Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૦૩
જગતના ઇતિહાસનું રેખાદર્શન
બ્રિાંભન્ન થઈ ગયેલા રાષ્ટ્રનું ધડતર કરવાનો મહાન પ્રશ્ન તેમણે હાથમાં લીધા. એના ઘડતરને માટે તથા રચનાત્મક કાર્ય કરવાને અર્થે તેમને રેલવેનાં એંજિના, ડબ્બાઓ, મેટરના ખટારા, ટ્રેકટર, કારખાનાંઓની સાધનસામગ્રી ત્યાદિ યા અને સરસામાનની જરૂર હતી. એ બધી વસ્તુ તેમને પરદેશેામાંથી ખરીદવાની હતી પરંતુ એને માટે તેમની પાસે જૂજ નાણાં હતાં. આથી તેમણે ખરીદેલા માલનાં નાણાં અનુકૂળ હપતાથી ચૂકવી શકાય એટલા માટે તેમણે પરદેશામાં શાખ મેળવવાના પ્રયાસો કર્યાં. પરંતુ જુદા જુદા દેશને એકખીજા સાથે એલચાલને વહેવાર હાય તા જ શાખ મળી શકે; તે એકબીજાને સત્તાવાર રીતે માન્ય રાખતા જ ન હોય તે નહિ. આથી સાવિયેટ રશિયા માટી સત્તા તરફ્થી માન્યતા પ્રાપ્ત કરવાને તેમ જ તેમની સાથે રાજદ્વારી અને વેપારી સંબંધ બાંધવાને અતિશય ઉત્સુક હતું. પરંતુ આ માટી સામ્રાજ્યવાદી સત્તાએ સાવિયેટને તેમ જ તેનાં બધાંયે કાને ધિક્કારતી હતી; સામ્યવાદ એ તેમને મન ધૃણાપાત્ર વસ્તુ હતી અને તેને નાશ કરવા જોઈએ એવી તેમની માન્યતા હતી. ખરેખર, ક્રાંતિના કાળમાં રશિયાના મામલામાં વચ્ચે પડીને તથા તેની સામે લશ્કર મોકલીને તેમણે સામ્યવાદને નાશ કરવાની કશિશ કરી હતી પણ એમાં તેમને નિષ્ફળતા મળી. સેવિયેટ રશિયા સાથે કશાયે સબંધ ન રાખવાનું તેમણે પસંદ કર્યું હોત પરંતુ આખી પૃથ્વીના છઠ્ઠા ભાગ જેટલા વિશાળ પ્રદેશ ઉપર કાબૂ ધરાવનારી સરકારની ઉપેક્ષા કરવાનું પણ મુશ્કેલ હોય છે. વળી, મોટા જથામાં કીમતી યંત્રે ખરીદનાર એક સારા ધરાકની ઉપેક્ષા કરવી એ તો એથીયે વિશેષ મુશ્કેલ છે. રશિયા જેવા ખેતીપ્રધાન અને જર્મની, ઇંગ્લંડ તથા અમેરિકા જેવા ઉદ્યોગપ્રધાન દેશેા વચ્ચેના વેપાર ઉભય પક્ષને ફાયદાકારક હોય છે; કેમકે, રશિયાને યંત્રની જરૂર હતી અને તે સસ્તું અનાજ તેમ જ કાચો માલ પૂરો પાડી શકે એમ હતું.
.
પરંતુ સામ્યવાદના દ્વેષ કરતાં કેથળીનું ખેંચાણુ વધુ પ્રબળ નીવડયુ અને લગભગ બધા જ દેશોએ સેવિયેટ સરકારને માન્ય કરી તેમ જ તેમાંના ઘણાખરા દેશોએ તેની સાથે વેપારના કરાર કર્યાં. એક માત્ર અમેરિકાએ જ સુસંગત રહીને સાવિયેટને માન્ય રાખવાનો ઇન્કાર કર્યાં. પરંતુ, આમ છતાંયે યુનાઈટેડ સ્ટેટ્સ તથા રશિયા વચ્ચે વેપાર ચાલે છે.
આ રીતે સોવિયેટ ઘણીખરી મૂડીવાદી તેમ જ સામ્રાજ્યવાદી સત્તા સાથે સબંધ બાંધ્યા અને ૧૯૨૨ની સાલમાં પરાજિત જમનીએ તેની સાથે કરેલી સધિના તેને જે રીતે લાભ મળ્યા હતા તે જ રીતે પ્રસ્તુત સત્તાની પરસ્પરની સ્પર્ધાને તેને આ વખતે પણ કંઈક અંશે લાભ મળ્યો. પરંતુ એ
* ૧૯૩૩ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સે સેવિયેટ રાજ્યને માન્ય કર્યું અને તે એ દેશા વચ્ચે રાજદ્વારી સંબધા શરૂ થયા.