Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮૨. વિજ્ઞાનની પ્રગતિ
૧૩ જુલાઈ, ૧૯૩૩ મહાયુદ્ધ પછીનાં વરસ દરમ્યાન બનેલા રાજકીય બનાની બાબતમાં મેં તને વિસ્તારથી લખ્યું છે. એ સમય દરમ્યાન દુનિયાભરમાં થયેલા આર્થિક ફેરફારો વિષે પણ મેં તને થોડું લખ્યું છે. આ પત્રમાં હું તને બીજી બાબતે વિષે, ખાસ કરીને વિજ્ઞાન વિષે તથા તેની અસર વિષે લખવા માગું છું.
પરંતુ હું વિજ્ઞાનની વાત ઉપર આવું તે પહેલાં, મહાયુદ્ધ પછી સ્ત્રીઓની સ્થિતિમાં થયેલા ભારે ફેરફારની મારે તને ફરીથી યાદ આપવી જોઈએ. કાયદાનાં, સમાજનાં તેમ જ રૂઢિનાં બંધનમાંથી સ્ત્રીઓની આ કહેવાતી
મુક્તિ”ની શરૂઆત ૧૯મી સદીથી થઈ હતી. એ કાળમાં મોટા મેટા ઉદ્યોગ શરૂ થયા અને તેમાં સ્ત્રીમજૂરોને પણ સ્થાન મળ્યું. ૧૯મી સદીમાં સ્ત્રીઓની મુક્તિની દિશામાં ધીમી પ્રગતિ થઈ. પછીથી યુદ્ધકાળની સ્થિતિએ એ પ્રક્રિયા ઝડપી બનાવી અને મહાયુદ્ધ પછીનાં વરસમાં તે તે લગભગ સંપૂર્ણતાએ પહોંચી. જેને વિષે હું મારા આગલા પત્રમાં તને લખી ગયો છું તે તાજીકિસ્તાનમાં પણ આજે પિતાના સ્ત્રી દાક્તરે, શિક્ષક અને ઇજનેરે છે. થોડા જ વખત પહેલાં ત્યાંની સ્ત્રીઓ પડદામાં રહેતી હતી. તું તેમ જ તારી પેઢી તે ઘણું કરીને એમ જ માનશે કે આ બધું પહેલેથી ચાલતું જ આવ્યું છે. અને આમ છતાંયે માત્ર એશિયામાં નહિ પણ યુરોપમાંયે એ વસ્તુ નવી જ છે. તે કરતાં ઓછાં વરસે ઉપર, ૧૮૪૦ની સાલમાં લંડનમાં
ગુલામી વિરોધી પરિષદ” મળી હતી. એમાં અમેરિકાથી સ્ત્રીઓ પ્રતિનિધિઓ તરીકે આવી હતી. ત્યાં આગળ હબસી ગુલામના પ્રશ્ન ઘણા લોકોના મનમાં ભારે ગડમથલ પેદા કરી હતી. પરંતુ, કઈ પણ સ્ત્રીએ જાહેરસભામાં ભાગ લે એ અનુચિત અને આખીયે સ્ત્રી જાતિની અર્ધગતિ કરનારું છે એ કારણસર પરિષદે સ્ત્રી પ્રતિનિધિઓને દાખલ કરવાની ના પાડી હતી !
અને હવે આપણે વિજ્ઞાન ઉપર આવીએ. સોવિયેટ રશિયાની પંચવર્ષી જનાની વાત કરતાં મેં તને કહ્યું હતું કે, એમાં સામાજિક બાબતેને વિષે વિજ્ઞાનની ભાવના કામે લગાડવામાં આવી હતી. અમુક અંશે, છેલ્લાં દોઢ વરસથી પશ્ચિમની સભ્યતાની પાછળ એ જ ભાવના કાર્ય કરી રહી હતી. એ ભાવનાની અસર વધતી ગઈ તેમ તેમ અજ્ઞાન, જાદુ અને વહેમ ઉપર રચાયેલા વિચારે બાજુએ ધકેલાતા જાય છે અને વિજ્ઞાનને સુસંગત ન હોય એવી પદ્ધતિઓ અને ક્રિયાઓનો વિરોધ કરવામાં આવે છે. એને અર્થ એ નથી કે અજ્ઞાન, જાદુ અને વહેમ ઉપર વિજ્ઞાનની ભાવનાએ સંપૂર્ણ વિજય મેળવ્યો