Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વિજ્ઞાનના સદુપયોગ અને દુરુપયોગ
૧૩૪૫
'
જૂનું પુરાણું બની જાય એ સંભવિત છે, નિસર્ગ તથા વિશ્વના કાયાનું રહસ્ય સમજવાને માનવી ચિત્તે ભીડેલી હામ ઉપર હું મુગ્ધ છું. આ વિશ્વના દૂરમાં દૂરના ખૂણા સુધી તે ઊડીને પહોંચી જાય છે અને તેના રહસ્યને ભેદ પામવાના પ્રયત્ન કરે છે અને અપ્રમેય જણાતી મેટામાં મોટી તેમ જ સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુને માપવાની તથા તેમને પોતાની ખાથમાં લેવાની તે હામ ભીડે છે. આ બધું જેને ‘ શુદ્ધ ' વિજ્ઞાન કહેવામાં આવે છે તેનું એટલે કે, જીવન ઉપર જેની સીધી કે તાત્કાલિક અસર નથી એવા વિજ્ઞાનનું ક્ષેત્ર છે. એ તો દેખીતું છે કે, સાપેક્ષતાના સિદ્ધાંત અથવા સ્થળ-કાળના ખ્યાલ કે આ વિશ્વના કદ ઇત્યાદિના આપણા રાજેરોજના જીવન સાથે કશે! સબંધ નથી. એમાંના ઘણાખરા સિદ્ધાંતાનો આાધાર ઉચ્ચ ગણિત ઉપર છે અને ગણિતનાં એ અટપટાં અને ઉચ્ચત્તર ક્ષેત્રે એ દૃષ્ટિથી જોતાં શુદ્ધ વિજ્ઞાન જ છે. મોટા ભાગના લોકેાને એવા પ્રકારના વિજ્ઞાનમાં ઝાઝો રસ નથી. રાજેરાજના જીવનને લાગુ પડતા વિજ્ઞાન પ્રત્યે જ તેમનું વધારે આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. છેલ્લાં દોઢસા વરસ દરમ્યાન આ વહેવારુ અથવા વિનિયુક્ત વિજ્ઞાને જ મનુષ્યના જીવનમાં ક્રાંતિ કરી નાખી છે. સાચે જ, વિજ્ઞાનની એ શાખાએ આજે જીવનનું સ ંપૂર્ણ પણે નિયમન કરે છે તેમ જ તેને ઘડે છે અને તેમના વિના આપણી હસ્તીની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે. લોકેા ઘણી વાર વીતી ગયેલા સુખદ પ્રાચીન કાળની, સત્ય યુગની વાતો કરે છે. ઇતિહાસના કેટલાક યુગે આપણને મુગ્ધ કરે એવા છે એમાં શક નથી તેમ જ કેટલીક બાબતમાં તેઓ આપણા યુગ કરતાં ચડિયાતા હાય એ પણ સંભવિત છે. પરંતુ ધણું કરીને એમના પ્રત્યેની આપણી આ મુગ્ધતા અથવા આપણું આ આકર્ષણ પણ ખીજી કાઈ વસ્તુ કરતાં લાંબા અંતર અને અમુક પ્રકારની અસ્પષ્ટતાને વિશેષે કરીને આભારી છે. અને અમુક યુગેાને કેટલાક મહાપુરુષાએ ઉજાળ્યા તથા તેમાં તેમણે પોતાની આણ વર્તાવી એટલા માટે પણ તે યુગને મહાન ગણવાને આપણે દારવાઈ જઈએ છીએ. સમગ્ર તિહાસકાળ દરમ્યાન આમજનતાની દશા તા સદાયે કંગાળ અને દુઃખદાયક જ રહી છે. વિજ્ઞાને તેમને તેમના જુગજુગ જૂના ખેાજામાંથી કઈંક રાહત આપી.
તારી આસપાસ તું નજર કરશે તે તને માલૂમ પડશે કે તારા જોવામાં આવી ઘણીખરી વસ્તુઓ કાઈ ને કાઈ રીતે વિજ્ઞાન સાથે સકળાયેલી છે. વિનિયુક્ત વિજ્ઞાનનાં સાધના દ્વારા આપણે પ્રવાસ કરીએ છીએ, એ જ રીતે આપણે એકખીજા સાથે સંસગ સાધીએ છીએ તેમ જ આપણા ખારાક પણ ધણુંખરું એ જ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે અને એક સ્થળેથી ખીજે સ્થળે લઈ જવામાં આવે છે. વિજ્ઞાનનાં સાધના વિના આપણે વાંચીએ છીએ તે છાપાં બહાર ન પડી શકે, પુસ્તકા પ્રસિદ્ધ ન થઈ શકે તેમ જ જેના ઉપર હું આ