Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન સંગઠિત કરવાને સુધ્ધાં તેણે પ્રયત્ન ન કર્યો. નાસ્કિન સરકાર મોટી મોટી વાતે કરતી હતી અને દેશમાં ક્રોધને દાવાનળ સળગી રહ્યો હતો તે છતાંયે જાપાનીઓને સામનો કરવાની તેની ઇચ્છા હોય એમ જણાતું નહોતું.
અને એ પછી, શાંઘાઈના દ્વાર આગળ દક્ષિણમાંથી એક અજબ પ્રકારનું સૈન્ય આવીને ઊભું. એને “૧૯મું પાયદળ સૈન્ય' કહેવામાં આવતું હતું. એ કેન્ટોનના લેકેનું બનેલું હતું પરંતુ કેન્ટોન કે નાકિન એ બેમાંથી એકે સરકારના હુકમ નીચે તે નહોતું. એ ચીંથરેહાલ સૈન્ય હતું. તેની પાસે નહિ જેવી જ સાધનસામગ્રી હતી. તેની પાસે મેટી લેપ નહોતી, તેમને ગણવેશ કંગાળ હતું તથા ચીનના શિયાળાની સખત ઠંડીથી પિતાનું રક્ષણ કરવા પૂરતાં કપડાં પણ તેમની પાસે નહોતાં. એ સૈન્યમાં કેટલાક ૧૪ અને ૧૬ વરસના છોકરાઓ હતા; અને કેટલાક તે માત્ર ૧૨ વરસના જ હતા. વ્યાંગ-કાર્ય-શેકના હુકમને વિરોધ કરીને આ ચીંથરેહાલ સૈન્ય જાપાનીઓ સામે લડવાને તથા તેમને ખાળી રાખવાનો નિર્ણય કર્યો. ૧૯૩૨ની સાલના જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માસનાં બે અઠવાડિયાં સુધી નાસ્કિન તરફની કશીયે મદદ વિના તેઓ લડ્યા. અને લડવામાં તેમણે એવી અપૂર્વ વીરતા દાખવી કે ઘણું વધારે બળવાન તેમ જ વધારે સારી રીતે સજજ થયેલા જાપાનીઓને તેમણે રેકી રાખ્યા. આથી જાપાનીઓને ભારે આશ્ચર્ય થયું. તેમની એ વીરતાથી માત્ર જાપાનીઓ જ નહિ પણ પરદેશી સત્તાઓ તથા ખુદ ચીનની પ્રજા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. બે અઠવાડિયાં સુધી એકલે હાથે લડ્યા પછી અને જ્યારે સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે ચાંગ-કાઈ શકે બચાવમાં મદદ કરવા માટે પિતાનું થોડું લશ્કર મોકલ્યું. - ૧૯મા પાયદળ સૈન્ય ઇતિહાસ સર અને તે જગમશહૂર બન્યું. તેણે કરેલા બચાવથી જાપાનીઓની જનાઓ ઊંધી વળી ગઈ અને શાંઘાઈમાંનાં પિતાનાં હિતેને વિષે પશ્ચિમની સત્તાઓ પણ ચિંતાતુર હતી એટલે જાપાની સૈન્યને શાંઘાઈની આસપાસના પ્રદેશમાંથી ધીમે ધીમે ખસેડી લેવામાં આવ્યું અને વહાણમાં ભરીને તેને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યું. એ લક્ષમાં રાખવા જેવું છે કે જેમાં હજારો માણસોએ જાન ગુમાવ્યા હતા તે ચેપીના હત્યાકાંડના બનાવ અથવા તે પવિત્ર સંધિઓ તથા આંતરરાષ્ટ્રીય કરારોના ભંગ કરતાં આ પશ્ચિમની સત્તાઓને પિતાનાં આર્થિક તેમ જ બીજાં હિતે સાચવવાની વધારે પડી હતી. પ્રજાસંધ આગળ આ બાબતમાં અનેક વાર ફરિયાદ કરવામાં આવી પરંતુ કેઈ ને કઈ બહાને સક્રિય પગલું ભરવાનું તેણે હમેશાં મેકૂફ રાખ્યું. ખરેખાત યુદ્ધ ચાલી રહ્યું હતું તથા હજારો માણસે મરાયા હતા અને હજી પણ મરાઈ રહ્યા હતા એ વસ્તુ પ્રજાસંઘની દૃષ્ટિએ તાકીદની નહોતી. એમ કહેવામાં આવ્યું કે, એ સાચું યુદ્ધ નહોતું; કેમ કે