Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૩૦
વિજ્ઞાનની પ્રગતિ છે. ના, હજી તો દિલ્હી બહુ દૂર છે. પરંતુ એ દિશામાં બેશક ભારે પ્રાંત થઈ છે અને ૧૯મી સદીમાં કેટલીયે ભાખતામાં એ ભાવનાને જ્વલંત વિજય થયા છે.
ઉદ્યોગો તેમ જ વનને વિજ્ઞાનની પદ્ધતિ લાગુ પાડવાથી ૧૯મી સદીમાં ભારે ફેરફારો થવા પામ્યા હતા એ વિષે હું તને આગળ લખી ચૂક્યો છું. એ ફેરફારને કારણે દુનિયાની અને ખાસ કરીને પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાની સૂરત બદલાઈ ગઈ, આગળનાં હજારો વરસા દરમ્યાન જેટલા ફેરફારા નહેાતા થયા એટલા ફેરફારો એ એક સદી દરમ્યાન તેમનામાં થવા પામ્યા. ૧૯મી સદી દરમ્યાન, યુરાપની વસ્તીમાં થયેલા જબરદસ્ત વધારો એક આશ્ચર્યકારક ઘટના છે. ૧૮૦૦ની સાલમાં આખાયે યુરોપની વસતી ૧૮ કરોડની હતી. ધીમે ધીમે વધીને યુગેાના યુગ પછી યુરોપની વસતી એટલી થઈ હતી. પછી તે કૂદકે ને ભૂસકે વધવા લાગી અને ૧૯૧૪ની સાલમાં તે ૪૬ કરોડની થઈ. વળી, એ સમય દરમ્યાન યુરાપના લાકા લાખોની સ ંખ્યામાં ખીજા ખંડેામાં અને ખાસ કરીને અમેરિકા વસવાટ કરવાને યુરોપ છેોડી ગયા હતા. એવા પરદેશામાં જઈ વસનારા લોકાને આંકડા આપણે ચાર કરોડના મૂકીએ. આ રીતે, સા કરતાં કંઈક વધારે વરસાના સમય દરમ્યાન યુરોપની વસ્તી ૧૮ કરોડથી વધીને લગભગ ૫૦ કરોડ જેટલી થઈ. વસ્તીના ખાસ ધ્યાન ખેંચે એવા વધારો યુરોપના ઔદ્યોગિક દેશોમાં થવા પામ્યા હતા. ૧૮મી સદીના આર ંભમાં ઇંગ્લેંડની વસતી માત્ર પાંચ લાખની હતી અને પશ્ચિમ યુરોપમાં તે સૌથી ગરીબ દેશ હતો. એ દુનિયાના સૌથી વધારે તવગર દેશ બન્યા અને તેની વસ્તી વધીને ૪ કરોડની થઈ ગઈ.
નિસર્ગની પ્રક્રિયા ઉપર વધારે કાબૂ પ્રાપ્ત થવાથી અથવા સાચુ કહેતાં એ વિષેની સમજ વધવાથી આ વસ્તી અને સંપત્તિને વધારો થવા પામ્યા. વિજ્ઞાનના જ્ઞાનને કારણે એ વસ્તુ શક્ય બની. માણસના જ્ઞાનમાં તે ઘણા વધારો થયા પરંતુ એમ ન ધારી લઈશ કે એથી કરીને અનિવાય પણે તેની સમજ અથવા ડહાપણમાં પણ વધારે થયા. પોતાના જીવનનું ધ્યેય શું છે અથવા શું હોવું જોઈએ એ વિષેના કાઈ પણ પ્રકારના સ્પષ્ટ ખ્યાલ વિના જ માણસા નિસર્ગનાં બળાનું નિય ંત્રણ કરે છે અને તેના ઉપયોગ કરે છે. વેગીલી મોટર ઉપયાગી અને ઇન્ક્વાજોગ વસ્તુ છે, પરંતુ એમાં એસીને ક્યાં જવું છે એની માણસને બરાબર ખબર હોવી જોઈએ. જો એને ખરાખર ચલાવવામાં ન આવે તે કાઈ ટેકરાની ધાર ઉપરથી તે નીચે પડી જાય. બ્રિટિશ ઍસેસિયેશન આક્ સાયન્સના પ્રમુખે તાજેતરમાં જણાવ્યું હતું કે, પોતાની જાત ઉપર કેવી રીતે કાબૂ રાખવા તે જાણ્યા પહેલાં જ નિસર્ગ ઉપરનો કાબૂ માણસનો હાથમાં મૂકવામાં આવ્યેા છે.’
6