Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનમાં ક્રાંતિ અને પ્રતિ-કાંતિ
૧૨૮૩ તીવ્ર અને આક્રમણકારી રાષ્ટ્રવાદથી પરસ્પરાવલંબનના જગવ્યાપી વલણને તે વિરોધ કરે છે, મૂડીવાદના પતનમાંથી ઉત્પન્ન થતા પ્રશ્નોને તે વધારે ઉત્કટ બનાવે છે તથા ઘણી વાર જેમાંથી યુદ્ધ ફાટી નીકળે છે તે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઘર્ષણમાં વધારો કરે છે.
૧૭૭. ચીનમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ
૨૬ જૂન, ૧૯૩૩ યુરોપ તથા તેના અસંતોષની રજા લઈને હવે આપણે એથીયે વિશેષ મુસીબતમાં આવી પડેલા પ્રદેશમાં – દૂર પૂર્વના દેશે ચીન અને જાપાનમાં જઈએ. દુનિયાના સૌથી પ્રાચીન અને પ્રાણદાયી સંસ્કૃતિની ભૂમિ ઉપર સ્થાપવામાં આવેલા તરુણ પ્રજાસત્તાકની અનેક મુશ્કેલીઓ વિષે ચીન વિષેના મારા છેલ્લા પત્રમાં હું તને કહી ગયો છું. દેશ છિન્નભિન્ન થઈ જતું લાગતું હત અને લડાયક સરદારે – તૂશને અને મહાતૂને – વધુ ને વધુ બળવાન થતા જતા હતા. ચીનને દુર્બળ અને એકતા વિનાને રાખવામાં જેમનું હિત સમાયેલું હતું તે સામ્રાજ્યવાદી સત્તાઓ ઘણુંખરું તેમને ઉત્તેજન આપતી અને મદદ કરતી. તૂશનને કોઈ પણ સિદ્ધાંતનું બંધન નહોતું; દરેક તૂશન પિતાનું અંગત હિત અને વૃદ્ધિ સાધવા ચહાતા હતા અને ચીનમાં નિરંતર ચાલતા રહેતા નાના નાના આંતરવિગ્રહમાં તેઓ વારંવાર પક્ષ બદલતા હતા. હાડમારી ભોગવતા અને દુઃખી ખેડૂતે ઉપર તેઓ તથા તેમનાં સૈન્ય નભતાં હતાં. ચીનની સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના કાર્યમાં પિતાનું સમગ્ર જીવન સમર્પણ કરનાર ચીનના મહાન નેતા ડૉ. સુનત્યાન્સેને દક્ષિણ ચીનમાં કેન્ટોનમાં સ્થાપેલી રાષ્ટ્રીય સરકાર વિષે પણ હું તને કહી ગયો છું.
સમગ્ર દેશ ઉપર વિદેશી સામ્રાજ્યવાદી સત્તાઓનાં આર્થિક હિતેનું પ્રભુત્વ હતું. શાંઘાઈ અને હોંગકોંગ જેવાં મોટાં મોટાં બંદરી શહેરમાં પિતાને અડ્ડો જમાવીને એ સત્તાઓએ ચીનને પરદેશે સાથે આખોયે વેપાર પિતાને હાથ કરી લીધું હતું. ડૉ. સુને સાચું જ કહ્યું હતું કે, આર્થિક દૃષ્ટિએ ચીન એ પ્રસ્તુત સત્તાઓની એક વસાહત (કોલોની) હતી. એક સ્વામી હોવો એ પણ ઠીક ઠીક બૂરી વસ્તુ છે. પરંતુ અનેક સ્વામી હોવા એ તે અતિશય ખરાબ વસ્તુ છે. દેશને ઔદ્યોગિક વિકાસ કરવાને તથા તેને સુવ્યવસ્થિત કરવા માટે ડૉ. સુને પરદેશની મદદ મેળવવા પ્રયાસ કર્યો. ખાસ કરીને, એ માટે તેણે અમેરિકા તથા ઇંગ્લંડ તરફ નજર કરી, પરંતુ એ બેમાંથી એકે, કે એ સિવાયની પણ બીજી કોઈ સામ્રાજ્યવાદી સત્તા તેની મદદે આવી નહિ, એ બધીયે સત્તાઓને ચીનનું શોષણ કરવામાં રસ હત; તે આબાદ થાય કે