Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સુલિની અને ઇટાલીમાં ફાસીવાદ ૧૨૧૯ તારીખે ફાસિસ્ટ સૈન્ય કૂચ કરતું કરતું રોમ પહોંચ્યું અને તે જ દિવસે મુસલિની વડે પ્રધાન બનવા માટે મિલાનથી રેલવે ગાડીમાં ત્યાં આવી પહોંચે.
- ફાસીવાદને વિજય થયું અને મુસોલિનીના હાથમાં સત્તા આવી. પરંતુ એનું ધ્યેય શું હતું? તેને કાર્યક્રમ તેમ જ તેની નીતિ શી હતી ? મહાન ચળવળ અમુક નિશ્ચિત સિદ્ધાંતેની આસપાસ વિકસેલી ચોક્કસ પ્રકારની વિચારપ્રણાલીના પાયા ઉપર ઘણુંખરું અનિવાર્યપણે રચાયેલી હોય છે અને તેના ચોક્કસ ઉદેશે અને કાર્યક્રમ હોય છે. ફાસીવાદની ખાસ વિશિષ્ટતા એ હતી કે, તેની પાછળ કોઈ પણ નિશ્ચિત સિદ્ધાંત, વિચારપ્રણેલી કે ફિલસૂફી નહતાં. હા, સમાજવાદ, સામ્યવાદ તેમ જ ઉદારમતવાદના (લિબરેલિઝમ) કેવળ વિરોધને ફિલસૂફી ગણવામાં આવે તે જુદી વાત. ફાસિસ્ટ દળાની સ્થાપના કર્યા પછી એક વરસ બાદ, ૧૯૨૦ની સાલમાં મુલિનીએ જાહેર કર્યું હતું કે : - “કોઈ પણ નિશ્ચિત સિદ્ધાંતની સાથે તે બંધાયેલાં નથી. ઇટાલીવાસીઓનું ભાવિ હિત એ એક માત્ર તેનું ધ્યેય છે અને તે તરફ એ અવિરત ગતિથી આગળ જઈ રહ્યાં છે.”
આને કોઈ પણ પ્રકારની વિશિષ્ટ નીતિ ન જ કહી શકાય, કેમ કે, પિતાની પ્રજાનું હિત કરવાને દાવે તે કઈ પણ માણસ કરી શકે એમ છે. રેમની કુચ થઈ તે પહેલાં એક મહિના ઉપર જ મુસલિનીએ જણાવ્યું હતું કે, “અમારે કાર્યક્રમ બહુ જ સીધો સાદો છે; અમારે ઇટાલી પર રાજ કરવું છે.”
ફાસીવાદની ઉત્પત્તિને વિષે ઈટાલીની એનસાઇક્લોપીડિયામાં તેણે લખેલા લેખમાં મુસોલિનીએ આ નીતિ એથી પણ વધારે સ્પષ્ટતાથી રજૂ કરી છે. એ લેખમાં તે જણાવે છે કે, રેમ ઉપરની પિતાની કુચ તેણે શરૂ કરી ત્યારે તેની પાસે ભવિષ્ય માટેની કોઈ ચોક્કસ પેજના નહોતી. રાજકીય કટોકટીની પળે સક્રિય કાર્ય કરવાની પ્રબળ ઈચ્છાથી પ્રેરાઈને તેણે પોતાનું એ સાહસ ઉપાડયું હતું. અને એ વસ્તુ ભૂતકાળની તેની સમાજવાદી તાલીમને આભારી હતી.
ફાસીવાદ અને સામ્યવાદ એકબીજાના કટ્ટર વિરોધી છે એ ખરું, પણ કેટલીક પ્રવૃત્તિઓ તે બંનેમાં સમાન છે. પરંતુ સિદ્ધાંત અને વિચાર–પ્રણાલીની દૃષ્ટિથી તપાસીએ તે એ બે વચ્ચે આસમાન જમીનનું અંતર છે. કેમ કે, આપણે જોયું તે પ્રમાણે, ફાસીવાદ પાછળ કોઈ પણ મૂળભૂત સિદ્ધાંત રહેલા નથી; એ તે શૂન્યતામાંથી ઉદ્દભવે છે. પરંતુ સામ્યવાદ અથવા માકર્સવાદ તે અટપટે આર્થિક સિદ્ધાંત અને ઇતિહાસનું ભાષ્ય અથવા નિરૂપણ છે. અને એને માટે કઠણમાં કઠણ માનસિક તાલીમની જરૂર પડે છે.
ફાસીવાદની પાછળ કોઈ પણ સિદ્ધાંત કે આદર્શ રહેલા નથી એ ખરું છતાંયે હિંસા અને અત્યાચારની એક નિશ્ચિત પદ્ધતિ તેની પાસે છે. વળી,
s-૨૮