Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનમાં ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ
૧૨૯૫
ચીનની સ્થિતિ હિંદની સ્થિતિને ણે અંશે મળતી આવે છે, જો કે એ બે વચ્ચે મહત્ત્વના અનેક ભેદ પણ છે. ચીન અસ ંખ્ય ખેડૂતાવાળા તત્ત્વતઃ ખેતીપ્રધાન દેશ છે. મૂડીવાદી ઉદ્યોગ મુખ્યત્વે કરીને અટૅક ડઝન શહેરામાં જ મર્યાદિત છે અને તે પરદેશીઓના અંકુશ નીચે છે. કરાડા ખેડૂત અને ગણોતિયા દેવાના ભયંકર ાજા નીચે કચરાયેલા છે. સાંથના દરા બહુ જ ભારે છે, અને હિંદની પેઠે ત્યાં પણુ મહિનાઓ સુધી ખેડૂતને પરાણે બેકાર એસી રહેવું પડે છે. એ સમય દરમ્યાન તેમને ખેતરોમાં ઝાઝું કામ કરવાનું હેતું નથી. આ કામ વિનાના સમયના ઉપયાગ કરવાને તથા તેમની આવકમાં કઈંક ઉમેરો કરવા માટે, આ રીતે, ગૃહઉદ્યોગા દાખલ કરવાની જરૂર છે. ખરેખર, આજે પણ ત્યાં એવા ઘણા ગૃહઉદ્યોગો મેાબૂદ છે. ત્યાં આગળ ખેતરાના મોટા મેટા પટેલે પણ ઝાઝા નથી. એવાં મેટાં ખેતરો ઊભાં થાય તોયે થોડા જ વખતમાં તે વારસામાં વહેંચાઈ જાય છે. લગભગ અર્ધો ખેડૂતો પોતાના ખેતરેાના માલિકેા છે. અને બાકીના અર્ધા જમીનદારાની જમીન સાંથે રાખીને ખેતી કરે છે. આ રીતે ચીન નાનાં નાનાં અસંખ્ય ખેતરાવાળા દેશ છે. જમીનમાંથી બની શકે તેટલા વધારે પાક પકવવાની આવડત માટે ચીનને ખેડૂત સેંકડો વરસ સુધી જાણીતા હતા. તેમની પાસે જમીનના બહુ જ નાના ટુકડા હતા એટલે તેમને એમ કરવાની ફરજ પડતી. આથી ખેતી કરવામાં તે અસાધારણ ચતુરાઈ વાપરતા અને અથાક પરિશ્રમ કરતા. મહેનત અચાવવાનાં ખેતીનાં આધુનિક સાધના તેમની પાસે નહાતાં અને તેથી તેમને એટલા પાક પકવવા માટે જરૂરી હોય તેના કરતાં વધારે મહેનત કરવી પડતી. ખેતી કરવામાં તેએ આટલી બધી ચતુરાઈ ધરાવતા હતા તથા તે આટલા બધા મહેનતુ હેાવા છતાં લગભગ અરધા ભાગના ખેડૂતાને માંડ પોતાના ગુજારો કરવા જેટલી કમાણી પણ થતી નહિ. હિંદમાં મોટા ભાગના ખેડૂતોની બાબતમાં બને છે તેમ તેમના ટૂંકા અને ક્રુતિ જીવન દરમ્યાન તેમને અરધા ભૂખમરો વેવા પડતા હતા. દારિામાં તે પોતાનું જીવન ગુજારતા અને કે રેલસંકટ જેવી આપત્તિએ લાખાની સ ંખ્યામાં તેમને સ ંહાર કરતી. ખારોડીનની સૂચનાથી ડૉ. સુનની સરકારે ખેડૂતો તથા મજૂરોને રાહત આપવાના હુકમે કાઢ્યા. જમીનની ગણાતમાં ૨૫ ટકાના ઘટાડા કરવામાં આવ્યો, મજૂરોને માટે આઠ કલાકના કામના દિવસ ઠરાવવામાં આવ્યેા તથા જેથી આ ન જ થાય એવા તેમની મજૂરીને ઓછામાં ઓછે દર નક્કી કરવામાં આવ્યેા. અને ખેડૂતાનાં મહાજના સ્થાપવામાં આવ્યાં. આ સુધારાએ આમજનતામાં આવકારપાત્ર થઈ પડે તથા લકાને ઉત્સાહથી ભરી દે એ સ્વાભાવિક હતું.
દુકાળ
કૅન્ટોને આ રીતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી અને પછી ઉત્તરના તૂશને સાથે ઝૂઝવાની તૈયારી કરી. ત્યાં લશ્કરી શાળા ખાલવામાં આવી
ન-૧