Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાન દુનિયાને ગણકારતું નથી
૧૨૯૯ પ્રજાસંધ અને બીજી સત્તાઓને તેણે અપીલ કરી પણ તેના તરફ કેઈએ લક્ષ આપ્યું નહિ. દરેક દેશ પિતાપિતાની મુશ્કેલીઓમાં ગૂંચવાયેલું હતું અને જાપાનને વિરોધ કરીને એમાં વધારો કરવાની કોઈ પણ દેશની ઈચ્છા નહોતી. કેટલીક સત્તાઓને – ખાસ કરીને ઈંગ્લંડને જાપાન સાથે ગુપ્ત સમજૂતી થઈ હોય એ પણ સંભવિત છે. વ્યવસ્થિત રીતે લશ્કરમાં ભરતી ન થયેલા એવા ચીની સૈનિકોએ મંચૂરિયામાંના જાપાનીઓની ભારે પજવણી કરી. અને આમ છતાંયે, એ બંને દેશો વચ્ચે યુદ્ધ નહોતું ચાલતું એમ માનવામાં આવતું હતું ! જાપાનની એથીયે વધારે પજવણી કરનાર તે, ચીનમાં શરૂ થયેલી જાપાની માલના બહિષ્કારની મહાન ચળવળ હતી.
૧૯૩૨ની સાલના જાન્યુઆરી માસમાં શાંઘાઈ પાસેની ચીનની ભૂમિ ઉપર જાપાની સૈન્ય એકાએક ઊતરી આવ્યું અને આધુનિક કાળની એક ભીષણમાં ભીષણ કતલ તેણે ચલાવી. પશ્ચિમની સત્તાઓની છંછેડણી ન કરવાના આશયથી તેણે તેના વસાહતી પ્રદેશને અલગ રાખ્યા અને ચીની લેકના વસવાટના ગીચ લત્તાઓ ઉપર હુમલો કર્યો. શાંઘાઈ નજીકના મોટા પ્રદેશ ઉપર (મારા ધારવા પ્રમાણે એનું નામ ચેપી હતું.) બૅબમારે કરીને તેને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો. એથી હજારના જાન ગયા અને અસંખ્ય લેકે ઘરબાર વિનાના થઈ ગયા. એ વસ્તુ લક્ષમાં રાખજે કે, આ કંઈ લશ્કર સામેનું યુદ્ધ નહોતું. એ તે નિર્દોષ નાગરિકે ઉપરને બૅબમારે હતું. જેને આ વીરતાભર્યું કાર્ય સોંપવામાં આવ્યું હતું તે જાપાની ઍડમિરલને એ વિષે પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે, “નાગરિકે ઉપર આ આંધળે બેબમારે વધુ બે જ દિવસ ચાલુ રાખવો” એવું જાપાને રહેમ દૃષ્ટિથી નક્કી કર્યું છે ! શાંઘાઈમાંને લંડનના “ટાઈમ્સ” પત્રને જાપાનની તરફેણ કરનાર ખબરપત્રી પણ આ હત્યાકાંડ જોઈને ચોંકી ઊડ્યો હતો. તેણે એને જાપાનીઓએ કરેલી ચીનાઓની
સામુદાયિક કતલ' તરીકે વર્ણવી છે. ચીના લેકે ઉપર એની કેટલી ભારે અસર થઈ હશે એની તે કલ્પના જ કરવી રહી. હાહાકાર અને ક્રોધનું મોજું આખાયે ચીન ઉપર ફરી વળ્યું અને આ હેવાનિયતભરી પરદેશીઓની ચડાઈ સામે દેશમાંની જુદી જુદી સરકારે તથા જુદા જુદા લડાયક સરદારો પરસ્પરનાં ઝેરવેર તથા સ્પર્ધા ભૂલી ગયા અથવા કહો કે ભૂલી ગયા હોય એમ જણાયું. જાપાન સામે એકત્રિત સામનાની વાતે થવા લાગી અને દેશના અંદરના ભાગમાંની સામ્યવાદી સરકારે પણ પિતાની સેવા નાસ્કિન સરકારને આપવા જણાવ્યું, તાજુબીની વાત તે એ છે કે, આમ છતાંયે, નાસ્કિન કે તેના નેતા ચ્યાંગ-કાઈ શકે આગળ વધતા જતા જાપાની લશ્કર સામે શાંધાઈને બચાવ કરવા માટે કશોયે પગલાં ભર્યા નહિ. નાન્કિને આ સંબંધમાં એટલું કર્યું કે એની સામે તેણે પ્રજાસંઘમાં પિતાને વિરોધ નોંધાવ્યું. જાપાનીઓની સામે એકત્રિત સામનો