Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મુસાલિની અને ઈટાલીમાં ફસીવાદ
૧૨૭૧ પડતી નહોતી એટલે તેમને વૈરાચાર માટે ખુલ્લું મેદાન મળી ગયું. લેકોનાં ખૂન કરવામાં આવ્યાં, તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યા, તેમ જ તેમને માર મારવામાં આવ્યા તથા તેમની મિલકતનો નાશ કરવામાં આવ્યા. એ ઉપરાંત આ ફાસિસ્ટેએ અત્યાચારની એક નવી જ રીતે બહોળા પ્રમાણમાં અજમાવી. તે આ હતી, તેમને વિરોધ કરવાની હિંમત કરનારાઓને તેઓ ખૂબ પ્રમાણમાં દિવેલ પાઈ દેતા.
૧૯૨૪ની સાલમાં ગિયાકે મેટીટી નામના એક આગેવાન સમાજવાદી અને પાર્લામેન્ટના સભ્યના ખૂનની વાત સાંભળીને આખું યુરોપ ચોંકી ઊયું હતું. ઘેડા જ સમય ઉપર થયેલી ચૂંટણી વખતે ફાસિસ્ટોએ અખત્યાર કરેલી રીતે વિષે તેણે પાર્લામેન્ટમાં પિતાના ભાષણમાં ટીકા કરી હતી. એ પછી થોડા જ દિવસોમાં તેને મારી નાખવામાં આવ્યું હતું. કેવળ દેખાવ કરવાને ખાતર જ તેના ખૂનીઓ ઉપર કામ ચલાવવામાં આવ્યું, પરંતુ લગભગ કશી જ સજા થયા વિના તેઓ છૂટી ગયા. એમેન્ડેલા નામનો વિનીત (લિબરલ) પક્ષનો એક નરમ વલણનો આગેવાન તેને પહેલા મારને પરિણામે મરણ પામે. નિતી નામને વિનીત પક્ષને માજી વડા પ્રધાન ઈટાલીમાંથી માંડ છટકી ગયો પરંતુ તેના ઘરનો નાશ કરવામાં આવ્યો. આ તે જેના તરફ આખી દુનિયાનું લક્ષ ખેંચાયું હતું એવા ગણ્યાગાંઠ્યા બનાવે છે. પરંતુ ફાસિસ્ટોની હિંસા તે અવિરતપણે અને વ્યાપક રૂપમાં ચાલુ રહી. એ હિંસા તે તેમની કાયદેસરની દમનની રીતે ઉપરાંત કરવામાં આવતી હતી. વળી એ ઝનૂનમાં આવી ગયેલા
અવિચારી ટોળાની હિંસા નહોતી. એ વ્યવસ્થિત પ્રકારની હિંસા હતી અને પિતાના બધાયે વિરોધીઓની સામે માત્ર સમાજવાદીઓ કે સામ્યવાદીઓ સામે જ નહિ પણ શાંત અને અતિશય નરમ વલણના વિનીતે સામે પણ–ઈરાદાપૂર્વક તે અખત્યાર કરવામાં આવી હતી. પિતાના વિરોધીઓનું જીવન વસમું અથવા “અશક્ય’ બનાવી મૂકવું એ મુસલિનીને હુકમ હતું. અને એ હુકમનો વફાદારીપૂર્વક અમલ કરવામાં આવ્યું. કઈ પણ બીજો પક્ષ, કઈ પણ બીજી સંસ્થા જીવતી રહેવાની નહોતી. દરેક વસ્તુ ફાસિસ્ટ જ હોવી જોઈએ. બધી જ નેકરીઓ ફાસિસ્ટને જ મળવી જોઈએ. | મુસલિની ઈટાલીને સર્વસત્તાધીશ સરમુખત્યાર બની ગયે. તે માત્ર વડે પ્રધાન જ નહિ પણ એકી સાથે વિદેશ પ્રધાન, સ્વદેશ ખાતાના પ્રધાન, સંસ્થાનેને પ્રધાન, યુદ્ધપ્રધાન, નૌકાપ્રધાન, હવાઈ દળને પ્રધાન અને મજૂર ખાતાને પ્રધાન હતા ! તે લગભગ આખું પ્રધાનમંડળ જ હતું. બિચારા રાજા પાછળ રહી ગયું અને તેનું નામ પણ સંભળાતું બંધ થઈ ગયું. પાર્લમેન્ટને પણ ધીમે રહીને બાજુએ ખસેડી મૂકવામાં આવી અને તેના પહેલાંના સ્વરૂપની તે છાયામાત્ર બની ગઈ. દેશ ઉપર ફાસિસ્ટ ગ્રાન્ડ કાઉન્સિલ ( ફાસિસ્ટ