Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૨૧
જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ એક બાજુએ ખાધાખોરાકીની વસ્તુઓની તંગી ઉત્તરોત્તર વધતી જતી હતી અને બીજી બાજુએ આખાયે સેવિયેટ રાજ્યમાં વસ્તી કૂદકે ને ભૂસકે વધે જતી હતી. ખેતીની પેદાશની પ્રમાણમાં બહુ ધીમી પ્રગતિને મુકાબલે વસતીને આ ઝડપી વધારે એ સેવિયેટની સામે ઊભે થયેલે મુખ્ય પ્રશ્ન હતે. ક્રાંતિ પહેલાં, સોવિયેટ રાજ્યની હકૂમત નીચેના આજના પ્રદેશની . વસ્તી તેર કરેડની હતી. આંતરવિગ્રહમાં જાનમાલની ભારે ખુવારી થવા છતાંયે એ પછીનાં વરસોમાં થયેલ વસતીને વધારે જોઈએ: સાલ
જન સંખ્યા ૧૯૧૭
૧૩૦,૦૦૦,૦૦૦ ૧૯૨૬
૧૪૯,૦૦૦,૦૦૦ ૧૯૨૯
૧૫૪,૦૦૦,૦૦૦ ૧૯૩૦
૧૫૮,૦૦૦,૦૦૦ - ૧૯૩૩ (વસંત ઋતુને અંદાજ) ૧૬૫,૦૦૦,૦૦૦
આ રીતે પંદર વરસ કરતાં કંઈક વધારે સમયમાં સોવિયેટની વસ્તીમાં સાડા ત્રણ કરોડને વધારે છે. એટલે કે એ સમય દરમ્યાન તેમની વસ્તીમાં ૨૬ ટકાનો વધારો થયે અને એ વસ્તુ અસાધારણ છે.
એકંદરે જોતાં આખાયે સેવિયેટ રાજ્યમાં વસતી વધી એટલું જ નહિ પણ ખાસ કરીને શહેરમાં તે વધવા પામી. જૂનાં શહેર ઉત્તરોત્તર મોટાં થતાં ગયાં અને રણપ્રદેશમાં તેમ જ “સ્ટેપેઝ” એટલે કે ભેજવાળાં મેદાનમાં પણ નવાં ઔદ્યોગિક શહેરે ઊભાં થયાં. પંચવર્ષી યોજના પ્રમાણે ઉપાડવામાં આવેલાં મોટાં મેટાં અનેક કાર્યોમાં કામ કરવાના આશયથી પ્રેરાઈને સંખ્યાબંધ લેકે પિતાનાં ગામ છેડીને શહેરમાં જઈ વસ્યા. ૧૯૧૭ની સાલમાં સેવિયેટ રાજ્યમાં એક લાખથી વધુ વસ્તીવાળાં ચોવીસ શહેરો હતાં. ૧૯૨૬ની સાલમાં
ત્યાં આગળ એવાં એકત્રીશ અને ૧૯૩૩ની સાલમાં પચાશ કરતાંયે વધારે શહેરે હતાં. પંદર વરસની અંદર સેવિયેટે સે કરતાંયે વધારે ઔદ્યોગિક શહેર ઊભાં કર્યા હતાં. ૧૯૧૩ની સાલથી ૧૯૩૨ની સાલ સુધીમાં મોસ્કોની વસતી બેવડી થઈ ગઈ એટલે કે તે ૧૬ લાખથી વધીને ૩૨ લાખની થઈ ગઈ લેનિનગ્રાડની વસ્તીમાં દશ લાખને વધારે થયે અને તે લગભગ ત્રીસ લાખ સુધી પહોંચી ગઈ. કેકેસસની પેલી પાર આવેલા બાકુ શહેરની વસ્તી પણ ૩૩૪,૦૦૦થી વધીને ૬૬૦,૦૦૦ એટલે કે બેવડી થઈ ગઈ. એકંદરે જોતાં શહેરની વસ્તી ૧૯૧૩ની સાલમાં બે કરોડની હતી તે વધીને ૧૯૩રની સાલમાં સાડા ત્રણ કરોડની થઈ
શહેરમાં જઈને ત્યાંને મજૂર બનનાર ગામડાંને ખેડૂત અનાજને ઉત્પાદક મટી જાય છે. કારખાનાના મજૂર કે કામદાર તરીકે તે યંત્રો કે ઓજારો