Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૧૩
ઇરાક અને હવાઈ બબમારાની નીતિમત્તા હાથમાં આવેલું પિતાપિતાનાં વસાહતી તેમ જ બીજા હિત સાધવા માટેનું એક હથિયારમાત્ર છે.*
આરબ દેશોનું અવલેકને આપણે પૂરું કર્યું. તેં જોયું હશે કે મહાયુદ્ધ પછી હિંદુસ્તાન તેમ જ પૂર્વના બીજા દેશોની પેઠે એ બધા દેશોમાં પણ રાષ્ટ્રીયતાનું પ્રબળ મોજું ફરી વળ્યું હતું. જાણે વીજળીને પ્રવાહ એક વખતે એ બધા દેશમાં ફરી વળ્યું ન હોય એમ લાગતું હતું. અખત્યાર કરવામાં આવેલી સમાન પદ્ધતિ એ તેમનું બીજું એક નેંધપાત્ર લક્ષણ હતું. ઘણુંખરા દેશમાં પ્રબળ રમખાણ અને બંડ થવા પામ્યાં પરંતુ ધીમે ધીમે તેમણે અસહકાર અને બહિષ્કારની નીતિને વધુ ને વધુ આશરો લેવા માંડ્યો. રાષ્ટ્રીય મહાસભાએ મહાત્મા ગાંધીની આગેવાની સ્વીકારી ત્યારે એટલે કે ૧૯૨૦ની સાલમાં સામનો કરવાની આ નવી રીતની પહેલ હિંદુસ્તાને કરી એ નિર્વિવાદ છે. અસહકાર તેમ જ ધારાસભાઓને બહિષ્કાર કરવાનો ખ્યાલ હિંદમાંથી પૂર્વના બીજા દેશમાં પ્રસર્યો છે. રાષ્ટ્રની સ્વતંત્રતા મેળવવાની લડતની એ એક સ્વીકૃત રીત બની ગઈ છે અને તેને વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.
સામ્રાજ્યવાદી અંકુશ જમાવવા માટેની ઈંગ્લેંડ અને ફ્રાંસની પદ્ધતિ વચ્ચેના એક જાણવા જેવા ભેદ તરફ મારે તારું લક્ષ ખેંચવું જોઈએ. ઇંગ્લડે પિતાના તાબા નીચેના બધાયે દેશોમાં યૂડલ, જમીનદાર, અતિશય સ્થિતિચુસ્ત અને પછાત વર્ગો સાથે અક્ય કરવા પ્રયત્ન કર્યો છે. હિંદુસ્તાન, મિસર તેમ જ અન્ય દેશોમાં આપણે એ વસ્તુ જોઈ ગયાં છીએ. પિતાના વસાહતી અથવા તેના અંકુશ નીચેના દેશમાં તેણે ડગમગતી ગાદીઓ ઊભી કરી અને તેના ઉપર પ્રત્યાઘાતી રાજાઓને બેસાડી દીધા. ઉપર જણાવેલા વર્ગો તેમને ટેકે આપશે એની તેને પૂરેપૂરી ખાતરી હતી. આ રીતે તેણે મિસરમાં ફાઉદ, ઇરાકમાં ફૈઝલ, ટ્રાન્સ–જોર્ડનમાં અબ્દુલાને રાજા તરીકે મૂક્યા તથા હેજાઝમાં શરીફ અબદુલ્લાને મૂકવાનો પ્રયાસ કર્યો. પરંતુ કાંસ એક નમૂનેદાર બૂવા” દેશ હેવાથી તેના તાબા નીચેના દેશમાં તે “ભૂર્ગવાન એટલે કે ઉદય પામતા મધ્યમ વર્ગના અમુક ભાગને ટેકે મેળવવાને પ્રયત્ન કરે છે. દાખલા તરીકે, સીરિયામાં તેણે મધ્યમવર્ગના ખ્રિસ્તીઓને ટેકે મેળવવા પ્રયાસ કર્યો. પરંતુ ઇંગ્લંડ તથા ફાંસ એ બંને ભાગલા પાડીને તથા કોમી અને ધાર્મિક લઘુમતીઓના પ્રશ્નો ઊભા કરીને પિતાના તાબા નીચેના દેશમાં તેમને સામને કરતા રાષ્ટ્રવાદને દુર્બળ બનાવવાની નીતિ ઉપર મુખ્યત્વે કરીને આધાર રાખે છે. પરંતુ બધાયે પૂર્વના દેશમાં રાષ્ટ્રવાદની ભાવના ધીમે ધીમે એ બધા ભેદભાવને
* ૧૯૩૩ની સાલના સપ્ટેમ્બર માસમાં રાજા ફેઝલ મરણ પામ્ય અને તેની જગ્યાએ તેને પુત્ર ગાઝી ૧લે ગાદી ઉપર આવ્યું. તે પણ ૧૯૩૯ની સાલમાં અકસ્માતથી મરણ પામ્યા અને તેની જગ્યાએ તેનો બાળક પુત્ર ગાદીએ આવ્યો છે,