Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન સમાન પ્રજા કે જાતિનું બનેલું રાજ્ય નહતું. જેને ખાસ કરીને રશિયા કહેવામાં આવે છે તેનું એશિયા તથા યુરોપની તાબેદાર જાતિઓ અથવા પ્રજાઓ ઉપર આધિપત્ય હતું. રશિયન સામ્રાજ્યમાં લગભગ ૨૦૦ જેટલી આવી પ્રજાઓ હતી અને એકબીજી વચ્ચે તેમનામાં ભારે તફાવત હતે. ઝારના અમલ દરમ્યાન એમના પ્રત્યે તાબેદાર અથવા પરાધીન પ્રજા તરીકે વ્યવહાર રાખવામાં આવતે અને તેમની ભાષાઓ તથા સંસ્કૃતિઓને વત્તેઓછે અંશે દાબી દેવામાં આવતી હતી. મધ્ય એશિયાની પછાત પ્રજાઓની સુધારણને માટે તે કશુંયે કરવામાં આવતું નહોતું. યહૂદીઓને પિતાને કહી શકાય એ કઈ પણ પ્રદેશ નહોતું અને બધી લઘુમતી જાતિઓમાં તેમના પ્રત્યે સૌથી બૂર વર્તાવ દાખવવામાં આવતું હતું, અને તેમની વારંવાર કરવામાં આવતી કતલની વાતે દુનિયાભરમાં જાણીતી હતી. આ બધાને કારણે એ દલિત પ્રજાઓમાંના ઘણું લેકે રશિયાની ક્રાંતિકારી ચળવળમાં ભળ્યા. જો કે તેમને પ્રધાન રસ રાષ્ટ્રીય ક્રાંતિમાં હત; સામાજિક ક્રાંતિમાં નહિ. ૧૯૧૭ની સાલના ફેબ્રુઆરી માસની ક્રાંતિ પછી સ્થપાયેલી કામચલાઉ સરકારે આ પ્રજાઓને અનેક પ્રકારનાં વચન આપ્યાં પરંતુ તેમણે એ ઉપરાંત કશું સક્રિય પગલું ભર્યું નહિ. પરંતુ લેનિને તે, ક્રાંતિ પહેલાં ઘણું સમયથી, છેક બેશેવિક પક્ષની સ્થાપના થઈ ત્યારથી, દરેક પ્રજાને સંપૂર્ણપણે અલગ તથા સ્વતંત્ર થઈ જવાની હદ સુધીને આત્મનિર્ણયને હકક આપવાને આગ્રહ રાખ્યો હતો. બોશેવિક પક્ષના જૂના કાર્યક્રમને એ એક ભાગ જ હતું. ક્રાંતિ થયા પછી બે શેવિકાએ –– હવે તેઓ દેશની સરકાર બન્યા હતા – આત્મનિર્ણયના આ સિદ્ધાંત ઉપરને પિતાને વિશ્વાસ ફરીથી જાહેર કર્યો.
આંતરવિગ્રહ દરમ્યાન થેડા વખત માટે તે ઝારશાહી સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું; સોવિયેટ પ્રજાસત્તાકની હકૂમત નીચે તે મેચ્છે તથા લેનિનગ્રાડની આસપાસને થડે પ્રદેશ જ હતે. પશ્ચિમની સત્તાઓ તરફથી મળેલા ઉત્તેજનને કારણે બાલ્ટિક સમુદ્ર ઉપરની કેટલીક પ્રજાઓ – ફિલૅન્ડ, એસ્ટેનિયા, લેટવિયા અને લીથુઆનિયા –સ્વતંત્ર થઈ ગઈ. અલબત, પિલૅડે પણ એમ જ કર્યું. આંતરવિગ્રહમાં રશિયાના સેવિયેટનો વિજય થયું અને પરદેશી લશ્કર ખસી ગયાં એટલે સાઈબેરિયા તથા મધ્ય એશિયામાં અલગ અને સ્વતંત્ર સેવિયેટ સરકારે સ્થપાઈ. આ બધી સરકારેનું ધ્યેય એક જ હેવાથી સ્વાભાવિક રીતે જ તે બધી વચ્ચે નિકટને સંબંધ હતા. ૧૯૨૩ની સાલમાં એ બધી સરકારે એકત્ર થઈ ગઈ અને તેમણે સેવિયેટના સંયુક્ત રાજ્યની સ્થાપના કરી. એનું સરકારી નામ યુનિયન ઓફ સેશ્યાલિસ્ટ સેવિયેટ રીપબ્લિકસ એટલે કે સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકને સંધ છે. અંગ્રેજીમાં ટૂંકમાં એને યુ. એસ. એસ. આર. કહેવામાં આવે છે.