Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
લેશાહી અને સરસુખત્યારશાહી
૧૨૦૩
:
વધારે ખર્ચાળ પોતાની એક નાનકડી રેલવે પણ છે. પાપ હવે સ્વેચ્છાપૂર્વ કના કુદી નથી રહ્યો; કદી કદી તે વેટીકનની બહાર નીકળે છે. મુસાલિનીએ પેપ સાથે આ સંધિ કરી તેથી કૅથલિક જગતમાં તે લોકપ્રિય થયા છે. ફાસિસ્ટની હિંસા આ ઉગ્ર સ્વરૂપે લગભગ એક વરસ સુધી ચાલુ રહી અને અમુક અંશે તો તે ૧૯૨૬ની સાલ સુધી ચાલુ રહી. ૧૯૨૬ની સાલમાં રાજકીય વિધી સામે પગલાં ભરવાને માટે ખાસ કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એ કાયદાઓથી સરકારને ભારે સત્તા મળી, એટલે એકાયદા પ્રવૃત્તિ બિનજરૂરી બની ગઈ, આર્ડિનન્સા તથા ઑર્ડિનન્સને આધારે ઘડાયેલા કાયદાઓના હિંદમાં રાફડો ફાટવ્યો છે. તેને ક ંઈક મળતા એ કાયદા છે. આ ખાસ કાયદાઓ ને આધારે લોકાને હજી પણ શિક્ષા કરવામાં આવે છે, ૬૬માં ધકેલવામાં આવે છે તથા સંખ્યાબંધ લોકેાને દેશપાર કરવામાં આવે છે. સરકારી આંકડા પ્રમાણે ૧૯૨૬ના નવેમ્બરથી ૧૯૭૨ના આકટોબર સુધીમાં ૧૦,૦૪૪ માસાને ખાસ અદાલતા આગળ ખડા કરવામાં આવ્યા હતા. પાન્ઝા, વેન્ટીલેન તથા >મીટી એ ત્રણ ટાપુઓને દેશપાર કરવામાં આવેલાને રાખવા માટે નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ અતિશય ખરાબ છે.
મોટા પાયા ઉપર દમન અને ધરપકડો હજી ચાલુ જ છે અને એ ઉપરથી સ્પષ્ટપણે માલૂમ પડે છે કે, તેને કચરી નાખવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવતા હૈાવા છતાં ત્યાં આગળ ગુપ્ત અને ક્રાંતિકારી વિરાધ હુ મેાબૂદ છે. દેશ ઉપર આર્થિક જો વધી રહ્યો છે અને દેશની આર્થિક પરિસ્થિતિ દિનપ્રતિદિન વધુ ને વધુ બગડતી જાય છે.
૧૭૬. લેાકશાહી અને સરમુખત્યારશાહી
૨૨ જૂન, ૧૯૩૩
"<
પોતે ઇટાલીના સરમુખત્યાર બની બેસવાનું મેનિટા મુસોલિનીનું દૃષ્ટાંત યુરોપમાં આકર્ષક નીવડયું હોય એમ જણાતું હતું. એક પ્રસ ંગે તેણે કહ્યુ હતું કે, “ યુરોપના દરેક દેશમાં સિહાસના ખાલી પડેલાં છે. કેાઈ શક્તિશાળી પુરુષ તેના કબજો કરે એટલી જ વાર છે.” ઘણા દેશામાં સરમુખત્યારશાહી ઊભી થઈ અને પાર્લામેન્ટને કાં તા વિખેરી નાખવામાં આવી અથવા તે તેને સરમુખત્યારની ઇચ્છા અનુસાર વર્તવાની બળજબરીથી ફરજ પાડવામાં આવી, સ્પેન એ એનું એક નેધપાત્ર દૃષ્ટાંત હતું.
સ્પેન મહાયુદ્ધમાં સડાવાયું નહેાતું. લડતાં રાષ્ટ્રોને માલ વેચીને સારી પેઠે કમાણી કરી અને એ રીતે એણે મહાયુદ્ધના લાભ ઉડાવ્યું. પરંતુ તેને