Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૧૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન ભિન્ન પદ્ધતિના પુરસ્કર્તા હતા. ક્રાંતિ પહેલાં ઘણાં વરસ ઉપર ટૂંકીએ
કાયમી ક્રાંતિ ને સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતે. એ સિદ્ધાંત પ્રમાણે, તેને ગમે એટલી અનુકૂળતા હોય તેયે, એક જ દેશને માટે સંપૂર્ણ સમાજવાદની સ્થાપના કરવી એ શક્ય નથી. જગવ્યાપી ક્રાંતિ થયા પછી જ સાચો સમાજવાદ આવી શકે કેમકે એમ થાય તે જ ખેડૂતવર્ગને અસરકારક રીતે સમાજવાદી બનાવી શકાય. સમાજવાદ એ આર્થિક વિકાસ સાધવા માટેની મૂડીવાદ પછીની ઉચ્ચત્તર અવસ્થા છે. મૂડીવાદ આંતરરાષ્ટ્રીય થતાં તે તૂટવા માંડે છે. દુનિયાના મેટા ભાગમાં આ વસ્તુ બનતી આજે આપણી નજરે પડે છે. માત્ર સમાજવાદ જ આ આંતરરાષ્ટ્રીય તંત્ર સફળતાપૂર્વક ચલાવી શકે. અને તેથી જ સમાજવાદ અનિવાર્ય છે. આ માકર્સને સિદ્ધાંત હતું. પરંતુ સમાજવાદને અમલ એક જ દેશમાં એટલે કે આંતરરાષ્ટ્રીય નહિ પણ રાષ્ટ્રીય ક્ષેત્રમાં કરવામાં આવે છે તે ઊતરતી આર્થિક અવસ્થામાં ફરી પાછા પહોંચવા જેવું થાય. આંતરરાષ્ટ્રીયતા એ કોઈ પણ પ્રકારની પ્રગતિને આવશ્યક પાયે છે. અને સમાજવાદની પ્રગતિનો આધાર પણ એ જ છે. એનાથી પાછા પડવું એ શક્ય કે ઈચ્છવાજોગ નથી. એથી કરીને, ટેસ્કીના અભિપ્રાય પ્રમાણે કઈ એક જ દેશમાં – રશિયા જેવા વિશાળ દેશમાં પણ – સમાજવાદની રચના કરવાનું આર્થિક દૃષ્ટિએ શક્ય નથી. એવી ઘણી વસ્તુઓ હતી કે જેને માટે સોવિયેટ રાજ્યને પશ્ચિમના ઓદ્યોગિક દેશે ઉપર આધાર રાખવો પડતો હતે. એ તો શહેર અને ગામડાં અથવા ગ્રામપ્રદેશ વચ્ચેના સહકાર જેવું છે; પશ્ચિમના ઔદ્યોગિક દેશોની સ્થિતિ શહેર જેવી હતી અને રશિયા પ્રધાનપણે ગ્રામપ્રદેશ હોતે, રાજકીય દૃષ્ટિએ પણ, સ્કીને એવો અભિપ્રાય હતો કે મૂડીવાદી વાતાવરણમાં એક અલગ સમાજવાદી દેશ લાંબે વખત ટકી શકે નહિ. આપણે આગળ જોઈ ગયાં છીએ તેમ મૂડીવાદ તથા સમાજવાદ એ બંને અસંગત છે એટલે કે તે બંનેને મેળ ખાઈ શકે એમ નથી. આ સ્થિતિમાં કાં તે મૂડીવાદી દેશો સમાજવાદી દેશને કચરી નાખે અથવા તે મૂડીવાદી દેશોમાં સામાજિક ક્રાંતિ થવા પામે અને સર્વત્ર સમાજવાદની સ્થાપના થાય. અલબત, થોડા સમય માટે અથવા કેટલાંક વરસ સુધી એ બંને એકીસાથે અસ્થિર હાલતમાં ટકી રહે એ બનવાજોગ છે ખરું.
ક્રાંતિ પહેલાં તેમ જ પછી બધાયે બેશેવિક આગેવાનોને ઘણે અંશે આ અભિપ્રાય હોય એમ જણાય છે. જગવ્યાપી ક્રાંતિ થાય અથવા કંઈ નહિ તે યુરોપના કેટલાક દેશમાં પણ ક્રાંતિ થાય એની તેઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. થોડા મહિનાઓ સુધી યુરોપના વાતાવરણમાં ભારે કડાકા થતા રહ્યા પરંતુ ફાટી નીકળ્યા વિના જ તેફાન પસાર થઈ ગયું. ઠરીઠામ થઈને રશિયાએ નવી આર્થિક નીતિ અખત્યાર કરી અને તે રેજના સામાન્ય જીવન