Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૫ લાગી હશે. છેલ્લાં થોડાં વરસ દરમ્યાન રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના પરસ્પર સંબંધ તથા તેમની વચ્ચેના પરસ્પરાવલંબનમાં ખૂબ વધારે થવા પામે છે અને આખી દુનિયા અનેક રીતે એક જ ઘટક બનતી જાય છે. ઇતિહાસ આંતરરાષ્ટ્રીય અથવા જગવ્યાપી બની ગયો છે અને સમગ્ર દુનિયા ઉપર નજર રાખીએ તે જ એક દેશને ઈતિહાસ પણ સમજી શકાય છે.
યુરેપ તથા એશિયામાં સેવિયેટના સંયુક્ત રાજ્ય આવરેલે જબરદસ્ત પ્રદેશ મૂડીવાદી જગતથી અળગે ઊભેલે છે, તે છતાયે સર્વત્ર તે બાકીની દુનિયા સાથે સંબંધમાં આવે છે તેમ જ ઘણી વાર તેને તેની સાથે અથડામણ થાય છે. આગલા પત્રમાં પૂર્વના દેશો પરત્વે સેવિયેટે અખત્યાર કરેલી ઉદાર નીતિ વિષે, તુર્કી, ઈરાન તથા અફઘાનિસ્તાનને તેણે કરેલી મદદ વિષે તેમ જ ચીન સાથેના તેના નિકટના સંબંધ વિષે તથા તેમાં એકાએક પડેલા ભંગાણ વિષે મેં તને કહ્યું હતું. ઇંગ્લંડમાંની રશિયાની આરકોઝ પેઢી ઉપર કરવામાં આવેલા હુમલા વિષે તથા પાછળથી બનાવટી સિદ્ધ થયેલા પરંતુ એમ છતાંયે બ્રિટનની સામાન્ય ચૂંટણી ઉપર ભારે અસર કરનાર “ઝીને વેવ પત્ર વિષે પણ હું તને કહી ગયું છું. હવે હું સોવિયેટના મુલકની વચ્ચેવચ લઈ જઈને ત્યાં આગળ થઈ રહેલા અવનવા અને અદ્ભુત સામાજિક પ્રયોગની પ્રગતિનું તને નિરીક્ષણ કરાવવા માગું છું.
૧૯૧૭થી ૧૯૨૧ સુધીનાં ચાર વરસે તે તેના સંખ્યાબંધ દુશ્મનથી ક્રાંતિને બચાવવા માટે તેમની સામે લડવામાં જ ગયાં. એ યુદ્ધ, બંડ, આંતરયુદ્ધ ભૂખમરે તથા મરકીને રોમાંચક અને ચિત્તાકર્ષક કાળ હતે. ક્રાંતિને બચાવવા માટે જનતાએ બતાવેલા અસાધારણ ઉત્સાહથી તેમ જ આદર્શની રક્ષાને અર્થે દાખવવામાં આવેલી વીરતાથી એ અંધકારમાં પ્રકાશની પ્રભા ફેલાતી હતી. એને તાત્કાલિક બદલે તે તેમને કશેયે મળવાને નહોતે. પરંતુ ભાવીની મહાન આશાઓથી પ્રજાનાં હૃદય ઊભરાતાં હતાં. એ વસ્તુએ તેમને પિતાની ભયંકર યાતનાઓ સહેવાનું બળ આપ્યું એટલું જ નહિ પણ થોડા વખત માટે તે પિતાનું ખાલી પેટ પણ તેઓ ભૂલી ગયા. આ જેને “લશ્કરી સામ્યવાદ” કહેવામાં આવે છે તેને કાળ હતે.
૧૯૨૧ની સાલમાં લેનિને નવી આર્થિક નીતિને અમલ કર્યો ત્યારે પરિસ્થિતિ સહેજ હળવી થઈ એ મુજબ સામ્યવાદમાં થેડી પીછેહઠ કરવામાં આવી અને દેશનાં ભૂવા એટલે કે મધ્યમવર્ગી તો સાથે બાંધછોડ કરવામાં આવી. બેશેવિકેએ પિતાનું ધ્યેય બદલ્યું હતું એ એને અર્થ નહે. એનો અર્થ એટલે જ હતું કે આગળ ઉપર ઘણાં ડગલાં આગળ વધવાને અર્થે આરામ લેવાને તેમ જ શક્તિ મેળવવાને માટે તેઓ એક ડગલું પાછળ હઠયા હતા. આ રીતે ઠરીઠામ થઈને, ઘણે અંશે નાશ પામેલા તથા