Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૦૪
જગતના ઈતિહાસનું રેખાદર્શન નામે સુધ્ધાં ચીની છે. પરંતુ ચીનના કેન્દ્રથી તેઓ બહુ દૂર પડેલા છે અને ગેબીના રણને લીધે તેઓ ચીનથી બિલકુલ અળગા પડી ગયા છે. ત્યાંનાં અવરજવરનાં સાધને બહુ જ પુરાણી પદ્ધતિનાં છે. ચીન સાથે તેમને સાંકળનારાં બંધને બહુ મજબૂત નથી. ત્યાં આગળ વારંવાર તુર્ક રાષ્ટ્રવાદની ભાવના ફાટી નીકળે છે. મહાયુદ્ધ પછીથી આ વિશાળ પ્રદેશ આંતરરાષ્ટ્રીય કાવાદાવા તથા પ્રપંચનું સ્થાન બની ગયો છે. ઇંગ્લંડ, રશિયા તથા જાપાન એક બીજા સામે તેમ જ ચીની સરકાર સામે કાવતરાં રચે છે તેમ જ ત્યાંના હરીફ સરદારને મદદ આપે છે.
૧૯૩૩ની સાલના આરંભમાં સીંકિયાંગમાં તુર્ક બળો ફાટી નીકળે અને મારકંદ તથા કાશગરમાં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. અંગ્રેજોએ આ બળવાને ઉત્તેજન આપવાનો આરોપ સોવિયેટ ઉપર મૂક્યો. પરંતુ રશિયાએ અંગ્રેજો ઉપર ખુલ્લેખુલ્લી રીતે આરોપ મૂક્યો કે, ચીન અને રશિયા વચ્ચે મંચૂકુઓ જેવું એક મધ્યવર્તી રાજ્ય ઊભું કરવા માટે એ બળ તેમણે કરાવ્યું છે. સીંકિયાંગમાં બળવો કરાવનાર બ્રિટિશ લશ્કરી અમલદારના નામને સુધ્ધાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું.
સેંધઃ સક્યિાંગમાંને આ બળ ચીની સરકારના પક્ષકારોએ દાબી દીધું હતું. દેખીતી રીતે જ, સોવિયેટ સત્તાધારીઓ તરફની તેમને એ કાર્યમાં બિનસત્તાવાર રીતે થોડી મદદ મળી હતી. એને પરિણામે મધ્ય એશિયામાં સોવિયેટની પ્રતિષ્ઠા વધી ગઈ અને બ્રિટિશેની પ્રતિષ્ઠા ઘટવા પામી.
૧૭૯. સમાજવાદી સોવિયેટનું સંયુક્ત રાજય
૭ જુલાઈ, ૧૯૩૩ હવે આપણે સેવિયેટના મુલક રશિયા જઈએ અને તેની વાત આપણે જ્યાંથી અધૂરી મૂકી હતી ત્યાંથી આગળ ચલાવીએ. આપણે રશિયાની ક્રાંતિના નેતા તથા તેના પ્રેરક લેનિનના મરણ સુધી એટલે કે ૧૯૨૪ના જાન્યુઆરી માસ સુધી આવી પહોંચ્યાં હતાં. એ પછી બીજા દેશને વિષે મેં તને લખેલા પત્રોમાં રશિયાને વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુરોપના પ્રશ્ન વિષે વિચાર કરતાં કે હિંદુસ્તાનની સરહદ અથવા તુર્કી અને ઈરાન વગેરે મધ્ય પૂર્વના દેશે યા તે ચીન કે જાપાન વગેરે દૂર પૂર્વના દેશોની વાત કરતાં વખતેવખત રશિયા વચ્ચે આવી પડયું છે. એક દેશનું રાજકારણ અથવા અર્થકારણ બીજા દેશના રાજકારણ કે અર્થકારણથી અળગું પાડવું એ અતિશય મુશ્કેલ – ના, અશક્ય છે, એ વસ્તુની પ્રતીતિ હવે તને થવા