ધે ચડેલાં રાષ્ટ્રો ઉપર દુશ્મન વિમાની ળના તાત્કાલિક હુમલા થશે એમ ધારવામાં આવે છે. આ એરપ્લેને યુદ્ધની જાહેરાત થતાંવેંત આવી પહોંચશે અથવા તો દુશ્મનને થાપ આપીને લાભ લેવાને અથે યુદ્ધની જાહેરાત થવા પહેલાં પણ કદાચ આવશે અને મેટાં મોટાં શહેર તથા કારખાનાંઓ ઉપર અતિશય સ્ફોટક આંબને વરસાદ વરસાવશે. કેટલાંક દુશ્મન વિમાનોના નાશ કરવામાં આવશે એ ખરું પરંતુ બચી ગયેલાં વિમાનો પણ શહેર ઉપર બૅબમારે ચલાવવા માટે પૂરતાં થઈ પડશે. વિમાનામાંથી ફેકવામાં આવેલા બગેાળાઓમાંથી ઝેરી ગૅસે બહાર આવશે અને ફેલાઇ જઈને તે આખાયે પ્રદેશને ખાઈ દેશે તથા પોતાના ક્ષેત્રમાં આવનાર પ્રત્યેક સજીવ વસ્તુઓને ગૂંગળાવીને મારી નાખશે. બિનલડાયક નાગરિક વસતીને મોટા પાયા ઉપર અતિશય નિષ્ઠુર અને કષ્ટદાયક રીતે સહાર થશે અને એને કારણે આમપ્રજાને અસહ્ય માનસિક તેમ જ શારીરિક પીડા વેઠવી પડશે. અને એકબીજી સામે રણે ચડેલી પ્રતિસ્પર્ધી સત્તાનાં મોટાં મોટાં શહેરા ઉપર એક વખતે પણ આવું થઈ શકે. યુરોપમાં લડાઈ ફાટી નીકળે તો ઘેાડા જ દિવસે કે અઠવાડિયાંઓમાં લંડન, પૅરિસ તથા સ્ખલન વગેરે શહેરા ખંડેરેના ઢગલાના રૂપમાં ફેરવાઈ જાય.
એથીયે ભૂરી દશા થવાનો સંભવ રહે છે, ઍપ્લેનેામાંથી ફેકવામાં આવતા Ăબગાળામાં જુદા જુદા ભયંકર રેગાનાં જંતુઓ પણ હાવાના સંભવ છે. અને એથી કરીને આખાયે શહેરને એ રેગેના ચેપ લાગે. આવી
રાગનાં જંતુઓની લડાઈ ' ખીજી રીતે પશુ ચલાવી શકાય છે. ખારાકને તથા પીવાના પાણીને રાગનાં જંતુઓનો ચેપ લગાડીને દૂષિત કરી શકાય છે તેમ જ પ્લેગ ફેલાવનારા દરેની પેઠે જંતુવાહક પ્રાણીઓના પણ ઉપયેગ કરી શકાય છે.
6