Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૨૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન સામ્રાજ્યવાદી રાષ્ટ્ર સામ્યવાદને દાબી દેવાને હમેશાં ઇતેજાર હેય છે. અને એને માટે તેઓ નિરંતર કાવાદાવા અને પ્રપંચ કર્યા કરે છે. એથી કરીને
શેવિકેને જીવ સદાયે ઊંચે રહે છે અને સહેજ પણ છંછેડણી થતાં તેમની આંખ મટી થઈ જાય છે. ઘણી વાર તેમની એ ચિંતા સકારણ હોય છે અને દેશની અંદર પણ મોટા પાયા ઉપરના ભાંગફેડના અથવા તે તેમનાં કારખાનાઓ તથા બીજા મેટા મેટા ઉદ્યોગને નાશ કરવાના પ્રયાસને તેમને સામને કરવાને હેમ છે.
૧૯૭૨ની સાલ સોવિયેટ રાજ્ય માટે ભારે કટોકટીનું વરસ હતું. ભાંગફેડ તથા સામુદાયિક માલિકીની મિલકતની ચેરી સામે સરકારે અતિશય કડક પગલાં ભર્યા. સામુદાયિક ખેતીના બગીચાઓમાં ચેરીના આવા અનેક બનાવો બનવા પામ્યા હતા. સામાન્ય રીતે સોવિયેટમાં મોતની સજા નથી પરંતુ પ્રતિક્રાંતિના દાખલાઓમાં તે દાખલ કરવામાં આવી. સેવિયેટ સરકારે એ હુકમ બહાર પાડ્યો કે સામુદાયિક માલિકીની મિલકતની ચોરી કરવી એ પ્રતિક્રાંતિ કરવા બરાબર છે અને તેથી એ ગુનાને માટે મોતની સજા કરી શકાય. કેમકે, સ્ટેલિનના કહેવા પ્રમાણે, “જે મૂડીવાદીઓએ રવાના મિલકત પવિત્ર તથા તેને દ્રોહ ન કરાય એવી છે એમ જણાવીને તેમના સમયમાં મૂડીવાદી વ્યવસ્થાને મજબૂત બનાવી તે પછી આપણે સામ્યવાદીઓએ એ રીતે સમાજવાદી અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાને માટે જાહેર મિલકતને એથીયે વિશેષે કરીને પવિત્ર અને તેને દ્રોહ ન કરી શકાય એવી છે એમ જણાવવું જોઈએ.”
લકાની હાડમારી હળવી કરવા માટે સેવિયેટ સરકારે બીજા ઉપાયો પણ લીધા. સામૂહિક ખેતરે તેમ જ વ્યક્તિગત ખેતરેને પિતાની વધારાની પેદાશ સીધેસીધી શહેરના બજારમાં વેચવાની છૂટ આપવામાં આવી એ એને માટે સૌથી મહત્ત્વનો ઉપાય હતે. આ વસ્તુ આપણને, લશ્કરી અથવા ઉદ્દામ પ્રકારના સામ્યવાદના કાળ પછી નવી આર્થિક નીતિનો અમલ કરવામાં આવ્યો હતો તેની કંઈક અંશે યાદ આપે છે. પરંતુ તે વખતના કરતાં સેવિયેટ રાજ્ય હવે સાવ બદલાઈ ગયું હતું. સમાજવાદની દિશામાં એ ઘણું આગળ વધ્યું છે, હવે તે ઔદ્યોગિક બન્યું છે તેમ જ તેની ખેતી ઘણે મોટે ભાગે સામૂહિક અથવા સામુદાયિક બની ગઈ છે.
૧૯૨૯થી ૧૯૩૩ના ગાળામાં ખેતીના બે લાખ સામૂહિક બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે તેમ જ ત્યાં આગળ રાજ્ય તરફથી ચલાવવામાં આવતા લગભગ પાંચ હજાર ખેતીના બગીચાઓ પણ છે. રાજ્ય તરફથી ચલાવવામાં આવતા ખેતીના બગીચાઓ ઈતર બગીચાઓ માટે આદર્શરૂપ હોવાનું માનવામાં આવે છે અને એવા કેટલાક બગીચાઓ તે બહુ જ મોટા છે. એ ગાળામાં બીજા એક લાખ વીસ હજાર ટેકટરે દાખલ કરવામાં આવ્યાં અને