Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન બળવાન બને તેમાં નહિ. પછીથી, ૧૯૨૪ની સાલમાં ડૉ. સુને મદદ માટે સેવિયેટ રશિયા તરફ નજર કરી.
ચીનના વિદ્યાર્થીઓ તથા બુદ્ધિજીવી વર્ગોમાં ગુપ્તપણે અને બહુ ઝડપથી સામ્યવાદને વિકાસ થઈ રહ્યો હતો. ૧૯૨૦ની સાલમાં ત્યાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરવામાં આવી હતી અને જુદી જુદી સરકાર તેને ખુલ્લી રીતે કાર્ય કરવા દેતી નહતી એટલે તે એક ગુપ્ત મંડળ તરીકે કામ કરતા હતા. ડૉ. સુન કંઈ સામ્યવાદી નહોતે. તેના મશહૂર “જનતાના ત્રણ સિદ્ધાંત ” ઉપરથી માલૂમ પડે છે કે તે નરમ વલણને સમાજવાદી હતે. આમ છતાંયે, ચીને તેમ જ પૂર્વના બીજા દેશ પ્રત્યેના સેવિયેટના ઉદાર અને નિખાલસ વર્તનથી તેના ઉપર ભારે છાપ પડી હતી અને તેણે તેની સાથે મૈત્રીભર્યો સંબંધ બાંધ્યું. તેણે કેટલાક રશિયન સલાહકારો રાખ્યા હતા. એમાં રેડીન નામને એક અતિશય શક્તિશાળી બેશેવિક સૌથી વિશેષ જાણીતું છે. રેડીન કેન્ટોનના કુ-મીન-ટાંગ પક્ષને આધારસ્તંભ બની ગયું અને જનતાના પીઠબળવાળે એક બળવાન રાષ્ટ્રીય પક્ષ રચવા માટે તેણે ભારે જહેમત ઉઠાવી. કેવળ સામ્યવાદી રીતે કાર્ય કરવાનો તેણે આગ્રહ ન રાખે. પક્ષની રાષ્ટ્રીય ભૂમિકા તેણે કાયમ રાખી પરંતુ હવે સામ્યવાદીઓને કુ-મીન-ટાંગમાં સભ્ય તરીકે જોડાવાની છૂટ આપવામાં આવી. આ રીતે ત્યાં આગળ રાષ્ટ્રવાદી ક-મીન-ટાંગ અને સામ્યવાદી પક્ષ વચ્ચે એક પ્રકારનું અવિધિસરનું ઐક્ય થયું. ક-મીન-ટાંગના સારી સ્થિતિના અને સ્થિતિચુસ્ત સભ્યને, ખાસ કરીને જમીનદારને સામ્યવાદીઓ સાથેનો આ સંબંધ ગમે નહિ. બીજી બાજુએ, મોટા ભાગના સામ્યવાદીઓને પણ એ વસ્તુ પસંદ પડી નહિ, કેમ કે, એને લીધે તેમને તેમને કાર્યક્રમ હળ બનાવે પડતું હતું તેમ જ એમ ન થયું હેત તે સ્થિતિમાં તેઓ જે કરી શકતા હતા તેમાંની ઘણી વસ્તુઓ હવે તેઓ કરી શકે એમ નહોતું. એ ઐક્ય બહુ સ્થાયી નહતું. અને આપણે આગળ જોઈશું કે કટોકટીની પળે તેમાં ભંગાણ પડયું અને એને લીધે ચીન ભારે આફતમાં આવી પડયું. જેમનાં હિતે પરસ્પર વિરોધી હોય એવા બે કે તેથી વધારે વર્ગોને એક જ સમૂહમાં લાંબા વખત સુધી એકત્ર રાખવાનું હમેશાં મુશ્કેલ હોય છે. પરંતુ એ એક્ય જેટલો વખત ચાલુ રહ્યું તેટલે વખત તે ભારે ફળદાયી નીવડ્યું. અને કુ-મીન-ટાંગ તથા કેન્ટીન સરકારનું બળ વધવા પામ્યું. ગણેતિયાઓ અથવા સાંથિયાઓની સંસ્થાઓને ઉત્તેજન આપવામાં આવ્યું અને તેમને ઝડપથી ફેલાવો થયે તથા મજૂરનાં મહાજનોને પણ એ જ રીતે ભારે વિકાસ થયો. આમજનતાના આ ટેકાને કારણે કેન્ટોનની કુ–મીન-ટાંગને સાચી સત્તા પ્રાપ્ત થઈ અને એ વસ્તુએ જ જમીનદાર આગેવાનોને ભડકાવ્યા તથા થોડા વખત પછી પક્ષમાં ભાગલા પાડવાને પ્રેર્યા.