Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૯૨
જગતના ઈતિહાસનું રેખાદર્શન નાન્કિને ઉગ્ર સેવિયેટ વિરોધી નીતિ અખત્યાર કરી. એને લીધે ૧૯૨૭ની સાલમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું પરંતુ રશિયાએ કઈ પણ ભોગે યુદ્ધ ન કરવાની ગાંઠ વાળી હતી તેથી જ તે અટકી ગયું. ૧૯૨૦ની સાલમાં ચીની સરકારે વળી પાછું આક્રમણકારી વલણ ધારણ કર્યું. આ વખતે તેણે મંચૂરિયામાં એમ કર્યું. ત્યાંના સોવિયેટના પ્રતિનિધિની કચેરી ઉપર હુમલો કરવામાં આવ્યો અને ચાઈનીઝ ઈસ્ટર્ન રેલવેના રશિયન અમલદારેને બરતરફ કરવામાં આવ્યા. આ રેલવે પ્રધાનપણે રશિયન મિલક્ત હતી અને સેવિયેટે તરત જ ચીન સામે પગલાં લીધાં, થડા માસ સુધી તે અમુક પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહી અને પછી જૂની વ્યવસ્થા ફરી પાછી સ્થાપિત કરવાની સોવિયેટની માગણી ચીની સરકારે કબૂલ રાખી.
મંચૂરિયા તથા તેમાં થઈને પસાર થતી રેલવેને કારણે અનેક આંતરરાષ્ટ્રીય ગૂંચવણ ઊભી થઈ છે કેમ કે ત્યાં આગળ અનેક હિત વચ્ચે, ખાસ કરીને ચીની, જાપાની અને રશિયન હિત વચ્ચે, અથડામણ થાય છે. તાજેતરમાં, જગતભરના વિધિને ઠોકર મારીને, જાપાને ચીનના આ ઉત્તરપૂર્વના પ્રાંતનો અંકુશ પિતાના હાથમાં લીધું છે. એ વિષે મારા હવે પછીના પત્રમાં હું તને કહીશ.
ચીનના કેટલાક ભાગોમાં સ્થાપવામાં આવેલી સામ્યવાદી સરકાર વિષે હું ઉપર ઉલ્લેખ કરી ગયે છું. એમ જણાય છે કે, દક્ષિણના ક્વાન્ટંગ પ્રાંતના હેકિંગ જિલ્લામાં ૧૯૨૭ની સાલના નવેમ્બર માસમાં પહેલવહેલી સામ્યવાદી સરકાર સ્થપાઈ હતી. આ જુદાં જુદાં મજૂર મહાજનોમાંથી ઉદ્ભવેલું
હેકિંગ સેવિયેટ પ્રજાસત્તાક' હતું. સેવિયેટની હકૂમત નીચેને પ્રદેશ ચીનના મધ્યભાગમાં વધતે જ ગયો. તે એટલે સુધી કે, ૧૯૩૨ની સાલના વચગાળાના સમય સુધીમાં ચીનના કુલ ક્ષેત્રફળના છઠ્ઠા ભાગ જેટલા પ્રદેશને એટલે કે ૫૦, ૦૦૦, ૦૦૦ જેટલી વસ્તીવાળો ૨૫, ૦૦૦ ચે. માઈલ જેટલા પ્રદેશને એમાં સમાવેશ થતો હતે. એ સરકારે ચાર લાખનું લાલ સૈન્ય ઊભું કર્યું હતું તથા એની મદદમાં છોકરાઓ તથા છોકરીઓની બનેલી પલટણોનું સહાયક સૈન્ય પણ ઊભું કરવામાં આવ્યું હતું. નાસ્કિન તથા કેન્ટીન એ બંને સરકારોએ આ ચીની સેવિયેટને કચરી નાખવાના પિતાનાથી બનતા બધા પ્રયાસો કર્યા અને ચાંગકાઈ શકે તેમના ઉપર ઉપરાછાપરી ચડાઈ કરી પરંતુ તેમાં તેને ઝાઝી સફળતા મળી નહિ. સોવિયેટ કદી કદી પાછાં હઠી જતાં અને દેશના મધ્ય ભાગમાં અન્યત્ર તેમની સ્થિતિ મજબૂત બનાવતાં
* ચાંગ-કાઇ-શેક તથા ચીની સેવિયેટે વચ્ચેની તકરાર, જાપાનના આક્રમણ સામે તેમનું એક થઈ જવું તથા જાપાને ચીન ઉપર કરેલી ચઢાઈ અને તેને પરિણામે ફાટી નીકળેલ વિગ્રહ વગેરે બાબતો વિષે આ પુસ્તકને અંતે જોડવામાં આવેલી પૂર્તિ માં વિવરણ કરવામાં આવ્યું છે.