Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૯૭
જાપાન દુનિયાને ગણકારતું નથી તથા સ્ત્રીઓને પણ સમાવેશ થતો હતે. એ એક કંઈક આશ્ચર્યકારક ઘટના છે કે જાપાનમાં કેટલાયે શ્રીમંત યુવકે સામ્યવાદ તરફ આકર્ષાયા છે. હિંદમાં તેમ જ બીજા સ્થળની પેઠે જાપાનમાં પણ પ્રગતિશીલ વિચારકને ગુનેગારો કરતાંયે વિશેષ જોખમકારક લેખવામાં આવે છે. હિંદના મિરતના મુકદ્દમાની પેઠે જાપાની સામ્યવાદીઓના મુકદ્દમાઓ વરસો સુધી ચાલ્યા છે.
જાપાનની પરિસ્થિતિ વિષે મેં આ બધું તને એટલા માટે કહ્યું છે કે, જેને વિષે હમણાં હું તને કંઈક કહેવા ધારું છું તે જાપાનના મંચૂરિયાના સાહસ વિષે તને કંઈક ખ્યાલ આવે.
આગળના પત્રમાં, એશિયાની ભૂમિ ઉપર, પહેલાં કોરિયામાં અને પછી મંચૂરિયામાં પગદંડો જમાવવાના જાપાનના પ્રયાસો વિષે તેં વાંચ્યું છે. ૧૮૯૪ની સાલનું ચીન સાથેનું અને દશ વરસ પછી રશિયા સાથેનું યુદ્ધ એ જ હેતુ નજર આગળ રાખીને લડાયું હતું. એ બંનેમાં જાપાનને વિજય મળ્યો અને તે એ
જનાની દિશામાં એક પછી એક ડગલું આગળ વધવા લાગ્યું. કોરિયાને ઓહિયાં કરી જવામાં આવ્યું અને તે જાપાની સામ્રાજ્યને માત્ર એક ભાગ બની ગયું. મંચૂરિયામાં–ચીનના પૂર્વ તરફના ત્રણ પ્રાંતનું એ સહિયારું નામ છે – પિટ આર્થરની આસપાસ રશિયાને મળેલી છૂટછાટો હવે જાપાનને હસ્તક ગઈ મંચૂરિયાની આરપાર રશિયાએ બાંધેલી રેલવે–ચાઈનીઝ ઈસ્ટર્ન રેલવે–ને અમુક ભાગ પણ જાપાનના અંકુશ નીચે આવ્યું અને તેને સાઉથ મંચૂરિયા રેલવે એવું નામ આપવામાં આવ્યું. આ બધા ફેરફારે થવા છતયે એકંદરે આખુયે મંચૂરિયા હજી ચીની સરકારની હકૂમત નીચે જ ચાલુ રહ્યું હતું. અને એ રેલવે થવાને કારણે અસંખ્ય ચીની વસાહતીઓ ત્યાં આગળ જઈને વસ્યા. સાચે જ, ચીનના આ ત્રણ ઉત્તર-પૂર્વના પ્રાંતમાં જેટલા વસાહતીઓ આવીને વસ્યા એટલા વસાહતીઓ બીજે કઈ સમયે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈ વસ્યાના દાખલા ઇતિહાસમાં બહુ જૂજ મળે છે. ૧૯૨૩થી ૧૯૨૯ સુધીનાં સાત વરસમાં પચીસ લાખ ચીનાઓ ત્યાં જઈને વસ્યા. મંચૂરિયાની વસતી આજે ત્રણ કરોડની છે અને એમાં ૯૫ ટકા ચીનાઓ છે. આ રીતે એ ત્રણે પ્રાંતે સંપૂર્ણ પણે ચીની છે. બાકીના પાંચ ટકામાં રશિયન, મંગલેના ગોપ કબીલાઓ, કરિયાવાસીઓ અને જાપાનીઓને સમાવેશ થાય છે. ત્યાંના મૂળ વતની મંચૂએ ચીનાઓ સાથે એકરૂપ થઈ ગયા છે અને તેઓ પિતાની ભાષા સુધ્ધાં ભૂલી ગયા છે.
૧૯૨૨ની સાલમાં નવ સત્તાઓ વચ્ચે વૈશિંગટન પરિષદમાં થયેલી સંધિ વિષે મેં તને વાત કરી હતી તે તને યાદ હશે. ચીન પરત્વેની જાપાનની
જનાઓને મર્યાદામાં રાખવાને માટે ખાસ કરીને પશ્ચિમની સત્તાઓની સૂચનાથી એ સંધિ થઈ હતી. એ નવે સત્તાઓ (જાપાન પણ તેમાંની એક