Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮૧. સેવિયેટ રાજયની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા
૧૧ જુલાઈ, ૧૯૨૩ • સેવિયેટ રશિયાની પંચવર્ષીયેજના એ એક ભગીરથ કાર્ય હતું. વાસ્તવમાં એ એકીસાથે કરવામાં આવેલી અનેક ક્રાંતિઓ હતી. ખાસ કરીને જૂની રીતે કરવામાં આવતી નાના પાયા ઉપરની ખેતીને બદલે મોટા પાયા ઉપરની સામૂહિક અને યાંત્રિક પદ્ધતિની ખેતી દાખલ કરનાર કૃષિવિષયક તેમ જ રશિયાનું પવનવેગે ઉદ્યોગીકરણ કરનાર એ ઔદ્યોગિક ક્રાંતિ હતી. પરંતુ એની પાછળ રહેલી ભાવના એ પ્રસ્તુત લેજનાનું સૌથી રસિક લક્ષણ હતું. કેમકે રાજકારણ તેમ જ ઉદ્યોગના ક્ષેત્રમાં દાખલ થયેલી એ નવી જ ભાવના હતી. એ વિજ્ઞાનની ભાવના હતી – સમાજરચના કરવામાં કાળજીપૂર્વક વિચારી કાઢેલી વૈજ્ઞાનિક પદ્ધતિ અખત્યાર કરવાને એ પ્રયાસ હતે. કોઈ પણ દેશમાં, સૌથી આગળ વધેલા દેશમાં પણ, આવું કદીયે કરવામાં આવ્યું નહોતું. અને મનુષ્યને અંગેની તેમ જ સામાજિક બાબતોમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિ લાગુ પાડવી એ સોવિયેટ લેજના અથવા સંજનનું પ્રધાન લક્ષણ છે. સેવિયેટના એ ઉદાહરણ ઉપરથી જ આખું જગત આજે સંજનની વાત કરી રહ્યું છે. પરંતુ મૂડીવાદી વ્યવસ્થામાં જ્યાં સમાજવ્યવસ્થાને પાયો જ હરીફાઈ અને ખાનગી મિલકતનાં સ્થાપિત હિતેનાં રક્ષણ ઉપર નિર્ભર હોય એવી સ્થિતિમાં અસરકારક સાજન કરવાનું મુશ્કેલ હોય છે.
પરંતુ હું આગળ કહી ગયે છું તેમ, પંચવર્ષી યોજનાને કારણે પ્રજાને ભારે હાડમારી અને મુશ્કેલીઓ વેઠવી પડી તેમ જ દેશમાં ભારે ઊથલપાથલ થવા પામી. એને માટે પ્રજાને ભારે કિંમત ચૂકવવી પડી. મોટા ભાગના લોકોએ સ્વેચ્છાપૂર્વક એ કિંમત ચૂકવી અને ભવિષ્યમાં આવનારા સારા સમયની આશાથી બલિદાન આપ્યાં અને યાતનાઓ ધીરજપૂર્વક સહી લીધી; પરંતુ કેટલાક લોકોએ એ કિંમત અનિચ્છાએ અને માત્ર સરકારના દબાણને વશ થઈને જ ચૂકવી. એમાં કુલકે અથવા ધનિક ખેડૂતેને સૌથી વિશેષ સહન કરવું પડયું. તેમની ખાસ લાગવગ અને ધનદોલતને કારણે તેઓ નવી વ્યવસ્થા સાથે પોતાને મેળ સાધી શક્યા નહિ, તેઓ મૂડીદાર હતા સમાજવાદી પદ્ધતિથી સામૂહિક ખેતીની ખિલવણીના કાર્યમાં તેઓ બાધા નાખતા હતા. ઘણી વાર તે તેઓ ખેતીને સામૂહિક ધોરણ ઉપર મૂકવાનો જ વિરોધ કરતા, અથવા તે તેને અંદરથી દુર્બળ બનાવવાને યા તેમાંથી વધારે પડતા અંગત ન કરવાને તેઓ કદી