Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૬૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન તક મળે ત્યારે સમાજવાદીએ તેમ જ ઉદ્દામ પક્ષના લકે તથા તેમની સંસ્થાઓ ઉપર હુમલો કરવાનું તેમનું પ્રધાન કાર્ય હતું. આ રીતે, સમાજવાદી વર્તમાનપત્રના છાપખાનાને તેઓ નાશ કરતા અથવા સમાજવાદી કે ઉદ્દામ પક્ષના સભ્યના અંકુશ નીચેની મ્યુનિસિપાલિટી કે સહકારી સંસ્થા ઉપર હલ્લે કરતા. મેટા મોટા ઉદ્યોગપતિઓ તેમ જ સામાન્ય રીતે ઉપલા થરના મધ્યમ વર્ગના લેકે, મજૂરે તથા સમાજવાદીઓ સામેની તેમની જેહાદમાં આ “લડાયકદળને આશરે તેમ જ આર્થિક મદદ આપવા લાગ્યા. સમાજવાદી પક્ષનું બળ તે તોડી નાખવા માગતા હતા એટલે સરકારની પણ તેમના ઉપર રહેમ નજર હતી.
આ “લડાયકદળ” અથવા અંગ્રેજીમાં જેમને “ફાસિસ્ટ” કહેવામાં આવે છે તેમને સંગઠિત કરનાર આ બેનિટે મુસોલિની દેણ હતી? એ તે વખતે યુવાન હતો (૧૮૮૩ની સાલમાં તે જન્મ્યા હતા અને હાલ તેની ઉંમર ૫૦ વરસની છે.) અને તેની કારકિર્દી બહુવિધ અને રોમાંચક હતી. તેને બાપ લુહાર હતું અને તે સમાજવાદી હતું. આથી બેનિટે સમાજવાદી વાતાવરણમાં ઊર્યો હતે. યુવાનીમાં તે ઝનૂની ચળવળિયે બન્યું હતું અને તેના ક્રાંતિકારી પ્રચાર માટે સ્વિટઝરલેન્ડનાં ઘણાં પરગણાઓમાંથી તેને હાંકી કાઢવામાં આવ્યો હતે. નરમ દળના સમાજવાદી આગેવાને સામે તેમના નરમ વલણ માટે તેણે ઝનૂની પ્રહારો કર્યા. રાજ્યની સામે બેબને ઉપયોગ કરવાની તેમ જ તેની સામે ત્રાસવાદી ઉપાયો લેવાની તેણે છડેચોક હિમાયત કરી. તુર્કી સામેના ઈટાલીના યુદ્ધ વખતે ઘણુંખરા સમાજવાદી આગેવાનોએ એ યુદ્ધને ટકે આગે હતે. પણ મુસલિનીએ તેમ ન કર્યું. તેણે તેને વિરોધ કર્યો અને કેટલાંક હિંસક કૃત્ય માટે તેને ચેડા માસ કેદમાં પણ પૂરવામાં આવ્યા હતે. તુક સાથેના યુદ્ધને ટેકે આપવા માટે નરમ વલણના સમાજવાદી નેતાઓ ઉપર તેણે સખત પ્રહારે છે અને સમાજવાદી પક્ષમાંથી તેણે તેમને કાઢી મુકાવ્યા. મિલાનના સમાજવાદી દૈનિક પત્ર “અવન્તી’ને તે તંત્રી બન્ય અને રોજેરોજ મજૂરોને હિંસા સામે હિંસાથી જવાબ વાળવાની સલાહ આપવા લાગ્યા. હિંસક કૃત્યને આપવામાં આવતા આ ઉત્તેજન સામે નરમ વલણના માકર્સવાદી નેતાઓએ સખત વાંધો ઉઠાવ્ય.
એ પછી મહાયુદ્ધ ફાટી નીકળ્યું. થડા માસ સુધી મુસોલિની યુદ્ધની વિરુદ્ધ હતું અને ઈટાલીએ તટસ્થ રહેવું એવી તે હિમાયત કરતે હતે. પછીથી, એકાએક, તેણે પિતાના વિચાર બદલ્યા અથવા કહે કે તેમની રજૂઆત તેણે બદલી અને ઈટાલીએ મિત્રરાને પક્ષે યુદ્ધમાં જોડાવું એ મત જાહેર કર્યો. સમાજવાદી છાપું તેણે છોડી દીધું અને પિતાની નીતિને પ્રચાર કરનાર બીજા છાપાનું તે સંપાદન કરવા લાગ્યા. સમાજવાદી પક્ષમાંથી તેને કાઢી મૂકવામાં