Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૯૦
જગતના ઈતિહાસનું રેખાદર્શન જોધી શોધીને કચરી નાખવામાં આવ્યા. સંખ્યાબંધ લેકેને ગળીથી દૂર કરવામાં આવ્યા યા તે તેમને શિરચ્છેદ કરવામાં આવ્યું તથા હજારેને પકડીને કેદમાં પૂરવામાં આવ્યા. રાષ્ટ્રવાદીઓ શાંઘાઈમાં સ્વતંત્રતા લાવશે એમ ધારવામાં આવતું હતું તેને બદલે થોડા જ વખતમાં ત્યાં ખૂનખાર ત્રાસનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું.
૧૯૨૭ની સાલના એપ્રિલ માસના આ જ દિવસમાં પેકિંગમાંના સોવિયેટના એલચીની કચેરીમાં તેમ જ શાંઘાઈમાંના સેવિયેટના પ્રતિનિધિની કચેરી ઉપર એકી વખતે હુમલા થયા હતા. એ તે સ્પષ્ટપણે જણાતું હતું કે, જેની સાથે તે લડતે હતે એમ માનવામાં આવતું હતું તે ઉત્તરના લડાયક સરદાર ચાંગ-સે-લીન સાથે મળીને ચાંગ–કાઈ-શેક એ બાબતમાં કાર્ય કરી રહ્યો હતે. પેકિંગ તેમ જ શાંઘાઈમાંથી સામ્યવાદીઓ તથા પ્રગતિશીલ મજૂરોને
સાફ' કરી નાખવામાં આવ્યા. અલબત્ત, સામ્રાજ્યવાદી સત્તાઓએ આ ફેરફારને વધાવી લીધું કેમ કે એથી કરીને ચીનના રાષ્ટ્રવાદી દળમાં ભંગાણ પડયું તથા રાષ્ટ્રવાદીઓ દુર્બળ બન્યા. ચાંગ-કાઈશકે શાંઘાઈમાંના વિદેશી સત્તાઓના પ્રતિનિધિઓ સાથે સહકાર કરવાનો પ્રયાસ કર્યો. તને યાદ હશે કે આ જ અરસામાં, એટલે કે ૧૯૨૭ની સાલના મે માસમાં બ્રિટિશ સરકારે લંડનમાંની સેવિયેટની આરઝ પેઢીની કચેરી ઉપર હુમલે કર્યો હતો અને પછી સેવિયેટ સાથેના સંબંધે તેડી નાખ્યા હતા.
અને એ રીતે, એક કે બે માસમાં, ચીનમાં બાજી બિલકુલ ફરી ગઈ કુ-મીન-ટાંગ ચીનનું પ્રતિનિધિત્વ ધરાવનાર વિજયી રાષ્ટ્રીય પક્ષ હત; સફળતા મળવાને કારણે તેની કારકિર્દી ઉજજવળ બની હતી તથા વિદેશી સત્તાઓને તે સામને કરી રહ્યો હતે. પરંતુ હવે તેમાં ભંગાણ પડયું અને તે પરસ્પર એકબીજા સામે લડતાં જૂથોમાં વહેંચાઈ ગયે. અને તેને ચેતન અર્પનાર અને બળવાન બનાવનાર મજૂરે તથા ખેડૂતને શેધી શોધીને મારવામાં આવ્યા તથા તેમના ઉપર ભારે સિતમ ગુજારવામાં આવ્યા. શાંઘાઈનાં વિદેશી હિતેને હવે હાશ વળી. તેઓ એક જૂથ સામે બીજાને લડાવવા લાગ્યાં અને ખાસ કરીને, મજૂરોને સતાવવા અને પજવવાના આનંદજનક અને લાભદાયી • મનોરંજનમાં મેજ માણવા લાગ્યાં. શાંઘાઈનાં કારખાનાંઓના આ મજૂરોનું, ખરું કહેતાં સમગ્ર ચીનના મજૂરનું, માલિકે ભયંકર શેપણ કરતા હતા. અને તેમનું જીવનનું ધોરણ તથા તેમની રહેવા કરવાની સ્થિતિ અતિશય કંગાળ હતાં. મજૂર મહાજને તેમને માટે બળદાયી નીવડ્યાં હતાં અને તેમણે તેમની મજૂરીના દરે વધારવાની માલિકોને ફરજ પાડી હતી. એથી કરીને મજૂર મહાજન માલિકને પસંદ નહોતાં, પછી તે યુરોપિયન હય, જાપાની હેય . યા તે ચીની હેય.