Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૭
- મુસાલિની અને ઇટાલીમાં ફાસીવાદ આવ્યું. પછીથી તે સ્વેચ્છાએ એક સામાન્ય સિપાઈ તરીકે લશ્કરમાં જોડાયે, ઈટાલીને મોખરે તે લડ્યો અને ઘાયલ થયો. - મહાયુદ્ધ પૂરું થયા પછી મુસોલિનીએ પિતાને સમાજવાદી કહેવડાવવાનું બંધ કર્યું. તેને જૂને પક્ષ તેને ધિક્કારતે હતો અને મજૂરવર્ગ ઉપર તેની કશી લાગવગ રહી નહોતી. આમ તેની સ્થિતિ ધબીના કૂતરા જેવી થઈ ગઈ તેણે શાંતિવાદ તથા સમાજવાદ ઉપર પ્રહાર કરવા માંડયા. “બૂવા' એટલે કે મધ્યમવર્ગી રાજ્ય ઉપર પણ તેણે પ્રહાર કરવા માંડ્યા. કઈ પણ પ્રકારના રાજ્યને તે વખોડવા લાગ્યો અને “વ્યક્તિવાદી' તરીકે પિતાને ઓળખાવીને
અરાજની તે પ્રશંસા કરવા લાગ્યા. આવું આવું તેણે લખ્યું હતું. પણ તેણે કર્યું હતું આ ઃ ૧૯૧૯ના માર્ચ માસમાં તેણે ફાસીવાદની સ્થાપના કરી અને બેકાર થઈ પડેલા સૈનિકોની પિતાના “લડાયક દળમાં ભરતી કરવા માંડી. હિંસક પ્રવૃત્તિ એ દળની મૂળભૂત નીતિ હતી અને સરકાર તેમની પ્રવૃત્તિમાં ભાગ્યે જ વચ્ચે પડતી હતી એટલે તેઓ વધારે ધૃષ્ટ અને આક્રમણકારી બન્યા. શહેરમાં તે કદી કદી મજૂરોને તેમની સાથે વ્યવસ્થિત લડાઈ થતી અને તેઓ તેમને હાંકી કાઢતા. પરંતુ સમાજવાદી નેતાઓએ મજૂરના આ લડાયક જુસ્સાને વિરોધ કર્યો અને એ ફાસિસ્ટ ત્રાસને શાંતિમય રીતે સામને કરવાની અને ખામશી રાખવાની સલાહ આપી. આ રીતે ફાસીવાદ થાકીને આપમેળે જ નાશ પામશે એવી તેઓ આશા રાખતા હતા. એમ થવાને બદલે, શ્રીમંત તરફથી આર્થિક મદદ મળવાથી તેમજ સરકારે વચ્ચે પડવાની ના પાડવાથી ફાસીવાદી દળોનું બળ વધતું ગયું, જ્યારે જનતામાં સામનો કરવાને જે કંઈ જુસ્સો હતા તે તેણે ગુમાવ્યા. ફાસિસ્ટોની હિંસાને મજૂરોના હથિયાર હડતાલથી પણ સામને કરવાનો પ્રયત્ન કરવામાં ન આવ્યો. | મુસલિનીના નેતૃત્વ નીચે ફાસિસ્ટોએ બે પરસ્પર વિરોધી વિચારસરણીઓને મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો. પહેલી અને સૌથી મહત્વની વાત એ હતી કે સમાજવાદ તથા સામ્યવાદના તેઓ દુશ્મન હતા અને એ રીતે સાધનસંપન્ન તથા મિલકત ધરાવનારા વર્ગોને તેમને ટેકે મળે. પરંતુ મુસોલિની પહેલાં સમાજવાદી ચળવળિયા અને ક્રાંતિકારી હતું અને તેનાં ભાષણે મૂડીવાદવિરોધી સૂત્રોથી ભરપૂર હતાં. એ સૂત્રે ગરીબ વર્ગોને બહુ જ ગમતાં હતાં. વળી, તે ચળવળ ચલાવવાની કળાના નિષ્ણાત સામ્યવાદીઓ પાસેથી એ કળા પણ શીખે હતે. ફાસીવાદ આ રીતે વિચિત્ર પ્રકારના મિશ્રણ સમાન બની ગયે અને અનેક રીતે તેના અર્થે કરવામાં આવ્યા. તત્ત્વતઃ એ મૂડીવાદી ચળવળ હતી પરંતુ મૂડીવાદને જોખમરૂપ નીવડે એવાં અનેક સૂત્રે તેમાં પિકારવામાં આવતાં હતાં. આ રીતે એ ચળવળમાં તરેહતરેહના લેકે આવી ભળ્યા. મધ્યમવર્ગો, ખાસ કરીને નીચલા થરના મધ્યમવર્ગના બેકાર લેકે, એ ચળવળના