Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સુસાલિની અને ઇટાલીમાં ફાસીવાદ
૧૫
તેમની એ માગણી તરછોડવામાં આવી એટલે એ મજૂરોએ નવી જ રીતે હડતાલ પાડવાનો નિણૅય કર્યાં. તે કારખાનાંમાં ગયા ખરા પરંતુ ત્યાં આગળ તેમણે પોતે તે કામ ન જ કર્યું પણ ખીજાઓને પણ કામ કરતા ચા. સધવાદી, જેમને અંગ્રેજીમાં · સિન્ડીકૅલિસ્ટ' કહેવામાં આવે છે તેમના એ કાર્યક્રમ હતા અને ફ્રાંસના મજૂરાએ એની ધણા વખત ઉપર હિમાયત કરી હતી. આ દખલગીરીની હડતાલના જવાબ કારખાનાંના માલિકાએ કામબંધી જાહેર કરીને એટલે કે પેાતાનાં કારખાનાં બંધ કરીને વાગ્યે. આથી મજૂરોએ એ કારખાનાંઓને કબજો લીધા અને સમાજવાદની પદ્ધતિ પ્રમાણે તે ચલાવવાના પ્રયત્ન કર્યાં.
મજૂરોનું આ પગલું ચોક્કસપણે ક્રાંતિકારી હતું અને મક્કમતાથી એને વળગી રહેવામાં આવ્યું હોત તો એને પરિણામે અવશ્ય સામાજિક ક્રાંતિ થાત અથવા તે તે નિષ્ફળ જાત. વચલી સ્થિતિ લાંખા સમય સુધી ચાલુ રહે એ શક્ય નહોતું. તે સમયે ટાલીમાં સમાજવાદી પક્ષ બહુ જ બળવાન હતો. મજૂર મહાજનોનો કાબૂ તેમના હાથમાં હતા તે ઉપરાંત દેશની ૩૦૦૦ મ્યુનિસિપાલિટી ઉપર પણ તેમના કાબૂ હતા અને ત્યાંની પાર્ટીમેન્ટ યા ધારાસભામાં તેમના ૧૫૦ એટલે કે કુલ સભ્યાના લગભગ ત્રીજા ભાગના સભ્યા હતા. મોટી માલમિલકત અને રાજ્યમાં મેાટા મોટા અનેક હોદ્દા ધરાવનાર સુસ્થિત અને બળવાન પક્ષ ભાગ્યે જ ક્રાંતિકારી હેાય છે. આમ છતાંયે, પ્રસ્તુત પક્ષે, તેના નરમ વલણના સભ્યો સહિત, કારખાનાંઓને કબજો લેવાનુ મજૂરાનું પગલું માન્ય રાખ્યું. પરંતુ આટલું કર્યાં પછી તેણે ખીજું કશું જ કયું નહિ. એ પક્ષ પાછળ હવા માગતા નહાતા પરંતુ આગળ વધવાની તેની હામ નહોતી. ઓછામાં ઓછા વિરાધના વચલા માર્ગ તેણે પસંદ કર્યાં. બધાયે સંશયાત્મા તેમ જ ખરે વખતે સંકલ્પવિકલ્પમાં પડી જનારા અને કાઈ પણ પ્રકારના નિણૅય ઉપર ન આવી શકનારા લેાકાની પેઠે એ પક્ષના લકાએ કશુંયે કર્યાં વિના સમય વીતવા દીધો. અનુકૂળ તક વીતી ગઈ, તે પાછળ રહી ગયા અને સમય તેમની આગળ વધી ગયા અને એ પ્રક્રિયામાં તે ચગદાઈ ગયા. મજૂર નેતાઓના તેમ જ ઉદ્દામ પક્ષેાના આગેવાનેાના સંકલ્પવિકલ્પોને કારણે છેવટે મજૂરાના હાથમાંથી કારખાનાંઓને કબજો જતો રહ્યો.
મિલકતદાર વર્ગા આથી ભારે ઉત્સાહમાં આવી ગયા; તેઓ મજૂરા તથા તેમના આગેવાનાનું બળ માપી ગયા અને તેમના ધારવા કરતાં તે તેમને ઓછું જણાયું. આથી હવે તેમણે મજૂર ચળવળ તથા સમાજવાદી પક્ષને કચરી નાખીને વેર લેવાની યાજના કરી. એને માટે ખાસ કરીને તેમણે, વિખેરી નાખવામાં આવેલા નિકામાંથી ૧૯૧૯ની સાલમાં ખેનિટે મુસેલિનીએ સ્થાપેલા સ્વયં સેવકદળ તરફ નજર કરી. એ ‘ લડાયકદળ ’ તરીકે ઓળખાતું હતું અને જ્યારે જ્યારે