Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૪૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન સેયની અણી લે નરી આંખે જોઈ શકાય એવી એ નાનામાં નાની વસ્તુ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પુરવાર કરવામાં આવ્યું છે કે, એક રીતે, એ સમયની અણી પોતે પણ એક વિશ્વતુલ્ય છે ! એમાં એકબીજાની આસપાસ ચક્કર ચક્કર ફરતા અણુઓને સમાવેશ થાય છે અને દરેક અણુ એકબીજાને સ્પર્શ કર્યા વિના એકબીજાની આસપાસ ભ્રમણ કરતા પરમાણુઓને બનેલે છે અને પ્રત્યેક પરમાણુ અનેક વિદ્યુતકણે અથવા વિજકારાઓને બોલે છે. એને પ્રેટોન અને ઇલેકટ્રેન કહેવામાં આવે છે. એ પણ અતિશય તીવ્ર ગતિથી ફરતા રહે છે. એના કરતાંયે સૂક્ષ્મ પોઝિટ્રેન, ન્યૂટ્રોન અને ડેન્ટોન છે. એવો અંદાજ કાઢવામાં આવ્યું છે કે, પિઝિટ્રોનનું જીવન સરાસરી સેકંડના એક અબજાંશ જેટલા સમયનું હોય છે. અતિશય સૂક્ષ્મ પ્રમાણમાં, અવકાશમાં ગળગળ ભ્રમણ કરતા રહે અને તારાગણના જેવું જ એ છે. યાદ રાખજે કે, અણુ એટલે બધે નાનું હોય છે કે સૌથી વધારે શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે જોઈ શકાતું નથી અને પરમાણુઓ, પ્રોટોને અને ઇલેક્ટ્રોની તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આમ છતાંયે, વિજ્ઞાનની પ્રયોગપદ્ધતિ એટલી બધી આગળ વધી છે કે, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોને વિષે સારી પેઠે માહિતી એકઠી કરવામાં આવી છે. અને તાજેતરમાં પરમાણુને તોડીને તેના ટુકડા કરવામાં આવ્યા છે.
વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતને વિચાર કરતાં તે આપણને ચક્કર આવી જાય છે. તેમને સમજવાનું બહુ મુશ્કેલ હોય છે. હવે હું તને એથીયે વિશેષ આશ્ચર્યકારક હકીકત કહીશ. આપણને આટલી મોટી લાગતી આપણી આ પૃથ્વી સૂર્યને એક નાનકડો ગ્રહ છે. અને સૂર્ય પિતે પણ એક નાનકડે અને અતિશય ક્ષુલ્લક તારે છે. આખીયે સૂર્યમાળા એ અવકાશના મહાસાગરમાં એક બિંદુ સમાન છે. વિશ્વનાં અંતરે એટલાં બધાં લાંબાં હોય છે કે તેના કેટલાક ભાગોમાંથી પ્રકાશને આવતાં હજારો અને લાખ વરસ લાગે છે. આમ આપણે રાત્રે કઈ તારે જોઈએ છીએ ત્યારે આપણે જે જોઈએ છીએ તે આપણે જોતી વખતે જે જોઈએ છીએ તે નથી હોતું. પણ એ પ્રકાશકિરણ પિતાને લાંબે પ્રવાસે નીકળ્યું ત્યારે જે હતું તે જોઈએ છીએ. આપણાં સુધી એ કિરણને પહોંચતાં હજારે વરસ વીત્યાં હોય એમ બનવા સંભવ છે. કાળ અને સ્થળ સંબંધી આપણા ખ્યાલમાં આ બધી વસ્તુઓથી ભારે ગોટાળો પેદા થાય છે. એથી કરીને આવી બાબતે વિષે વિચાર કરવામાં આઈન્સ્ટાઈનના સ્થળ-કાળને ખ્યાલ આપણને વધારે મદદરૂપ થાય છે. સ્થળને છોડી દઈને જે આપણે માત્ર કાળને જ વિચાર કરીએ તે ભૂતકાળ અને વર્તમાનકાળ મિશ્રિત થઈ જાય છે. કેમ કે આપણે જે તારને જોઈએ છીએ તે આપણે માટે વર્તમાન છે. આમ છતાંયે આપણે જે જોઈએ