Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧ર૭૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉપર મેં ઉલ્લેખ કર્યો તે બધાયે દેશોમાં ખુલ્લેખુલ્લા સ્વરૂપમાં સરમુખત્યાર શાહી નિરંતર ચાલુ રહી નહતી. કદી કદી તેમની પાર્લામેન્ટ ઊંધમાંથી છેડા વખત માટે જાગી ઊઠે છે અને તેને કાર્ય કરવા દેવામાં આવે છે અથવા તાજેતરમાં બગેરિયામાં બનવા પામ્યું છે તે પ્રમાણે કદી કદી સત્તા ઉપરની સરકાર પિતાને અણગમતા હોય એવા – દાખલા તરીકે સામ્યવાદીઓ – પાર્લમેન્ટના સભ્યના આખા સમૂહની ધરપકડ કરીને તેમને બળજબરીથી પાર્લામેન્ટમાંથી કાઢી મૂકે છે અને બાકીના સભ્યોને તેમનાથી બની શકે એવું કાર્ય કરવા દે છે. એ બધા દેશો સરમુખત્યારશાહી યા તે તેને અનુરૂપ રાજ્યવ્યવસ્થા નીચે રહે છે અને પશુબળને આધારે ટકતી વ્યક્તિની કે નાનકડા સમૂહની બનેલી આવી સરકારને અનિવાર્ય રીતે નિરંતર ચાલતા દમન, વિરોધીઓનાં ખૂન તથા ધરપકડે, કડક ખબરનિયમન તેમ જ જાસૂસની વિસ્તૃત જાળ ઈત્યાદિને આશરો લે જ પડે છે.
યુરેપની બહારના દેશોમાં પણ સરમુખત્યારશાહી ઊભી થઈ હતી. તુક તથા કમાલ પાશાની વાત તે હું આગળ કહી ગયો છું. દક્ષિણ અમેરિકામાં ઘણા સરમુખત્યારે છે. પરંતુ ત્યાં આગળ તે એ પુરાણી સંસ્થા છે કેમ કે દક્ષિણ અમેરિકાનાં પ્રજાતંત્રએ લેકશાહી કાર્યવાહી પ્રત્યે કદીયે મમતા બતાવી નથી.
સરમુખત્યારશાહીની આ યાદીમાં મેં સોવિયેટ રાજ્યને સમાવેશ નથી કર્યો. કેમ કે ત્યાંની સરમુખત્યારશાહી બીજી કોઈ પણ સરમુખત્યારશાહી જેટલી જ નિષ્ફર છે એ ખરું પણ તેને પ્રકાર ભિન્ન છે. એ કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓના નાનકડા સમૂહના નહિ પણ ખાસ કરીને જેનો આધાર મજૂર ઉપર છે એવા એક સુસંગઠિત રાજકીય પક્ષની સરમુખત્યારશાહી છે. તેઓ એને મજૂરોની સરમુખત્યારશાહી' કહે છે. આમ ત્રણ પ્રકારની સરમુખત્યારશાહી આપણા જોવામાં આવે છે: સામ્યવાદી, ફાસીવાદી અને લશ્કરી. સરમુખત્યાર શાહીની બાબતમાં કશી નવીનતા કે વિશિષ્ટતા નથી, છેક પ્રાચીનકાળથી એ ચાલતી આવી છે. સરમુખત્યારશાહીના સામ્યવાદી અને ફાસીવાદી પ્રકારો ઈતિહાસમાં નવીન છે અને આપણા જમાનાની તે ખાસ પેદાશ છે.
આ બધી સરમુખત્યારશાહીઓ તથા તેના જુદા જુદા પ્રકારની બાબતમાં આપણું લક્ષ ખેંચે એવી પ્રથમ બાબત એ છે કે, લેકશાહી તેમ જ પાર્લામેન્ટ દ્વારા ચાલતી સરકારથી તે સાવ ઊલટી છે. મેં તને આગળ કહ્યું હતું તે તને યાદ હશે કે, ૧૯મી સદી એ લેકશાહીની સદી હતી તેમ જ ક્રાંસની ક્રાંતિએ જેની ઘોષણું કરી હતી તે મનુષ્યના અધિકારના પાયા ઉપર એ સદીના પ્રગતિશીલ વિચારો રચાયેલા હતા તથા વ્યક્તિ સ્વાતંત્ર્ય એ તે વખતનું ધ્યેય હતું. એમાંથી, યુરોપના મોટા ભાગના દેશમાં વત્તાઓછા પ્રમાણમાં પાર્લમેન્ટ દ્વારા ચાલતી સરકારને વિકાસ થયો. આર્થિક ક્ષેત્રમાં એ ઉપરથી લેગે ફેર” એટલે