Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
- વિજ્ઞાનને સદુપયેાગ અને દુરુપયેગ ૧૩૫૧
આ બધું શયતાનિયતભર્યું અને ન માની શકાય એવું લાગે છે, અને એમ છે પણ ખરું. કોઈ રાક્ષસને પણ એમ કરવાનું નહિ ગમે. પરંતુ લેકે ભયથી અભિભૂત થઈ ગયા હોય અને તેઓ જીવનમરણને સંગ્રામ ખેલી રહ્યા હોય ત્યારે માન્યામાં ન આવે એવી વસ્તુઓ પણ બનવા પામે છે. દુશ્મન દેશ એવી હીન પ્રકારની અને શયતાનિયતભરી રીતે અખત્યાર કરશે એવો ડર દરેક દેશને એ બાબતમાં પહેલ કરવાને પ્રેરે છે. કેમકે, એ શસ્ત્રો એવાં તે ભયાનક હોય છે કે, એને પ્રથમ ઉપયોગ કરનાર દેશને તે ભારે લાભકારક નીવડે છે. “ભયને બહુ મોટી આંખ હોય છે !
ખરેખર, ગયા મહાયુદ્ધ દરમ્યાન ઝેરી ગેસને ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું. અને એ તે જગજાહેર છે કે બધીયે મહાન સત્તાઓ પાસે, યુદ્ધને અર્થે એવો ગેસ ઉત્પન્ન કરવાનાં મોટાં મોટાં કારખાનાંઓ છે. આનું એક વિચિત્ર પરિણામ એ આવશે કે, ખરી લડાઈ જ્યાં આગળ ખાઈઓ ખોદીને દુશ્મન લશ્કરે સામસામાં પડે છે અને એકબીજાનો સામને કરે છે તે લડાઈના મોરચા ઉપર નહિ પણ એ મોરચાઓની પાછળ શહેરમાં અને બિનલડાયક નાગરિક વસ્તીનાં ઘરે આગળ થશે. એમ પણ બને કે યુદ્ધકાળમાં લડાઈને ખરે જ સૌથી સલામત સ્થાન બની જાય કેમ કે ત્યાં આગળ સન્યનું હવાઈ હુમલાઓ, ઝેરી ગેસ તથા રોગના ચેપથી સંપૂર્ણ પણે રક્ષણ કરવામાં આવ્યું હશે ! પાછળ રહેલાં સ્ત્રી પુરુષો તથા બાળકોના સંરક્ષણ માટે એવી વ્યવસ્થા કરવામાં આવી નહિ હોય.
આ બધાનું પરિણામ શું આવે? સાર્વત્રિક વિનાશ? સદીઓના પુરુષાર્થથી ચણવામાં આવેલી સંસ્કૃતિ અને સભ્યતાની ઇમારતને અંત?
શું બનશે એની કેઈને પણ ખબર નથી. ભવિષ્યને પડદો ભેદીને તેની પાર આપણે જોઈ શકતાં નથી. દુનિયામાં આજે બે પ્રક્રિયાઓ --હરીફ અને પરસ્પર વિરોધી બે પ્રક્રિયાઓ ચાલી રહેલી આપણી નજરે પડે છે. એક સહકાર અને સમજશક્તિની અને સભ્યતાની ઇમારતના ચણતરની પ્રક્રિયા છે; બીજી સંહારની – પ્રત્યેક વસ્તુનું નિકંદન કાઢવાની પ્રક્રિયા છે. એ રીતે માણસજાત આત્મઘાત કરવાનો પ્રયાસ કરી રહી છે. એ બંને પ્રક્રિયાઓની ગતિ ઉત્તરોત્તર વધતી જ જાય છે અને બંને વિજ્ઞાનનાં શસ્ત્ર તથા કળાથી સુસજ્જ છે. એ બેમાં કઈ વિજયી નીવડશે ?