Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૨૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન આપીને તેમની આગળ નીકળી જવાને અને તેમને ભેગે લાભ મેળવી લેવાના પ્રયાસોને જ સમાવેશ થાય છે. એકંદરે સમગ્ર રાષ્ટ્રની દૃષ્ટિથી જોતાં, એ વસ્તુ સજનથી સાવ ઊલટી પરિસ્થિતિમાં જ પરિણમે છે, એટલે કે દેશમાં બેહદ સમૃદ્ધિ અને અપાર દારિદ્ય એકબીજાના પડખામાં ઊભાં થાય છે. સોવિયેટ સરકારને ખાસ લાભ એ હતું કે, સમગ્ર રાજ્યના બધાયે ઉદ્યોગો તથા પ્રવૃત્તિઓ ઉપર તેને કાબૂ હતે. એથી કરીને જેમાં દરેક પ્રવૃત્તિને યોગ્ય સ્થાન મળે એવી એક સુમેળવાળી યેજના તે તૈયાર કરી શકી.ગણતરીની કે સંચાલનની ભૂલ થવાને પરિણામે થતા બગાડ સિવાય એ રીતે બીજા કોઈ પણ પ્રકારને બગાડ થતું નથી અને એવી ભૂલે પણ એથી ઊલટી સ્થિતિમાં સુધારી શકાય તેના કરતાં ઘણા ઓછા સમયમાં એકીકૃત નિયંત્રણથી સુધારી શકાય છે.
સોવિયેટ રાજ્યમાં ઉદ્યોગને મજબૂત પાયો નાખો એ પ્રસ્તુત યોજનાને હેતુ હતે. દરેક જણને જરૂરી હોય એવી કાપડ વગેરે વસ્તુઓ ઉત્પન્ન કરવાને માટે કારખાનાંઓ ઊભાં કરવાનો આશય એની પાછળ નહોતા. હિંદની પેઠે પરદેશથી યંત્રે ખરીદીને કારખાનાઓ ઊભાં કરી દેવાં એ તે સહેલ વાત હતી. આવા રેજના વપરાશની ચીજો પેદા કરનારા ઉદ્યોગોને “હળવા ઉદ્યોગો' કહેવામાં આવે છે. આ હળવા ઉદ્યોગે જેમને “ભારે ઉદ્યોગો' કહેવામાં આવે છે તેમના ઉપર અનિવાર્યપણે આધાર રાખે છે; એમાં લેટું, પિલાદ તથા યંત્ર બનાવનારા ઉદ્યોગને સમાવેશ થાય છે. આ ઉદ્યોગો,
હળવા ઉદ્યોગોને' માટે યંત્રો તથા બીજી સાધનસામગ્રી તેમ જ એંજિને વગેરે વસ્તુઓ પૂરી પાડે છે. ભારે દીર્ધદર્શિતા વાપરીને સોવિયેટ સરકારે પિતાની પંચવર્ષીયેજનામાં આ પાયાના અથવા “ભારે ઉદ્યોગ” ઉપર પિતાનું લક્ષ કેન્દ્રિત કરવાનું નકકી કર્યું. ઉદ્યોગીકરણને પાયે આ રીતે મજબૂત બને અને પછીથી હળવા ઉદ્યોગે ઊભા કરવાનું કામ બહુ જ સુગમ થઈ જાય. આ ભારે ઉદ્યોગે યંત્રો તથા લડાઈના સરંજામ માટેની રશિયાની વિદેશ ઉપરની પરવશતા પણ ઘણી ઓછી કરી નાખતા હતા.
રશિયાના વર્તમાન સંજોગોમાં ભારે ઉદ્યોગોની આ પસંદગી એ બહુ જ ઉઘાડી વસ્તુ હતી પરંતુ એ માટે અથાક પરિશ્રમ કરવાની જરૂર હતી તેમ જ એમાં પ્રજાને માટે ભારે હાડમારીઓ અને વિટંબણાઓ વેઠવાપણું હતું. હળવા કરતાં ભારે ઉદ્યોગે ઘણું જ વધારે ખરચાળ હોય છે અને એ બે વચ્ચે મહત્વને તફાવત તે એ છે કે, ભારે ઉદ્યોગો હળવા ઉદ્યોગો કરતાં ઘણું લાંબા વખત પછી કમાણી કરતા થાય છે. કાપડની મિલ તરત જ કાપડ બનાવવાનું શરૂ કરે છે અને પ્રજામાં તે તાત્કાળ વેચી શકાય છે; રેજના વપરાશની વસ્તુઓ બનાવનાર બીજા હળવા ઉદ્યોગોની બાબતમાં પણ એમ જ હોય છે.