Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૮૦ ' જગતના ઇતિહાસનું રેખાદર્શન ભયંકર અસમાનતા નજરે પડે છે. એથી કરીને લોકશાહીને તક આપવા માટે, સમાનતાવાળો સમાજ પેદા કરે જોઈએ; અને તેમની આ વિચાર પરંપરામાંથી જુદા જુદા આદર્શો અને પદ્ધતિઓ ઉભવે છે, પરંતુ એ બધા એક બાબતમાં સંમત થાય છે કે આજની પાર્લામેન્ટ બિલકુલ અસંતોષકારક છે.
હવે આપણે ફાસીવાદને જરા ઊંડા ઊતરીને નિહાળીએ અને વાસ્તવમાં તે શું છે તે જાણવાને પ્રયત્ન કરીએ. તે હિંસાનાં ગુણગાન કરે છે અને શાંતિવાદને ધિક્કારે છે. મુસોલિની ઈટાલીની એનસાઈકલોપીડિયામાં કહે છે :
ફાસીવાદ કાયમી શાંતિની જરૂરિયાત કે ઉપગિતામાં માનતો નથી. શાંતિવાદમાં બલિદાન આપવાના ડરથી જોખમની સામે ન લડવાની વૃત્તિ છુપાયેલી છે. તત્ત્વત: એ કાયરતા છે અને તેથી એ શાંતિવાદને ઈન્કાર કરે છે. યુદ્ધ, કેવળ યુદ્ધ જ માનવી શક્તિને તેની પરાકાષ્ટાએ પહોંચાડે છે અને તેને વધાવી લેવાનું શૈર્ય બતાવનાર પ્રજાઓને તે પોતાના ઉમદા ગુણોથી નવાજે છે. બીજી બધી કસેટીઓ ગૌણ છે. તે મનુષ્યની સામે જીવન-મરણ વચ્ચેની પસંદગી કરવાને પ્રશ્ન ખડે કરતી નથી.”
ફાસીવાદની દૃષ્ટિ તીવ્રપણે રાષ્ટ્રીય છે જ્યારે સામ્યવાદની દૃષ્ટિ આંતરરાષ્ટ્રીય છે. ફાસીવાદ તે ખરેખાત આંતરરાષ્ટ્રીયતાને વિરોધ કરે છે. રાજ્યને તે એક દેવ અથવા ઈશ્વર સમાન બનાવી દે છે અને વ્યક્તિની સ્વતંત્રતા તથા હકોને તેની વેદી ઉપર બલિદાન આપવું જોઈએ એમ માને છે. તેની નજરે બીજા બધા દેશે પરાયા અને લગભગ દુશ્મન જેવા છે. યહૂદીઓને પરાયા તત્ત્વ તરીકે લેખવામાં આવે છે અને તેમના પ્રત્યે ખરાબ વર્તાવ દાખવવામાં આવે છે. તે કેટલાંક મૂડીવાદવિરોધી સૂત્રે ઉચ્ચારે છે તથા કેટલીક ક્રાંતિકારી નીતિરીતિઓ અખત્યાર કરે છે એ ખરું પરંતુ મિલતદાર તેમ જ પ્રત્યાઘાતી ત સાથે તેને મૈત્રીને સંબંધ છે.
ફાસીવાદની આ કેટલીક ચિત્રવિચિત્ર બાજુઓ છે. એની પાછળ રહેલી ફિલસૂફી, જે એની કંઈ પણ ફિલસૂફી હેય તે – તે સમજવી અતિ મુશ્કેલ છે. આપણે જોયું તેમ, ફાસીવાદને આરંભ સત્તા હાથ કરવા માટેની સીધી સાદી ઈછામાંથી થયો હતો. એમાં સફળતા મળ્યા પછી એની આસપાસ ફિલસૂફી રચવાનો પ્રયાસ કરવામાં આવ્યું. એ કેટલી બધી ગોટાળાભરેલી છે એને ખ્યાલ આપવા માટે તથા તને કંઈક ગૂંચવણમાં નાખવા માટે એક આગળ પડતા ફાસિસ્ટ ફિલસૂફના લખાણમાંથી હું અહીં એક ઉતારે ટાંકીશ. એનું નામ છવાની જેન્ટાઈલ છે અને તે ફાસીવાદને પ્રમાણભૂત ફિલસૂફ ગણાય છે. સરકારમાં તે એક ફાસિસ્ટ પ્રધાન પણ છે. જેન્ટાઈલ કહે છે કે, લોકશાહીમાં બને છે તેમ, લેકએ પિતાને આત્મસાક્ષાતકાર વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરવાને મથવું ન જોઈએ. પરંતુ ફાસીવાદ અનુસાર, વિશ્વચેતનરૂપ