Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
(
’
રેલવે, ઍરાપ્લેને, વીજળી, વાયરલેસ અને વિજ્ઞાનમાંથી નીપજેલી એવી ખીજી અનેક વસ્તુઓ વી રીતે અસ્તિત્વમાં આવી તે વિષે વિચાર કર્યાં વિના જ આપણામાંના ઘણા મોટા ભાગના લોકો તેમનો ઉપયોગ કરે છે. એ મેળવવા માટે જાણે આપણે અધિકારી હોઈએ એમ આપણે એ બધી વસ્તુઓને વિષે માની લઈએ છીએ. અને આપણે આગળ વધેલા યુગમાં જીવીએ છીએ તથા આપણે પોતે પણ આગળ વધેલા ' છીએ એ હકીકત માટે આપણે સૌ મગરૂરી લઈ એ છીએ. આગળના યુગેા કરતાં આપણા યુગ બિલકુલ ભિન્ન છે એ વસ્તુ નિર્વિવાદ છે અને મને લાગે છે કે, એ આગળના યુગા કરતાં ઘણા આગળ વધેલા છે એમ કહેવું એ સંપૂર્ણપણે સાચું છે. પરંતુ એને અર્થ એવા નથી વ્યક્તિ કે સમૂહો તરીકે આપણે પહેલાં કરતાં ઘણાં આગળ વધેલાં છીએ. એંજિન હાંકનારે એંજિન હાંકી શકે છે અને પ્લેટ તથા સૉક્રેટિસ એ હાંકી શકતા ન હતા એટલા ખાતર એન્જિન હાંકનારા પ્લેટ અને સાક્રેટિસ કરતાં વધારે આગળ વધેલા કે ચડિયાતા છે એમ કહેવું એ તે બેવકૂફીની પરાકાષ્ટા કહેવાય. પરંતુ પ્લેટાના સમયના રથ કરતાં એંજિન એ વહનનું વધારે આગળ વધેલું સાધન છે એમ કહેવું એ બિલકુલ વાજબી છે.
આજકાલ આપણે સંખ્યાબંધ પુસ્તક વાંચીએ છીએ અને મને લાગે છે કે એમાંનાં ઘણાંખરાં પુસ્તકે વાહિયાત હોય છે. પ્રાચીન સમયમાં લેક ગણ્યાંગાંઠ્યાં પુસ્તકા વાંચતા પરંતુ એ સારાં પુસ્તકા હતાં અને લેકાને તેમનું સારું જ્ઞાન હતું. સ્પિનેઝા યુરોપના એક મોટામાં મોટા ફિલસૂફ હતા. તે સમ વિદ્વાન અને જ્ઞાની હતા. તે ૧૭મી સદીમાં આમસ્ટરડામમાં થઈ ગયા. એમ કહેવાય છે કે, તેના પુસ્તકાલયમાં સાઠ કરતાંયે ઓછાં પુસ્તકા હતાં.
૧૩૩૮
એથી કરીને, દુનિયામાં જ્ઞાનનો વધારો થવાથી આપણે અનિવાર્ય પણે વધારે સારા અને સમજુ થઈ એ જ છીએ એમ નથી હેતું એ વસ્તુ આપણે બરાબર સમજી લઈએ એ ઠીક છે. આપણે એનેા લાભ ઉઠાવીએ તે પહેલાં એ જ્ઞાનને સદુપયોગ કેમ કરવા એ આપણે જાણી લેવું જોઈ એ. આપણી વેગીલી મેટરમાં બેસીને આપણે આગળ ધસી જઈ એ તે પહેલાં ક્યાં જવું છે તે આપણે જાણી લેવું જોઈએ. કહેવાની મતલબ એ છે કે, જીવનનો હેતુ તેમ જ તેનું ધ્યેય શું હોવું જોઈ એ એના આપણને કઇક ખ્યાલ હોવા જોઈ એ. અસંખ્ય લકાને આજે એના જરા સરખા પણ ખ્યાલ હોતો નથી અને તે એ નણુવાની માથાકૂટમાં પણ કદી પડતા નથી. તેઓ વિજ્ઞાનના યુગમાં જીવે છે એ ખરું પરંતુ તેમનું તથા તેમનાં કાર્યોનું નિયંત્રણ તે જુગ જુગ જૂના વિચારો કરી રહ્યા હોય છે. આ સ્થિતિમાં મુશ્કેલીઓ આવી પડે અને ઘણુ થવા પામે એ સ્વાભાવિક છે. કાઈ ચતુર વાંદરો મેટર ચલાવતાં શીખે એ બનવાજોગ છે પરંતુ તે સલામત મેટર હાંકનાર ભાગ્યે જ થઈ શકે.