Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મિસરની સ્વતંત્રતા માટેની લડત
૧૧૧૧ વાદીઓએ એ કમિશનને બહિષ્કાર કરવાને ઠરાવ કર્યો અને તેમાં તેમને અપૂર્વ સફળતા મળી. એને બહિષ્કાર કરવામાં પણ વિદ્યાર્થીઓએ મહત્ત્વને ભાગ ભજવ્યું. દેશના વિરોધની એ કમિશન ઉપર એવી ભારે છાપ પડી કે તેણે કેટલીક દુરગામી ભલામણ કરી. બ્રિટિશ સરકારે તેની અવગણના કરી અને મિસરની લડત ત્રણ વરસ એટલે કે ૧૯૧૯થી ૧૯૨૨ સુધી ચાલુ રહી. “ઇસ્તકલાલ અલ–તઆમ થી એટલે કે પૂર્ણ સ્વાતંત્ર્યથી સહેજ પણ ઓછું તેઓ સ્વીકારવા તૈયાર નહોતા.
૧૯૧૯માં ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ થોડા વખત પછી ઝઘલુલ પાશાને છેડી મૂકવામાં આવ્યું હતું. ૧૯૨૧ના ડિસેમ્બરમાં તેને ફરીથી પકડીને દેશપાર કરવામાં આવ્યું. પરંતુ બ્રિટિશ લેકની દૃષ્ટિએ એથી કરીને પરિસ્થિતિમાં કશેયે સુધારે થવા પામે નહિ અને મિસરવાસીઓના મનનું સમાધાન કરવાને કંઈક પગલું ભરવાની તેમને ફરજ પડી. ઝઘલુલ ધરછોડ ન કરે એ ઉદ્દામ નહોતો છતાયે સમાધાન ન થઈ શક્યું. સાચે જ, બ્રિટિશ સાથે નમાલું સમાધાન કરવાનો પ્રયાસ કરીને પિતાના દેશને દગે દેવાને કેટલાક લેકેએ તેના ઉપર આરોપ મૂક્યો અને તેમણે તેને જાન લેવાને પણ એક વખતે પ્રયત્ન કર્યો હતો. પરંતુ બ્રિટિશ સરકાર અને મિસરના રાષ્ટ્રવાદીઓ વચ્ચે તે વખતે સમાધાન ન થઈ શક્યું, અને હજી પણ થઈ શકતું નથી. એનાં સાચાં કારણો મૂલગામી છે. એ કારણે પણ હિંદમાં સમાધાન થતું અટકાવનારાં કારણે જેવાં જ છે. મિસરના રાષ્ટ્રવાદીએ મિસરમાંનાં અંગ્રેજોનાં બધાં જ હિતોની અવગણના કરવા નહોતા માગતા. એ બધા વિષે ચર્ચા કરવા તેઓ પૂરેપૂરા તૈયાર હતા અને સામ્રાજ્યવ્યાપી વેપારના ઈગ્લેંડનાં ખાસ હિત તથા તેના લશ્કરી મહત્ત્વના માર્ગો તેમ જ એવી બીજી બાબતમાં ધરછોડ કરવાને પણ તૈયાર હતા. પરંતુ પહેલાં તેમની પૂર્ણ સ્વતંત્રતા સ્વીકારવામાં આવે તે પછી જ અને એ સ્વતંત્રતાને વિધ્વરૂપ ન નીવડે તે રીતે જ તેઓ એ પ્રશ્નોની ચર્ચા કરવા તૈયાર હતા. જ્યારે ઇંગ્લંડ એમ માનતું હતું કે મિસરને બરાબર કેટલા પ્રમાણમાં સ્વતંત્રતા આપવી એ નક્કી કરવાને તેને અધિકાર છે તથા પિતાનાં હિતે એ સ્વતંત્રતાથી અબાધિત રહેવાં જોઈએ, કેમ કે એ હિતેનું તે પ્રથમ રક્ષણ કરવું ઘટે.
આમ, સમાધાન માટે બે વચ્ચે કાંઈ પણ સામાન્ય ભૂમિકા નહોતી. પરંતુ બ્રિટિશ સરકારને લાગ્યું કે કંઈક તે કરવું જ જોઈએ એટલે સમાધાન ઉપર આવ્યા વિના જ ૧૯૨૨ના ફેબ્રુઆરી માસમાં તેણે એક જાહેરાત કરી. તેણે જણાવ્યું કે, ભવિષ્યમાં તે મિસરને “ પૂર્ણ સ્વતંત્ર રાજ્ય” તરીકે માન્ય રાખશે પણ ચાર બાબતે – અને આ “પણુજ બેટી વસ્તુ હતી – ભવિષ્યની વિચારણા માટે તે બાકી રાખે છે. એ ચાર બાબતે નીચે મુજબ છે: