Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રશિયાની પંચવર્ષી જના
૧૩૧૯ અતિશય કાળજીભરી વિચારણા તથા તપાસ પછી જ આ પંચવર્ષી યેજના તૈયાર કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક તથા ઇજનેરેએ આખાયે દેશનું નિરીક્ષણ કર્યું હતું તથા સંખ્યાબંધ નિષ્ણાતેએ પ્રસ્તુત કાર્યક્રમના એક ભાગના બીજા ભાગ સાથે મેળ બેસાડવાના પ્રશ્ન ઉપર સારી પેઠે ચર્ચા કરી હતી કેમકે, બધી વસ્તુઓને પરસ્પર મેળ બેસાડવામાં જ ખરી મુશ્કેલી આવતી હતી. દાખલા તરીકે, પૂરતા પ્રમાણમાં કાચા માલ મળતું ન હોય તે મોટું કારખાનું ઊભું કરવાને શું અર્થ ? વળી, કાચે માલ પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેય તેયે તેને કારખાના સુધી પહોંચાડવાનો પ્રશ્ન ઊભો થાય છે. આ રીતે માલની લાવલઈજાના પ્રશ્નને પણ ઉકેલ કરવાનો હતો. આથી રેલવે બાંધવામાં આવી. પણ રેલવેને માટે કેલસાની જરૂર હોય છે, એટલે કેલસાની ખાણ ખોદવામાં આવી. વળી, ખુદ કારખાનું ચલાવવાને માટે પણ વિજળીના બળની જરૂર પડે છે. કારખાનાંઓને વિદ્યુત બળ પૂરું પાડવા માટે મેટી મેટી નદીઓમાં બંધ બાંધીને પાણીના બળથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી. પછીથી, કારખાનાંઓ ચલાવવા, મેટા મોટા ખેતીના બગીચાઓનું કામ ચલાવવા તેમ જ શહેર અને ગામડાઓમાં દીવાબત્તી કરવાને કાર મારફતે એ વિદ્યુતશક્તિ પહોંચાડવામાં આવી. અને છેવટે, આ બધું કરવાને માટે ઈજનેરે, યંત્રવિશારદ, તાલીમ પામેલા મજૂરે જોઈએ અને ટૂંક સમયમાં હજારની સંખ્યામાં તાલીમ પામેલાં સ્ત્રીપુરુષો તૈયાર કરવાં એ કંઈ સહેલ વાત નથી. સમજે કે ખેતર ઉપર મોટરથી ચાલતાં હજારે ટ્રેકટરે મેકલી આપ્યાં પણ તેમને ચલાવે કેણું?
પંચવર્ષી યોજનામાંથી ઊભી થતી અસાધારણ ગૂંચવણે અને અટપટા પ્રશ્નોને તને કંઈક ખ્યાલ આવે એટલા માટે મેં આ થેડા દાખલા આપ્યા છે. એમાં એક પણ ભૂલ થવા પામે છે તેનાં દૂરગામી પરિણામે આવે એમ હતું; પ્રવૃત્તિઓની સાંકળની એક પણ કડી નબળી હોય તો તે આખીયે કાર્ય પરંપરાને ભાવી અથવા અટકાવી દે. પરંતુ મૂડીવાદી દેશે કરતાં રશિયાને એક ભારે અનુકૂળતા હતી. મૂડીવાદી વ્યવસ્થામાં આ બધી પ્રવૃત્તિઓ વ્યક્તિગત ફરજ અને આકસ્મિકતા ઉપર છોડવામાં આવે છે અને હરીફાઈને કારણે તેમાં ઘણે પરિશ્રમ એળે જાય છે. એક જ બજારમાં આવનારા, વેચનારાઓ તથા ખરીદનારાઓ વચ્ચે જે આકસ્મિક સહયોગ થવા પામે છે તે સિવાય ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્પાદક તથા જુદું જુદું કામ કરનારા કામદારે વચ્ચે સહયોગ નથી હોતે. ટૂંકમાં કહીએ તે મૂડીવાદી વ્યવસ્થામાં મોટા પાયા ઉપર સંયેજન હેતું નથી. જુદી જુદી વેપારી પેઢીઓ વ્યક્તિગત રીતે પિતાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે પેજના કરતી હશે અને કરે છે પણ ખરી, પરંતુ મોટા ભાગની આવી વ્યક્તિગત જનાઓમાં બીજી વ્યક્તિગત પેઢીઓને થાપ