Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સેાવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૩૩ સર્વ સત્તાધીશ પ્રજાસત્તાક બન્યું. ૧૯૨૫ની સાલમાં ઉઝએક પ્રદેશની અંદર જ તાજીકનું સ્વ-શાસિત પ્રજાસત્તાક ઊભું થયું. ૧૯૨૯ની સાલમાં તાજીકિસ્તાનનું સ્વાયત્ત અથવા સર્વસત્તાધીશ પ્રજાસત્તાક બન્યું. અને તે સેવિયેટ સમવાયતંત્રના સાત રાજ્યેામાંનું એક છે.
તાકિસ્તાનને સ્વાયત્ત રાજ્યને દરજ્જો તા પ્રાપ્ત થયા, પરંતુ એ એક નાનકડે અને પછાત દેશ છે તથા તેની વસ્તી દશ લાખ કરતાંયે ઓછી છે. ત્યાં આગળ અવરજવર માટેનાં કશાં સાધના નથી અને જે કંઈ રસ્તા છે તે ઊંટની અવરજવર માટેના છે. નવા અમલમાં રસ્તાઓ, ખેતી, ખેતીને પાણી આપવાનાં સાધના, ઉદ્યોગા, કેળવણી તેમ જ સ્વાસ્થ્ય અંગેનાં સાધનો વગેરે સુધારવાનાં તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યાં. મેટરના રસ્તા બાંધવામાં આવ્યા, કપાસનું વાવેતર શરૂ કરવામાં આવ્યું અને પાણીની સગવડ થવાને કારણે તેના પાક બહુ જ સફળ થયા. ૧૯૩૧ની સાલની અધવચ સુધીમાં ૬૦ ટકા કરતાંયે વધારે કપાસની ખેતીના બગીચાઓને સામૂહિક કરી દેવામાં આવ્યા તેમ જ મેટા ભાગનાં અનાજનાં ખેતરોને પણ સામૂહિક બનાવી દેવામાં આવ્યાં. વીજળીનું કારખાનું બાંધવામાં આવ્યું અને આઠ સુતરાઉ કાપડની મિલે તથા ત્રણ તેલની મિલે ત્યાં આગળ ઊભી થઈ. ઉઝબેકિસ્તાનમાં થઈને સોવિયેટ રાજ્યની રેલવે લાઇન સાથે જોડતી એક રેલવે લાઈન પણ ત્યાં બાંધવામાં આવી તેમ જ મુખ્ય હવાઈ માર્ગ સાથે એ દેશનું જોડાણ કરતા વિમાની વહેવાર પણ ત્યાં શરૂ કરી દેવામાં આવ્યા.
૧૯૨૯ની સાલમાં આખા દેશમાં માત્ર એક જ દવાખાનું હતું. ૧૯૩૨ની સાલમાં ત્યાં આગળ ૬૧ સ્પિતાલા અને ૩૭ દાંતનાં દવાખાનાં થઈ ગયાં. ઇસ્પિતાલામાં દર્દીઓ માટેનાં એકદરે ૨૧૨૫ બિછાનાં હતાં અને ૨૦ દાક્તરા હતા. નીચેના આંકડાઓ ઉપરથી કેળવણીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિના ખ્યાલ કરી શકાય.
૧૯૨૫ની સાલમાં માત્ર ૬ આધુનિક શાળા.
:
૧૯૨૬ના અંતમાં : ૧૧૩ શાળાઓ અને ૨૩૦૦ વિદ્યાથીઓ.
૧૯૨૯ની સાલમાં : ૫૦૦ શાળાઓ.
૧૯૭૧ની સાલમાં: ૨૦૦૦ કરતાંયે વધારે કેળવણીની સંસ્થા અને ૧૨૦,૦૦૦ કરતાંયે વધારે વિદ્યાથી ઓ.
અલબત્ત, કેળવણીની પાછળ કરવામાં આવેલા ખરચના આંકડા કૂદકે ને ભૂસકે વધી ગયા. ૧૯૨૯-૩૦નું શાળાનું ખરચ ૮૦ લાખ રૂબલનું (એક રૂબલ સામાન્ય રીતે એ શિલિંગની બરાબર હોય છે પણ તેના મૂલ્યમાં ફેરફાર થતો રહે છે.) હતું. અને ૧૯૩૦-૩૧નું ખરચ બે કરોડ એંશી લાખ રૂબલનું હતું. સામાન્ય શાળાએ ઉપરાંત ત્યાં આગળ કિન્ડરગાર્ટન એટલે કે શિશુ-શાળાઓ,
૬-૪૨