Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
ઘેાડા જ વખતમાં જનીનું આર્થિક તંત્ર છિન્નભિન્ન થઈ ગયું અને ત્યાંની સરકાર પાસે યુદ્ધની નુકસાની અંગે પરદેશાનું દેવું ભરપાઈ કરવા માટે કે તેની આંતરિક જવાબદારી અદા કરવા માટે પૂરતાં નાણાં રહ્યાં નહિ. ખીજા દેશાને દેવા પેટે આપવાની રકમ સેનાથી ભરપાઈ કરવાની હતી. મુકરર કરેલી તારીખોએ આ રકમેાની ભરપાઈ કરવામાં ન આવી એટલે વાયદો ખાટો પડ્યો. જર્મનીની અંદર તો સરકાર ચલણી નોટ દ્વારા પોતાના વ્યવહાર ચલાવી શકતી હતી અને તેથી વધુ ને વધુ કાગળની નોટો છાપવાની યુક્તિ તેણે અખત્યાર કરી. પરંતુ કાગળની નોટો છાપ્યું જવાથી કઈ નાણાં પેદા થતાં નથી; એથી તો શાખ પેદા થાય છે ખરી. લાકા જાણે છે કે, જ્યારે તે ઇચ્છે ત્યારે તેને સેાના કે રૂપામાં ફેરવાવી શકે છે એટલા માટે કાગળની નોટો તે વાપરે છે. એ તેટાનું મૂલ્ય ટકાવી રાખવાને બૅંકામાં અમુક પ્રમાણમાં સોનું હમેશાં રાખી મૂકવામાં આવે છે. કાગળનું નાણું એ રીતે એક અતિશય ઉપયોગી કાર્ય કરે છે, કેમ કે તે સેાના તથા રૂપાના મેટા જથાને રાજેરોજના વપરાશમાંથી બચાવે છે અને શાખ વધારે છે. પણ જો કાઈ સરકાર કાગળ નાણું છાપીને કાઈ પણ મર્યાદા વિના કે બૅંકમાં કેટલું સાનું પડયુ છે તેની પરવા રાખ્યા વિના એ નેટાને આંખ મીંચીને બહાર પાચે જ જાય તો એ નાણાંનું મૂલ્ય અચૂક ઘટવાનું જ. એ નોટ જેટલી વધારે છપાય અને ચલણમાં આવે તેટલું તેનું મૂલ્ય ઘટવા પામે અને તે પોતાનું શાખનું કાર્ય એટલા પ્રમાણમાં ઓછું બજાવી શકે. આ વસ્તુસ્થિતિને ‘ઇલેશન’ એટલે કે ચલણી નાણાંની કૃત્રિમ વૃદ્ધિ અથવા ફુલાવા કહેવામાં આવે છે. ૧૯૨૨ અને ૧૯૨૩ની સાલમાં જર્મનીમાં એ જ વસ્તુ બનવા પામી હતી. ખરચ કરવા માટે જેમ જેમ તેને વધુ નાણાંની જરૂર પડતી ગઈ તેમ તેમ જર્મન સરકાર વધુ ને વધુ નાટા છાપતી ગઈ. એથી કરીને ખીજી બધી વસ્તુઓની કિંમત વધી ગઈ પરંતુ પાઉન્ડ, ડૉલર કે ફ્ કની સરખામણીમાં જન માર્કની કિંમત ઘટી ગઈ. આથી સરકારને માની નેાટ વળી વધારે છાપવી પડી અને પરિણામે માર્કની કિંમત વળી વધારે ઘટી. એ વસ્તુસ્થિતિ એટલી બધી મર્યાદાની બહાર ગઈ કે, એક ડૉલર અથવા પાઉંડની કિંમત કાગળના અબજો મા થઈ ગઈ. કાગળ ઉપર ચોડવાની પેસ્ટની ટિકિટની કિંમત કાગળના દશ લાખ માર્ક જેટલી થઈ ગઈ! ખીજી બધી વસ્તુની કિંમત પણ એ જ પ્રમાણમાં વધી ગઈ અને તે નિરંતર બદલાતી રહી.
આ માર્કની નોટાના ફુલાવા અથવા ચલણી નાણાંની કૃત્રિમ વૃદ્ધિ તથા માર્કના મૂલ્યને અસાધારણ ઘટાડો જર્મનીમાં આપમેળે થવા પામ્યા નહોતા. પોતાની આર્થિક સંકડામણમાંથી નીકળી જવામાં મદદરૂપ નીવડે એટલા ખાતર જર્મન સરકારે એ સ્થિતિ ઇરાદાપૂર્વક પેદા કરી હતી અને ઘણે
૧૨૩૪