Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૦૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન વધુ મહિનાઓ સુધી પાછી ઠેલવામાં આવી. પરંતુ આખરે તે પ્રાસંઘને એ ? પ્રશ્ન હાથ ધર જ પડ્યો. એ બાબતમાં અમેરિકાનું વલણ ઈગ્લેંડથી સાવ જુદું હતું; તેનું વલણ જાપાનની અતિશય વિરુદ્ધ હતું. અમેરિકાએ જાહેર કર્યું કે જાપાને મંચૂરિયામાં કે બીજે કઈ પણ ઠેકાણે બળજબરીથી કરેલે ફેરફાર તે માન્ય રાખનાર નથી. અમેરિકાનું આવું કડક વલણ હોવા છતાંયે ઈંગ્લડે અને અમુક અંશે કાંસ, ઈટાલી તથા જર્મનીએ જાપાનને ટેકો આપે.
પ્રજાસંધ જ્યારે કઈ પણ પ્રકારના નિર્ણય ઉપર આવવાનું ટાળી રહ્યો હતું ત્યારે જાપાને એક નવું પગલું ભર્યું. ૧૯૩૩ની સાલના નવા વરસના દિવસે જાપાની લશ્કરે ખુદ ચીનની ભૂમિ ઉપર એકાએક દેખા દીધી અને મહાન દીવાલની ચીન તરફની બાજુએ આવેલા શાનહેકવાન શહેર ઉપર હલ્લે કર્યો. મેટી મોટી તપે તથા ડિસ્ટેરોમાંથી તેના ઉપર તપમાર અને એરોપ્લેનમાંથી બૅબમારે કરવામાં આવ્યું. એ બિલકુલ આધુનિક લડાયક સાધનથી કરવામાં આવેલ હુમલે હો અને શાનહેકવાન શહેર “ભડકે બળતા ખંડિયેરે માં ફેરવાઈ ગયું. તેના સંખ્યાબંધ રહેવાશીઓ મરણ પામ્યા તથા ઘાયલ થઈને પડ્યા અને પછી જાપાની લશ્કર ચીનના જેહોલ પ્રાંતમાં કૂચ કરી ગયું અને પીપિંગની નજીક પહોંચી ગયું. એને માટે એવું બહાનું બતાવવામાં આવ્યું કે, “ધાડપાડુઓ” મંચૂકુઓ ઉપર હુમલે કરવાને માટે જેહેલને પિતાના મુખ્ય મથક તરીકે વાપરી રહ્યા છે અને કહે ન કહે પણ જેહેલ એ મંચૂકુઓને એક ભાગ જ છે !
આ નવા આક્રમણ તથા નવા વરસના દિવસની કતલથી પ્રજાસંધની ઊંઘ ઊડી, અને મુખ્યત્વે કરીને નાની સત્તાઓના આગ્રહને વશ થઈને પ્રજાસંઘે લીટન અહેવાલને મંજૂર રાખતે તથા જાપાનને વખોડી કાઢતે ઠરાવ પસાર કર્યો. જાપાની સરકારે એની લેશમાત્ર પણ પરવા ન કરી (ઈગ્લેંડ તેમ જ બીજી કેટલીક મહાન સત્તાઓ તેને ગુપ્ત રીતે ટેકે આપી રહી હતી એની તેને
ક્યાં ખબર નહોતી ?) અને તે પ્રજાસંધમાંથી ચાલી નીકળ્યું. પ્રજાસંધમાંથી રાજીનામું આપ્યા પછી જાપાને ચૂપચાપ પીપિંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેને નહિ જે જ સામને કરવામાં આવ્યું અને જાપાની લશ્કર લગભગ પીપિંગના દરવાજા સુધી આવી પહોંચ્યું ત્યારે ૧૯૩૩ની સાલના મે માસમાં ચીન અને જાપાન વચ્ચે તહકૂબીની જાહેરાત કરવામાં આવી. જાપાન વિજયી નીવડયું હતું. જાપાની આક્રમણની સામે તેમણે જે લાચારીભર્યું વલણ દાખવ્યું તેથી કરીને નાસ્કિન સરકાર તથા તે વખતને કુ-મીન-ટાંગ પક્ષ ચીનમાં અતિશય અપ્રિય થઈ ગયાં એમાં નવાઈ પામવા જેવું કશું નથી.
મંચૂરિયાને વિષે મેં ઘણું કહી નાખ્યું. એનું મહત્ત્વ એટલા માટે છે કે ચીનના ભાવિ ઉપર એની અસર પડે છે. પરંતુ એનું એથીયે વિશેષ મહત્વ