Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સેવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૩૫ હતા પરંતુ તેમને પરસ્પર સંબંધ એક સરખી રીતે ખરાબ રહ્યો હતે. એશિયા ખંડની ભૂમિ ઉપરની જાપાનની મહત્ત્વાકાંક્ષાઓના માર્ગમાં રશિયા એક અંતરાયરૂપ થઈને ઊભું છે. અને તેમની વચ્ચે સરહદને અંગે વારંવાર ઝઘડા થયા કરે છે. જાપાનની સરકાર સોવિયેટને હમેશાં ઘેચપરાણે કરતી રહે છે. અને તેમની વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની અનેક વાર વાતે ઊડે છે. પરંતુ દર વખતે રશિયાએ યુદ્ધ કરવા કરતાં અપમાન ગળી જવાનું જ ઉચિત ધાયું છે.
ઇંગ્લેંડ અને રશિયા વચ્ચેનું ઘર્ષણ એ આંતરરાષ્ટ્રીય રાજકારણનું એક કાયમી લક્ષણ છે. ૧૯૯૩ની સાલમાં મેસ્કમાં બ્રિટિશ ઇજનેરે ઉપર કામ ચલાવવામાં આવ્યું તેને પરિણામે બંને દેશોએ બદલો વાળવા માટે સામસામાં પગલાં ભર્યા. પરંતુ એ તોફાન પસાર થઈ ગયું અને તેમની વચ્ચે ફરી પાછા હમેશ મુજબના સંબંધે બંધાયા. અમેરિકા અને રશિયાનાં હિતે વચ્ચે દુનિયાભરમાં ક્યાંયે ભાગ્યે જ ઘર્ષણ થવા પામે છે.
પરંતુ, જર્મનીમાં નાઝી સરકારને ઉદય થવાથી રશિયાને માટે એક આક્રમણકારી અને ઉગ્ર એ નો દુશ્મન પેદા થયેલ છે. તે સીધી રીતે તે રશિયાને ઝાઝું નુકસાન કરી શકે એમ નથી પણ ભવિષ્યનું તે એક ભારે જોખમ છે. યુરોપમાં ફાસીવાદી વલણ વધતું જાય છે. - આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સોવિયેટ રશિયા ઘણુંખરું એક સંતુષ્ટ સત્તાની જેમ વર્તે છે. તે હરેક પ્રકારની મુશ્કેલીઓ ટાળવાને અને કઈ પણ ભોગે સુલેહશાંતિ ટકાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બીજા દેશોમાં ક્રાંતિની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપનારી ક્રાંતિકારી નીતિથી એ વસ્તુ સાવ ઊલટી છે. બહારની બધીયે ગૂંચવણોથી અળગા રહેવાની તેમ જ એક જ દેશમાં સમાજવાદી વ્યવસ્થા નિર્માણ કરવાની એ રાષ્ટ્રીય નીતિ છે. એને પરિણામે, અનિવાર્યપણે સામ્રાજ્યવાદી તેમ જ મૂડીવાદી સત્તાઓ સાથે બાંધછોડ અથવા સમજૂતી કરવી પડે છે. પરંતુ સોવિયેટ અર્થવ્યવસ્થાનો પાયે તત્ત્વતઃ તે સમાજવાદી જ રહે છે અને એને મળેલી સફળતા એ જ સમાજવાદની તરફેણની એક સબળ દલીલ છે.
૧૯૩૩ના જુલાઈમાં સોવિયેટ રશિયાની એ સ્થિતિ હતી. તે વખતે લંડનમાં જગતની આર્થિક પરિષદ ભરાઈ હતી. આ પ્રસંગને લાભ લઈને પ્રસ્તુત પરિષદમાં હાજર રહેલા અફઘાનિસ્તાન, એસ્ટોનિયા, લેટવિયા, ઈરાન, પિલેંડ, રૂમાનિયા, તુક અને લિથુઆનિયા વગેરે પિતાના પાડોશીઓ સાથે રશિયાએ બિનઆક્રમણના કરાર કર્યા. જાપાન આ વખતે પણ પહેલાંની પેઠે એમાંથી અળગું રહ્યું.