Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનમાં ક્રાંતિ અને પ્રતિ-કાંતિ
૧૨૮૯ ચૂકવવા માટે એ વખતે ખરી તક મળત. ક્રાંતિકારી બોરડીને આથી સાવચેતીભરી સલાહ આપી હતી, કેમ કે પરિસ્થિતિનાં ભિન્ન ભિન્ન તો સમજવાને તેને અનુભવ હતું. પરંતુ કુ-મીન-ટાંગને નરમ દળના આગેવાને અને ખાસ કરીને સેનાપતિ ચ્યાંગ-કાઈ શકે શાંઘાઈ ઉપર કૂચ કરવાનો આગ્રહ રાખે. કુ-મીન-ટાંગમાં બે ભાગલા પડ્યા ત્યારે શાંઘાઈને કબજે લેવાની ઈચ્છા માટેનું સાચું કારણ માલૂમ પડયું. ગણોતિયાઓ તથા મજૂરોનાં મહાજનનું વધતું જતું બળ આ નરમ દળના આગેવાનોને પસંદ નહોતું. ઘણુંખરા સેનાપતિઓ પિતે જ જમીનદાર હતા. એથી કરીને, પોતાના પક્ષમાં ભાગલા પડી જાય તથા રાષ્ટ્રીય ધ્યેય નબળું પડે તે જોખમ વહોરીને પણ તેમણે આ મહાજનને કચરી નાખવાનું નક્કી કર્યું. શાંઘાઈ એ ચીનના મોટા મોટા શ્રીમંતોનું મહત્ત્વનું કેન્દ્ર હતું. અને નરમ દળના સેનાપતિઓએ પિતાના જ પક્ષનાં વધુ ઉદ્દામ તો સામે અને ખાસ કરીને સામ્યવાદીઓ સામે લડવામાં તેમના તરફથી આર્થિક તેમ જ બીજી બધી મદદ મળશે એવી ગણતરી રાખી હતી. એ પ્રકારની લડતમાં શાંઘાઈના વિદેશી શરાફ અને ઉદ્યોગપતિઓની મદદ પણ તેમને મળી રહેશે એમ તેઓ જાણતા હતા.
આથી તેમણે શાંઘાઈ ઉપર કુચ કરી અને ૧૯૨૭ની સાલના માર્ચની ૨૨મી તારીખે શહેરને ચીની ભાગ તેમના કબજા નીચે આવ્યું. વિદેશી વસાહતના પ્રદેશ ઉપર હુમલે કરવામાં આવ્યું નહોતું. શાંઘાઈના આ ભાગને કબજે લેવામાં પણ ઝાઝું લડવું પડ્યું નહોતું. સામનો કરવાને મેકલવામાં આવેલું સૈન્ય રાષ્ટ્રવાદીઓને મળી ગયું અને રાષ્ટ્રવાદીઓની તરફેણમાં શહેરના મજૂરોએ સાર્વત્રિક હડતાલ પાડી તેથી શાંઘાઈની તે વખતની સરકારનું સંપૂર્ણ પણ પતન થયું. બે દિવસ પછી રાષ્ટ્રવાદી સૈન્ય નાસ્કિનના મહાન શહેરને પણ કબજે લીધે. અને પછી કુ-મીનટાંગ પક્ષમાં નરમ અને ઉદ્દામ દળ વચ્ચે ભંગાણ પડ્યું. એને લીધે રાષ્ટ્રવાદીઓના વિજયને અંત આવ્યો અને ચીન ભારે આફતમાં આવી પડયું. ક્રાંતિને અંત આવ્યો અને હવે પ્રતિક્રાંતિ શરૂ થઈ
હૈ કેની સરકારના ઘણા સભ્યોની ઈચ્છાની વિરુદ્ધ જઈને ચાંગ–કાઈ– શેકે શાંઘાઈ ઉપર કૂચ કરી હતી. બંને પક્ષે એકબીજાની સામે કાવતરાં કરી રહ્યા હતા. બેંકેવાળાઓ, લશ્કરમાંથી આગની લાગવગ નિર્મૂળ કરીને એ રીતે તેને દૂર કરવાની કોશિશ કરી રહ્યા હતા. ચાંગે નાસ્કિનમાં હરીફ સરકાર ઊભી કરી. શાંઘાઈને કબજે લીધા પછી થોડા જ દિવસમાં આ બધું બનવા પામ્યું. બેંકેની પોતાની જ સરકાર સામે બંડ કરીને આગે હવે સામ્યવાદીઓ, ઉદ્દામ દળના લેકે તથા મજૂર મહાજનના કાર્યકર્તાઓ સામે જેહાદ શરૂ કરી. જે મજૂરેએ શાંઘાઈને કબજે લેવાનું કાર્ય તેને માટે સુગમ કરી આપ્યું હતું તથા ત્યાં આગળ તેને સહર્ષ વધાવી લીધું હતું તે જ મજૂરને