Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
૧. મિસરમાંના બ્રિટિશ સામ્રાજ્યના વ્યવહાર માર્ગોની સલામતી. ૨. બધા પરદેશી હુમલાઓ તથા પ્રત્યક્ષ કે પરોક્ષ દખલગીરી સામે મિસરનું રક્ષણ.
૧૧:૨
૩. મિસરમાંનાં પરદેશી હિતેા તથા લઘુમતીઓની રક્ષા. ૪. સુદાનના ભાવીને પ્રશ્ન.
આ બધી અનામતીએ ( રેઝરવેશન્સ ) તેના હિંદના પિત્રાઈ ને મળતી જ છે. આપણે એને · સલામતી ' કહીએ છીએ. પરંતુ અહીં આગળ તેમને વંશવિસ્તાર ઘણા માટે છે. આ અનામતીને સ્વીકાર કરવામાં આવ્યો નહિ કેમ કે ઉપર ઉપરથી તે બહુ સાદી અને નિર્દોષ લાગે છે ખરી પરંતુ એને કારણે મિસરને આંતરિક બાબતમાં કે પરદેશની બાબતમાં સાચી સ્વતંત્રતા મળતી નહેાતી. આમ, ૧૯૨૨ના ફેબ્રુઆરી માસની સ્વતંત્રતાની જાહેરાત એ બ્રિટિશ સરકારનું એકપક્ષી કૃત્ય હતું અને મિસરે તેને સ્વીકાર કર્યાં નહિ. બ્રિટનની તરફેણ કરનારી અનામતી અથવા સલામતીએવાળી સ્વતંત્રતાને પણ વાસ્તવમાં શો અર્થ થાય છે એ એ પછીનાં વરસે દરમ્યાન મિસરે સારી પેઠે બતાવી આપ્યું છે.
આ ‘ સ્વતંત્રતા ’ આપવામાં આવી તે છતાંયે મિસરમાં એ પછી દોઢ વરસ વધુ લશ્કરી કાયદાના અમલ ચાલુ રહ્યો. મિસરની સરકારે માફીના કાયદે ( ઍટ ઑફ ઇન્ડેમ્નિટી) એટલે કે લશ્કરી કાયદાના અમલ દરમ્યાન જે અમલદારાએ ગેરકાયદે કાર્યાં કરેલાં તેની જવાબદારીમાંથી એ બધાને મુક્ત કરતા કાયદા પસાર કર્યાં ત્યારે જ તે બંધ કરવામાં આવ્યો.
આ નવા ‘ સ્વતંત્ર ' મિસરને અતિશય પ્રત્યાઘાતી બંધારણની નવાજેશ કરવામાં આવી. એમાં રાજાના હાથમાં ભારે સત્તા આપવામાં આવી અને મિસરની ગરીબડી પ્રજા ઉપર રાજા ફાઉદને ઠોકી બેસાડવામાં આવ્યો. ફાઉદ રાજા તથા બ્રિટિશ અમલદારોને એકબીજા સાથે બહુ જ ફાવી ગયું. એ બંનેને રાષ્ટ્રવાદી અળખામણા લાગતા હતા તેમ જ પ્રજાની સ્વતંત્રતાના ખ્યાલની સામે તથા ધારાસભા દ્વારા ચાલતી સાચી સરકાર સામે પણ તેમના વિરોધ હતા. ફાઉદ રાજા પોતાને જ સરકાર લેખતા હતા અને ધણુંખરું પોતાનું ધાયું" જ કરતો હતો. ધારાસભાને બરતરફ કરીને બ્રિટિશ સંગીનેા ઉપર મુસ્તાક બનીને સરમુખત્યારની પેઠે તે શાસન કરતા અને અંગ્રેજો તેને મદદ આપવા કદી ચૂકતા નહિ.
મિસરને સ્વતંત્ર જાહેર કર્યાં પછી. બ્રિટિશ સરકારે પહેલવહેલું પરોપકારી કૃત્ય નવા અમલ નીચે નિવૃત્ત થતા અમલદારોને વળતર આપવા માટે જબરદસ્ત રકમની માગણી કરવાનું કર્યું. મિસરની સરકાર તરીકે ફાઉદ રાજા એ આપવા તરત જ સંમત થયા અને તેણે ૬૫ લાખ પાઉન્ડ જેટલી મેાટી રકમ